Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 3:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તો તે કરતાં આત્માની ધર્મસંસ્થા વિશેષ ગૌરવવાળી કેમ ન હોય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તો પછી પવિત્ર આત્માની સેવા કેટલી વિશેષ ગૌરવવાન હોય?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 નિશ્ચિત રીતે, જે સેવા આત્માનું અનુગમન કરાવે છે તેનો મહિમા તો આનાથી પણ મહાન થશે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 3:8
24 Iomraidhean Croise  

યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે.


કેમ કે હું તરસ્યા પર પાણી રેડીશ તથા સૂકી ભૂમિ પર ધારાઓ વરસાવીશ; હું તારા સંતાન ઉપર મારો આત્મા, તથા તારા ફરજંદ પર મારો આશીર્વાદ રેડીશ;


વળી યહોવા કહે છે, “તેમની સાથે મારો કરાર તો આ છે: મારો આત્મા જે તારા પર છે, ને મારાં વચનો જે મેં તારા મુખમાં મૂકયાં છે તે તારા મુખમાંથી, તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનના મુખમાંથી હમણાંથી તે સર્વકાળ માટે જતાં રહેનાર નથી, ” એમ યહોવા કહે છે.


કેમ કે નિયમશાસ્‍ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી.


પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી [આપવામાં આવ્યો] ન હતો.


તમે ઈશ્વરનું મંદિર છો, અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી?


કેમ કે જે કોઈ આવીને જેને અમે પ્રગટ કર્યો નથી, એવા બીજા ઈસુને પ્રગટ કરે, અથવા જે તમે પામ્યા નહોતા, એવો જો તમે બીજો આત્મા પામો; અથવા જે [સુવાર્તા] નો અંગીકાર તમે કર્યો નહોતો, એવી કોઈ બીજી સુવાર્તા તમે સ્વીકરો; તો તે સહન કરવામાં તમને શાબાશી ઘટે છે!


હવે પ્રભુ તે આત્મા છે; અને‍ જ્યાં પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે.


વળી તેમણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે. અક્ષરના [સેવકો] તો નહિ, પણ આત્માના : કેમ કે અક્ષર મૃત્યુકારક છે, પણ આત્મા જીવનદાયક છે.


અને મરણસૂચક ધર્મસંસ્થા, જેના અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા, તે જો એટલી બધી ગૌરવવાળી હતી કે, ઇઝરાયલી લોકો, મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે, તેના મુખ પર ધારીને જોઈ શક્યા નહિ,


કેમ કે જો દંડાજ્ઞાની ધર્મસંસ્થા ગૌરવરૂપ છે, તો ન્યાયીપણાની ધર્મસંસ્થા ગૌરવમાં બહુ અધિક છે!


એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં વિદેશીઓને મળે, અને આપણે [પવિત્ર] આત્મા વિષેનું વચન વિશ્વાસથી પામીએ.


કેમ કે અમે આત્માદ્વારા વિશ્વાસથી ન્‍યાયીપણું [પામવાની] આશાની રાહ જોઈએ છીએ.


કેમ કે તે દ્વારા એક આત્મા વડે આપણ બન્‍ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.


પણ ભાઈઓ, તમે પ્રભુને પ્રિય છો, તમારે વિષે હંમેશાં ઈશ્વરની સ્તુતિ કરવાને અમે બંધાયેલા છીએ, કેમ કે આત્માના પવિત્રીકરણ વડે તથા સત્ય પરના વિશ્વાસ વડે તારણને અર્થે ઈશ્વરે તમને આરંભથી પસંદ કર્યા છે.


પોન્તસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં વિખેરાયેલા પરદેશી તરીકે રહેનારા પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર: તમારા પર પુષ્કળ કૃપા તથા શાંતિ થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan