Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 3:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કોઈ પણ બાબત [નો નિર્ણય] અમારા પોતાનાથી થાય એવા અમે યોગ્ય નથી. અમારી યોગ્યતા ઈશ્વર તરફથી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 આ કાર્ય કરવા અમે શક્તિમાન છીએ એવો દાવો કરવા જેવું અમારામાં કંઈ જ નથી. આ કાર્યશક્તિ અમને ઈશ્વર તરફથી મળે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અમે પોતે પોતાનાથી કંઈ વિચારવા સમર્થ છીએ એવું નથી; પણ અમારું સામર્થ્ય ઈશ્વરથી છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હું એમ નથી સમજતો કે અમે અમારી જાતે જે કાંઈ સારું છે તે કરવા અમે શક્તિમાન છીએ. તે દેવ એક છે જે આપણે કરીએ છીએ તે કરવાને આપણને શક્તિમાન બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 3:5
19 Iomraidhean Croise  

અને યૂસફે ફારુનને ઉત્તર આપ્યો, “હું તો નહિ; પણ ઈશ્વર ફારુનને શાંતિકારક ઉત્તર આપશે.”


વળી યહોવાના વચન દ્વારા રાજાની તથા આગેવાનોની [આપેલી] આજ્ઞા પ્રમાણે કરવા માટે ઈશ્વરે યહૂદિયાના માણસોને એકદિલ કર્યા હતા.


કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે, તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહિ, અને સામો પણ થઈ શકશે નહિ.


હું મારા પિતાનું વચન તમારા પર મોકલું છું. પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ, ત્યાં સુધી શહેરમાં રહેજો.”


હું તો દ્રાક્ષાવેલો છું, ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે, અને હું તેનામાં, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.


કેમ કે પવિત્ર આત્માના સામર્થ્યથી, વાણી અને કાર્ય વડે, ચિહ્નો તથા અદભુત કૃત્યોના પ્રભાવથી, વિદેશીઓને આજ્ઞાંકિત કરવા માટે ખ્રિસ્તે જે કામો મારી પાસે કરાવ્યાં છે, તે સિવાય બીજાં કોઈ કામો વિષે બોલવાની હિંમત હું ધરીશ નહિ.


પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; અને તેમની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી; પણ તેઓ સર્વના કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ, પણ ઈશ્વરની જે કૃપા મારા પર હતી તેણે.


ઈશ્વરની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્‍ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે, અને તેના પર બીજો બાંધે છે. પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે. તે વિષે દરેકે સાવધ રહેવું.


મેં રોપ્યું, આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે વૃદ્ધિ આપી.


અને તેમણે મને કહ્યું છે, “તારે માટે મારી કૃપા બસ છે; કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે, એ માટે ઊલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ.


પાછલાને અમે મોતની મૃત્યુકારક વાસરૂપ, ને આગલાને જીવનની જીવનદાયક વાસરૂપ છીએ. તો એ કર્યાને માટે કોણ યોગ્ય છે?


પણ અમારી પાસે આ ખજાનો માટીનાં પાત્રોમાં રહેલો છે કે, જેથી પરાક્રમની અધિકતા ઈશ્વરથી છે અને અમારામાંથી નથી [એ જાણવામાં આવે].


કેમ કે જે પોતાની પ્રસન્‍નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે, તે તો ઈશ્વર છે.


જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.


જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે.


દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.


Lean sinn:

Sanasan


Sanasan