Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 3:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે જો દંડાજ્ઞાની ધર્મસંસ્થા ગૌરવરૂપ છે, તો ન્યાયીપણાની ધર્મસંસ્થા ગૌરવમાં બહુ અધિક છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 જે સેવા માણસોને દોષિત ઠરાવનાર હતી, તે ગૌરવવાન હતી; તો પછી જે સેવાથી માણસોને દોષમુક્ત જાહેર કરવામાં આવે છે, તે કેટલી વધારે ગૌરવવાન હોય!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કેમ કે જો દંડાજ્ઞાની સેવાનો મહિમા હતો, તો ન્યાયીપણાની સેવા મહિમામાં કેટલી બધી અધિક છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 મારું કહેવું આમ છે: કે સેવા લોકોને તેમના પાપના અનુસંધાનમાં મૂલવતી હતી, પરંતુ તે મહિમાવંત હતી. તેટલી જ નિશ્ચિતતાથી જે સેવા લોકોને દેવને અનુરુંપ બનાવે છે, તેનો મહિમા વધુ ઉત્કૃષ્ટ છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 3:9
23 Iomraidhean Croise  

હું મારો ન્યાય પાસે લાવું છું, તે છેટે રહેનાર નથી, મારા તારણને વાર લાગવાની નથી; હું સિયોનમાં મારું તારણ [મૂકીશ] , ને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ.”


તેની કારકીર્દીમાં યહૂદિયા તારણ પામશે, ને ઇઝરાયલ નિર્ભય રહેશે; અને યહોવા અમારું ન્યાયીપણું, એ નામથી તને બોલાવશે.”


તે બેસુન્‍નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું છે તે તેને મળ્યું હતું. તેના પર મહોરસિક્કો થવા માટે તેને સુન્‍નતનું ચિહ્ન મળ્યું, જેથી તે સર્વ બેસુન્‍નતી વિશ્વાસીઓનો પૂર્વજ થાય, એટલે તેઓને ખાતર પણ [તે વિશ્વાસનું] ન્યાયીપણું ગણવામાં આવે.


પણ ઈશ્વર [ની કૃપા] થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તે તો ઈશ્વર તરફથી આપણે માટે ન, ન્યાયીપણું, પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયા છે.


સૂર્યનું તેજ જુદું, અને ચંદ્રનું તેજ જુદું, અને તારાઓનું તેજ જુદું; કેમ કે તારા તારાના તેજમાં પણ ફેર હોય છે.


તો તે કરતાં આત્માની ધર્મસંસ્થા વિશેષ ગૌરવવાળી કેમ ન હોય?


આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.


કેમ કે જેટલા નિયમની કરણીઓવાળા છે, તેટલા શાપ નીચે છે. કેમ કે એમ લખેલું છે, “નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે.”


‘આ નિયમના શબ્દોને જે કોઈ અમલમાં ન લાવે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’


અને તેમની સાથે એકરૂપ થાઉં, અને નિયમ [શાસ્‍ત્રના પાલન] થી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી મળે છે, તે મારું થાય.


આપણા ઈશ્વર તથા તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયીપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓ પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પિતર:


Lean sinn:

Sanasan


Sanasan