Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 3:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને મરણસૂચક ધર્મસંસ્થા, જેના અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા, તે જો એટલી બધી ગૌરવવાળી હતી કે, ઇઝરાયલી લોકો, મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે, તેના મુખ પર ધારીને જોઈ શક્યા નહિ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 શિલાપાટીઓ પર કોતરાયેલા મોશેના નિયમની સેવા મરણકારક હોવા છતાં તે એવા ગૌરવસહિત આપવામાં આવી હતી કે મોશેના મુખ પર પડેલા ગૌરવનું તેજ જે ઝાંખું થતું જતું હતું, તેને પણ ઇઝરાયલીઓ એકીટશે જોઈ શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અને મરણની સેવા જેનાં અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા; તે જો એટલી ગૌરવવાળી હતી કે ઇઝરાયલી લોકો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 સેવા જે મૃત્યુ લાવે છે તેના શબ્દો પથ્થર પર લખાયેલા હતા. તે દેવના મહિમા સાથે આવ્યા હતા. મૂસાના મુખ પરંતુ તેજ મહિમાથી એટલું પ્રકાશવાન હતું કે ઈસ્રાએલ ના લોકો સતત તેની સામે જોઈ શક્યા નહોતા. અને તે મહિમા પછીથી અદશ્ય થઈ ગયો હતો.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 3:7
38 Iomraidhean Croise  

અને યહોવા ઈશ્વરે આદમ તથા તેની પત્નીને માટે ચામડાનાં વસ્‍ત્ર બનાવ્યાં, ને તેઓને પહેરાવ્યાં.


સિનાય પર્વત પર પણ તમે ઊતરી આવ્યા. આકાશમાંથી તમે તેઓની સાથે બોલ્યા. તમે તેઓને વાસ્તવિક હુકમો તથા સત્ય નિયમો, સારા વિધિઓ તથા આજ્ઞાઓ આપ્યાં.


હે યહોવા, હું તમારા તારણને માટે અભિલાષી છું; તમારો નિયમ મારો આનંદ છે.


હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરું છું.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું પર્વત પર મારી પાસે આવ, ને ત્યાં ઊભો રહે. અને શિલાપાટીઓ તથા નિયમ તથા જે આજ્ઞા મેં લખી છે, તે હું તને આપીશ, એ માટે કે તું તે લોકોને શીખવે.”


અને યહોવાએ સિનાઈ પર્વત ઉપર મૂસાની સાથે વાતચીત પૂરી કરીને તેને બે કરારપાટી, એટલે ઈશ્વરની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ આપી.


અને એમ થયું કે તે છાવણી આગળ પહોંચ્યા ત્યારે તેણે વાછરડું તથા નાચ જોયાં; ત્યારે મૂસાનો ક્રોધ તપી ઊઠયો, ને તેણે પોતાના હાથમાંથી પાટીઓ ફેંકી દીધી, તેથી તે પર્વતની હેઠળ ભાંગી ગિઇ.


અને યહોવાએ મૂસાને કહ્યું, “પહેલીના જેવી બે શિલાપાટીઓ તારે માટે ઘડ; અને તારાથી ભાંગી ગયેલી પાટીઓ પર જે શબ્દો હતા, તે હું આ પાટીઓ પર લખીશ.


જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ તેની તરફ એકી નજરે જોઈ રહ્યા, અને તેઓને તેનું મોં ઈશ્વરદૂતોના મોં જેવું દેખાયું.


કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયીપણું પ્રાપ્ત કરવાને અર્થે નિયમની સંપૂર્ણતા છે.


કેમ કે નિયમ તો કોપ ઉપજાવે છે, પણ જયાં નિયમ નથી ત્યાં ઉલ્લંઘન પણ નથી.


વળી, અપરાધ અધિક થાય, તે માટે નિયમશાસ્‍ત્રે પ્રવેશ કર્યો! પણ જ્યાં પાપ અધિક થયું, ત્યાં કૃપા તેથી અધિક થઈ;


એટલે જે આજ્ઞા જીવનને અર્થે [છે એવું] મને માલૂમ પડયું.


કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે ઈશ્વરના નિયમમાં આનંદ માનું છું.


કેમ કે જ્યારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્‍ત્ર દ્વારા પાપવાસનાઓ આપણા અવયવોમાં મરણને માટે ફળ ઉત્પન્‍ન કરવાને પ્રયત્ન કરતી હતી.


પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે.


તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો કે, જે [પત્ર] ની અમે સેવા કરી છે; શાહીથી તો નહિ, પણ જીવતા ઈશ્વરના આત્માથી; શિલાપટો પર નહિ પણ માંસના હ્રદયરૂપી પટો પર તે લખાયેલો છે.


વળી તેમણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે. અક્ષરના [સેવકો] તો નહિ, પણ આત્માના : કેમ કે અક્ષર મૃત્યુકારક છે, પણ આત્મા જીવનદાયક છે.


તો તે કરતાં આત્માની ધર્મસંસ્થા વિશેષ ગૌરવવાળી કેમ ન હોય?


કેમ કે જેટલા નિયમની કરણીઓવાળા છે, તેટલા શાપ નીચે છે. કેમ કે એમ લખેલું છે, “નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે.”


ત્યારે શું નિયમ ઈશ્વરનાં વચનોથી વિરુદ્ધ છે? કદી નહિ, કેમ કે જીવન આપી શકે એવો કોઈ નિયમ આપવામાં આવ્યો હોત, તો ખરેખર નિયમ [શાસ્‍ત્ર] થી ન્યાયીપણું મળત.


અને તેમણે પોતાનો કરાર તમને જાહેર કર્યો, ને તે એટલે દશ હુકમો, પાળવાની તેમણે તમને આજ્ઞા કરી. અને તેમણે બે શિલાપાટીઓ પર તે લખ્યા.


અને એવી કઈ મોટી દેશજાતિ છે કે જેને આ સર્વ નિયમો કે જે હું આજે તમારી આગળ પ્રગટ કરું છું તેના જેવા અદલ વિધિઓ તથા કાનૂનો હોય?


આ વચનો યહોવા પર્વત ઉપર અગ્નિજ્વાળા તથા વાદળ તથા ઘોર અંધકારની મધ્યેથી મોટે અવાજે તમારી આખી સભાની આગળ બોલ્યા. અને તેમાં તેમણે કંઈ વધારો કર્યો નહિ. અને તેમણે બે શિલાપાટીઓ ઉપર તે લખીને મને આપી.


ત્યારે હું પાછો ફરીને પર્વત પરથી ઊતર્યો, ને પર્વતમાંથી ભડકા નીકળતા હતા; અને કરારની બે પાટીઓ મારા બે હાથમાં હતી.


વળી તેમ એવાંઓની પાસે આવ્યા નથી, એટલે અડકાય એવા પહાડની તથા બળતી આગની તથા ઘનઘોર આકાશની તથા અંધકારની તથા તોફાનની


કેમ કે જેમ ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન [ઘટે] છે, તેમ એમને મૂસા કરતાં વિશેષ માન મળવાને યોગ્ય ગણવામાં આવ્યા છે.


તેમાં સોનાનું ધૂપપાત્ર તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી. એ [પેટી] માં માન્‍નાથી ભરેલું સોનાનું પાત્ર, હારુનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતાં.


Lean sinn:

Sanasan


Sanasan