Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 3:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 શું અમે ફરીથી અમારાં પોતાનાં વખાણ કરવા માંડીએ છીએ? અથવા શું કેટલાકની માફક અમને તમારા ઉપર [લખેલા] કે તમારી પાસેથી [લીધેલા] ભલામણપત્રોની અગત્ય છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 શું અમે ફરીથી અમારાં વખાણ કરીએ છીએ? અથવા કેટલાક લોકોની જેમ શું અમને પણ તમારા પર લખેલા અથવા તમારી પાસેથી મેળવેલા ભલામણપત્રોની જરૂર છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 શું અમે ફરી પોતાની પ્રશંસા કરીએ છીએ? કે શું જેમ બીજા કેટલાકને તેમ, અમને તમારા ઉપર કે તમારી પાસેથી, ભલામણના પત્રો જોઈએ છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 શું ફરીથી આપણે આપણા વિષે બડાઈ મારવાનું શરું કરી રહ્યા છીએ? શું અમારે તમારા માટે કે તમારા તરફથી ઓળખપત્રની જરૂર છે? જે રીતે બીજા લોકોને હોય છે?

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 3:1
13 Iomraidhean Croise  

પછી તે અખાયા જવાને ઇચ્છતો હતો, ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો આદરસત્કાર કરે, તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ [પ્રભુની] કૃપાથી વિશ્વાસ કર્યો હતો, તેઓને તેણે ઘણી સહાય કરી.


વળી આપણી બહેન ફેબી જે કિંખ્રિયામાંની મંડળીની સેવિકા છે, તેને માટે હું તમને ભલામણ કરું છું કે,


તેઓ તારણ પામે માટે જેમ હું પણ સર્વ વાતે સર્વને રાજી રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાનું હિત જોઉં છું, તેમ જ [તમે કરો.]


જ્યારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારું દાન યરુશાલેમ લઈ જવાને મોકલીશ.


ઈશ્વરની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્‍ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે, અને તેના પર બીજો બાંધે છે. પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે. તે વિષે દરેકે સાવધ રહેવું.


કેમ કે જો કે ખ્રિસ્તમાં તમને દશ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણા પિતા નથી. કેમ કે સુવાર્તાદ્ધારા ખ્રિસ્ત ઈસુમાં હું તમારો પિતા થયો છું.


જેઓ પોતાનાં વખાણ કરે છે, તેઓમાંના કેટલાકની સાથે અમે પોતાની ગણના કરવાને અથવા પોતાને સરખાવવાને છાતી ચલાવતા નથી. પણ તેઓ, અંદરોઅંદર પોતાને એકબીજાથી માપીને તથા પોતાને એકબીજાની સાથે સરખાવીને, બુદ્ધિ વગરના છે.


કેમ કે જે પોતાનાં વખાણ કરે છે તે નહિ, પણ જેના વખાણ પ્રભુ કરે છે તે માન્ય થાય છે.


કેમ કે જે અધિકાર પ્રભુએ તમારા નાશને અર્થે નહિ, પણ તમારી ઉન્‍નતિ કરવાને અર્થે અમને આપ્યો, તે વિષે જો હું કંઈક અધિક અભિમાન કરું, તોપણ હું શરમાઉં નહિ.


હું [અભિમાન કરીને] મૂર્ખ બન્યો છું, પણ તમે મને ફરજ પાડી; કેમ કે તમારે મારાં વખાણ કરવાં જોઈતાં હતાં, કારણ કે જો કે હું કંઈ ગણતરીમાં નથી, તોપણ હું મુખ્ય પ્રેરિતો કરતાં કોઈ પણ રીતે ઊતરતો નથી.


આ બધો વખત તમે ધારતા હશો કે અમે તમારી આગળ અમને પોતાને નિર્દોષ ઠરાવવાને પ્રયત્ન કરીએ છીએ. પણ, વહાલાઓ, ખ્રિસ્તમાં ઈશ્વરની સમક્ષ અમે જે બોલીએ છીએ તે સર્વ તમારી ઉન્‍નતિને માટે જ છે.


કેમ કે ઘણાની જેમ અમે ઈશ્વરની વાતમાં ભેળ કરતા નથી, પણ શુદ્ધ અંત:કરણથી તથા ઈશ્વરના [અધિકારથી] તથા ઈશ્વરની સમક્ષ [બોલતા હોઈએ] તેમ અમે ખ્રિસ્તમાં બોલીએ છીએ.


અમે ફરીથી તમારી આગળ પોતાનાં વખાણ કરતાં નથી, પણ જેઓ હ્રદયમાં નહિ, પણ બહારનો ડોળ રાખીને અભિમાન કરે છે, તેઓને ઉત્તર આપવાનું [સાધન] તમારી પાસે હોય, એ માટે અમારે વિષે તમને અભિમાન કરવાનો પ્રસંગ આપીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan