Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 3:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો કે, જે [પત્ર] ની અમે સેવા કરી છે; શાહીથી તો નહિ, પણ જીવતા ઈશ્વરના આત્માથી; શિલાપટો પર નહિ પણ માંસના હ્રદયરૂપી પટો પર તે લખાયેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 આ પત્ર તો ખ્રિસ્તે લખ્યો છે, અને અમારી મારફતે તે મોકલ્યો છે. તે શાહીથી નહિ, પણ જીવંત ઈશ્વરના આત્માથી; તેમજ શિલાપાટીઓ પર નહિ, પણ માનવી હૃદયો પર લખાયેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તમે ખ્રિસ્તનાં પત્રની જેમ દેખાઓ છો જેની અમે સેવા કરેલી; તે શાહીથી નહિ પણ જીવતા ઈશ્વરના આત્માથી, પથ્થરની પાટીઓ પર નહિ પણ માનવીય હૃદયરૂપી પાટીઓ પર લખેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તમે બતાવ્યું છે કે તમે ખ્રિસ્ત તરફથી મોકલેલો પત્ર છો કે જે તેણે અમારી મારફતે મોકલ્યો છે. આ પત્ર શાહીથી નહિ પરંતુ જીવતા દેવના આત્માથી લખાયેલો છે; તે શિલાપટો પર નથી લખાયો પરંતુ માનવ હૃદય પર લેખિત થયો છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 3:3
35 Iomraidhean Croise  

‘હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તમારો નિયમ મારા હ્રદયમાં છે.’


ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે મારો આત્મા તલપે છે. હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ?


મારો આત્મા યહોવાનાં આંગણાંની અભિલાષા રાખે છે, હા, [તેમને માટે] ક્ષીણ થાય છે; જીવતાજાગતા ઈશ્વરની આગળ મારું હ્રદય તથા મારો દેહ હર્ષનાદ કરે છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું પર્વત પર મારી પાસે આવ, ને ત્યાં ઊભો રહે. અને શિલાપાટીઓ તથા નિયમ તથા જે આજ્ઞા મેં લખી છે, તે હું તને આપીશ, એ માટે કે તું તે લોકોને શીખવે.”


અને યહોવાએ સિનાઈ પર્વત ઉપર મૂસાની સાથે વાતચીત પૂરી કરીને તેને બે કરારપાટી, એટલે ઈશ્વરની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ આપી.


અને મૂસા પાછો ફરીને પર્વત પરથી ઊતર્યો, ને બે કરારપાટી તેના હાથમાં હતી. તે પાટીઓની બન્‍ને બાજુએ લેખ લખેલો હતો; એક બાજુએ તથા બીજી બાજુએ તે લખેલો હતો.


અને યહોવાએ મૂસાને કહ્યું, “પહેલીના જેવી બે શિલાપાટીઓ તારે માટે ઘડ; અને તારાથી ભાંગી ગયેલી પાટીઓ પર જે શબ્દો હતા, તે હું આ પાટીઓ પર લખીશ.


કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો તેઓને તારે ગળે બાંધ; તેઓને તારા હ્રદયપટ પર લખી રાખ.


તેઓને તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હ્રદયપટ પર લખી રખ.


પણ યહોવા સત્ય ઈશ્વર છે; તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી કંપે છે, ને તેમનો ક્રોધ વિદેશીઓથી સહન થઈ શકતો નથી.


[પ્રભુ કહે છે,] “યહૂદાનું પાપ લોઢાના ટાંકણાથી તથા હીરાકણીથી લખેલું છે! તે તેઓના હ્રદયપટ પર તથા તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે!


પણ યહોવા કહે છે, “હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ, તે આ છે: હું મારો નિયમ તેઓનાં હ્રદયમાં મૂકીશ, તેઓના હ્રદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે.


હું તેઓને એક અંત:કરણ આપીશ, ને હું તમારામાં એક નવો આત્મા મૂકીશ. હું તેમના દેહમાંથી પથ્થર જેવું હ્રદય દૂર કરીને તેમને માંસનું હ્રદય આપીશ.


હું એવો હુકમ કરું છું કે, મારા આખા રાજ્યમાં લોકોએ દાનિયેલના ઈશ્વરથી કાંપવું તથા બીવું; કેમ કે તે જ જીવતા તથા તથા અચળ ઈશ્વર છે. તેમનું રાજ્ય અવિનાશી છે, ને તેમની સત્તા છેક અનંતકાળ સુધી રહેશે.


ત્યારે સિમોન પિતરે ઉત્તર આપ્યો, “તમે મસીહ, જીવતા ઈશ્વરના દીકરા છો.”


તો આપોલાસ કોણ છે? અને પાઉલ કોણ છે? તેઓ સેવકો જ છે કે જેઓ દ્વારા તમે વિશ્વાસ કર્યો; જેમ દરેકને પ્રભુએ [દાન] આપ્યું તેમ [તેઓએ સેવા કરી].


વળી તેમણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે. અક્ષરના [સેવકો] તો નહિ, પણ આત્માના : કેમ કે અક્ષર મૃત્યુકારક છે, પણ આત્મા જીવનદાયક છે.


અને મરણસૂચક ધર્મસંસ્થા, જેના અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા, તે જો એટલી બધી ગૌરવવાળી હતી કે, ઇઝરાયલી લોકો, મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે, તેના મુખ પર ધારીને જોઈ શક્યા નહિ,


ઈશ્વરના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય? કેમ કે જેમ ઈશ્વરે ક્હ્યું છે, “હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ; હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોકો થશે.” તેમ આપણે જીવતા ઈશ્વરનું મંદિર છીએ.


કેમ કે તમારામાં અમારો પ્રવેશ કઈ રીતે થયો, અને તમે જીવતા તથા ખરા ઈશ્વરની સેવા કરવાને,


“તે દિવસો પછી જે કરાર હું તેઓની સાથે કરીશ તે આ છે કે, હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ, અને તેઓના હ્રદયપટ પર તેઓને લખીશ, એમ પ્રભુ કહે છે.”


કેમ કે પ્રભુ કહે છે કે, હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ, તે આ છે: હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ, ને તેઓના હ્રદયપટ પર તે લખીશ: હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોક થશે.


તો ખ્રિસ્ત, જેમણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું, તેમનું રક્ત તમારા હ્રદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે?


અને યહોશુઆએ કહ્યું, “આ ઉપરથી તમે જાણશો કે જીવતા ઈશ્વર તમારી મધ્યે છે, ને કનાનીઓ તથા હિત્તીઓ તથા હિવ્વીઓ તથા પરિઝીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા યબૂસીઓને તે નક્કી તમારી આગળથી હાંકી કાઢશે.


તું એફેસસમાંની મંડળીના દૂતને લખ: જે પોતાન જમણા હાથમાં સાત તારા રાખે છે, અને જે સોનાની સાત દીવીની વચમાં ચાલે છે તે આ વાતો કહે છે.


પેર્ગામમમાંની મંડળીના દૂતને લખ:જેની પાસે બેધારી પાણીદાર તરવાર છે તે આ વાતો કહે છે:


થુઆતૈરાની મંડળીના દૂતને લખ:ઈશ્વરના પુત્ર, જેમની આંખો અગ્નિની જવાળા જેવી છે, અને જેમના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે:


સ્મર્નામાંની મંડળીના દૂતને લખ: જે પ્રથમ તથા છેલ્લા, જે મૃત્યુ પામ્યા હતા પણ જીવતા થયા, તે આ વાતો કહે છે:


સાર્દિસમાંની મંડળીના દૂતને લખ:જેને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તે આ વાતો કહે છે: તારાં કામ હું જાણું છું કે તું નામનો જીવે છે, પણ તું મરેલો છે.


લાઓદિકિયામાંની મંડળીના દૂતને લખ:જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિનું ઉદભવસ્થાન છે તે આ વાતો કહે છે:


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.


ફિલાડેલ્ફિયામાંની મંડળીના દૂતને લખ:જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે. જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહિ, ને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે:


અને દાઉદે પાસે ઊભેલા માણસોને પૂછ્યું, “જે માણસ આ પલિસ્તીને મારી નાખે, ને ઇઝરાયલનું મહેણું દૂર કરે, તેને શું મળશે? કેમ કે આ બેસુન્‍નત પલિસ્તી કોણ કે તે જીવતા ઈશ્વરનાં સૈન્યનો તિરસ્કાર કરે?”


Lean sinn:

Sanasan


Sanasan