Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 2:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ઊલટું તમારે તો તેને માફી આપીને દિલાસો આપવો જોઈએ, રખેને કદાચ તેના અતિશય ખેદમાં તે ગરક થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 હવે તમારે તેને ક્ષમા આપવી જોઈએ, અને ઉત્તેજન આપવું જોઈએ; જેથી તે અતિશય ખિન્‍નતાથી હતાશ થઈ ન જાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 માટે તેથી ઊલટું તમારે તેને વિશેષ માફી તથા દિલાસો આપવો, રખેને તે વધારે દુઃખમાં ગરકાવ થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પરંતુ હવે તમારે એને માફ કરવો જોઈએ અને દિલાસો આપવો જોઈએ. આમ કરવાથી તેને વધુ પડતું દુઃખ નહિ થાય અને તે સંપૂર્ણરીતે ભાંગી નહિ પડે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 2:7
20 Iomraidhean Croise  

તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.


તું તારા રોષને સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે. યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે, અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે.


જે મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, [ત્યારે] ઈશ્વર આકાશથી [સહાય] મોકલીને મને બચાવશે. (સેલાહ) તે પોતાની કૃપા તથા સત્યતા મોકલશે.


શેઓલની જેમ આપણે તેઓને જીવતા ને જીવતા સ્વાહા કરી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય!


આનંદી હ્રદય એ ઉત્તમ ઔષધ છે; પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે.


પરંતુ તેઓએ પણ દ્રાક્ષારસ ને લીધે ગોથાં ખાધાંલ છે, ને દારૂને લીધે તેઓ ભૂલા પડયા છે; યાજકે તથા પ્રબોધકે દારૂને લીધે ગોથાં ખાધાં છે, તેઓ દ્રાક્ષારસમાં ગરક થયા છે, તેઓ દારૂના સેવનને લીધે ભૂલા પડયા છે. દર્શન વિશે તેઓ ગોથાં ખાય છે, ઇનસાફ કરવામાં તેઓ ઠોકર ખાય છે.


જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે.” એ લખેલી વાત પૂર્ણ થશે.


એ માટે હું તમને વિનંતી કરું છું કે તમે [ફરીથી] તેના પર પૂર્ણ પ્રેમ રાખો.


કેમ કે અમે આ માંડવામાં રહેતાં બોજાને લીધે ખરેખર નિસાસા નાખીએ છીએ. મરણ જીવનમાં ગરક થઈ જાય એ માટે અમે તેને ઉતારવાને ચાહીએ છીએ. એમ તો નહિ, પણ વેષ્ટિત થવાને ચાહીએ છીએ.


કેમ કે ઈશ્વરથી ઇચ્છા પ્રમાણે થતો ખેદ, શોક નહિ, પણ તારણ ઉપજાવે એવો પસ્તાવો ઉત્પન્‍ન કરે છે; પણ સાંસારિક ખેદ મરણસાધક છે.


પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.


કેમ કે તે મરણતોલ માંદો હતો ખરો, પણ ઈશ્વરે તેના પર દયા કરી, માત્ર તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક પર શોક ન થાય.


એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો.


પણ, ભાઈઓ, ઊંઘી ગયેલાં વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઇચ્છા નથી. જેથી બીજાં માણસો જેઓને આશા નથી એવાંની જેમ તમે ખેદ ન કરો.


હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે ભાઈ આડો ચાલે છે, અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી તમે અલગ રહો.


Lean sinn:

Sanasan


Sanasan