Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 4:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને એવું જાણીએ છીએ કે જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યા, તે અમને પણ ઈસુની સાથે ઉઠાડશે, અને તમારી સાથે અમને રજૂ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 અમે જાણીએ છીએ કે, પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર, ઈસુની સાથે અમને પણ સજીવન કરશે અને પોતાની હાજરીમાં તમારી સાથે અમને પણ લઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અને એવું જાણીએ છીએ કે, જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યાં, તે અમને પણ ઈસુની મારફતે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 દેવે પ્રભુ ઈસુને મરણમાંથી ઊઠાડયો અને અમે જાણીએ છીએ કે દેવ અમને પણ ઈસુની સાથે ઊઠાડશે. દેવ અમને તમારી સાથે ભેગા કરશે, અને આપણે તેની સમક્ષ ઉપસ્થિત થઈશું.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 4:14
16 Iomraidhean Croise  

તમારાં મરેલાં જીવશે; તેમનાં શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો; કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, ને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.


પણ બધો વખત જાગતા રહો, અને વિનંતી કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”


તેમને ઈશ્વરે મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યા; કેમ કે મૃત્યુથી તે બંધાઈ રહે એ અશક્ય હતું.


એ ઈસુને ઈશ્વરે ઉઠાડ્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ.


જેમણે ઈસુને મૂએલાંમાંથી ઉઠાડયા, તેમનો આત્મા જો તમારામાં વસતો હોય, તો જેમણે ખ્રિસ્ત ઈસુને મૂએલાંમાંથી ઉઠાડયા, તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારાં મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.


ઈશ્વરે પ્રભુને ઉઠાડયા, તેમ જ પોતાના સામર્થ્યથી તે આપણને પણ ઉઠાડશે.


કેમ કે [જાણે] ઐશ્વરી ચિંતાથી હું તમારા વિષે ચિંતાતુર છું, કેમ કે એક પતિની સાથે મેં તમારો વિવાહ કર્યો છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું.


અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે.


જેથી તે તમને પવિત્ર, નિષ્કલંક તથા નિર્દોષ [કરીને] તેની રૂબરૂ રજૂ કરે.


દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેમની વાત પ્રગટ કરીએ છીએ, અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ [પ્રકારના] જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ.


કેમ કે ઈસુ મરણ પામ્યા ને પાછા ઊઠયા એવો જો આપણે વિશ્ચાસ કરીએ છીએ, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલાં છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે.


અને વિશ્વાસ [સહિત કરેલી] પ્રાર્થના બીમારને બચાવશે, ને પ્રભુ તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે તો તે તેને માફ કરવામાં આવશે.


હવે જે તમને ઠોકર ખાતાં બચાવવા, અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદસહિત નિર્દોષ રજૂ કરવા, સમર્થ છે,


Lean sinn:

Sanasan


Sanasan