Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 2:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે મારું લખવાનું પ્રયોજન પણ એ જ છે કે, તમે સર્વ વાતે આજ્ઞાકારી છો કે નહિ તે વિષે હું તમારી પરીક્ષા કરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 આ જ કારણને લીધે મેં તમને પેલો પત્ર લખ્યો હતો: મારે જાણવું હતું કે, તમે ક્સોટીમાંથી કેવી રીતે પાર ઊતર્યા અને ખરેખર તમે મારી સૂચનાઓને આધીન થયા છો કે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કેમ કે એ જ સારુ મેં લખ્યું છે, કે સર્વમાં તમે આજ્ઞાકારી છો કે નથી તે વિષે હું પરીક્ષા કરી લઉં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 મેં તમને આ કારણે લખ્યું હતું. મારે તમારી પરીક્ષા કરવી હતી અને જોવું હતું કે દરેક બાબતમાં તમે આદેશનું પાલન કરો છો કે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 2:9
15 Iomraidhean Croise  

ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, ‘જો, હું તમારે માટે આકાશમાંથી ખોરાકની વૃષ્ટિ કરીશ. અને લોકો દરરોજ બહાર નીકળીને તે દિવસનો હિસ્‍સો ભેગો કરે, એ માટે કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલશે કે નહિ તે વિષે હું તેઓનિ પરીક્ષા કરું.


અને જ્યારે તમારું આજ્ઞાપાલન સંપૂર્ણ થશે, ત્યારે સર્વ આજ્ઞાભંગનો બદલો વાળવાને અમે તૈયાર છીએ.


અને હું આવું ત્યારે જેઓથી મને હર્ષ પામવો ઘટે છે, તેઓથી મને ખેદ ન થાય, એ માટે મેં તમારા પર એ જ વાત લખી. હું તમો સર્વ પર ભરોસો રાખું છું કે મારો આનંદ તે તમો સર્વનો છે.


કેમ કે ઘણી વિપત્તિથી તથા અંત:કરણની વેદનાથી મેં ઘણાં આંસુઓ પાડીને તમારા પર લખ્યું. તે તમે ખેદિત થાઓ એ માટે નહિ, પણ તમારા ઉપર મારો જે અતિશય પ્રેમ છે તે તમે જાણો તે માટે [લખ્યું].


એ માટે હું તમને વિનંતી કરું છું કે તમે [ફરીથી] તેના પર પૂર્ણ પ્રેમ રાખો.


વિપત્તિથી તેઓની ભારે કસોટી થયા છતાં તેઓના પુષ્કળ આનંદને લીધે તથા તેઓની ભારે દરિદ્રતા છતાં તેઓની ઉદારતારૂપી સમૃદ્ધિ પુષ્કળ વધી ગઈ.


એ માટે તમારા પ્રેમનું [પ્રમાણ] તથા તમારે વિષે અમારું અભિમાન કરવાનું પ્રમાણ, તેઓને મંડળીઓની આગળ બતાવી આપો.


તોપણ તું તે પ્રબોધકના શબ્દોને કે સ્વપ્નખોરને ગણકારતો નહિ; કેમ કે યહોવા તમારા ઈશ્વર તમારી પરીક્ષા કરે છે કે તમે તમારા ખરા અંત:કરણથી ને ખરા જીવથી યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહિ તે જણાય.


જેમણે અરણ્યમાં માન્‍ના કે જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી તારું પોષણ કર્યું, એ માટે કે તે તને નમાવે ને આખરે તારું ભલું કરવા માટે તે તારું પારખું કરે.


અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઇચ્છા છે કે નહિ તે જાણવા માટે તારું પારખું કરવાને યહોવા તારા ઈશ્વરે આ ચાળીસ વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ.


તેથી, મારા વહાલાઓ, જેમ તમે હંમેંશા આધીન રહેતા હતા તેમ, માત્ર મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં, ભય તથા કંપારીસહિત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો.


પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે [કામ કરે] , તેમ તેણે સુવાર્તા [ના પ્રસાર] ને માટે મારી સાથે સેવા કરી.


કોઈ અમારી આ પત્રમાંની વાત ન માને, તો તેને ધ્યાનમાં રાખીને તેની સાથે વ્યવહાર ન રાખો, જેથી તે શરમાઈ જાય.


તું [મારું કહ્યું] માનીશ એવો ભરોસો રાખીને હું આ પત્ર લખું છું, કેમ કે હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan