Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 13:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હવે અમે ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ કે, તમે કંઈ ભૂંડું કામ ન કરો. તે અમે પસંદ કરાયેલા દેખાઈએ એ હેતુથી નહિ, પણ એ હેતુથી કે, જોકે અમે નાપસંદ કરાયેલા જેવા હોઈએ, તોપણ તમે સત્કર્મ કર્યા કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈ ખોટું ન કરો. અમે સફળ થયા છીએ એમ બતાવી શકાય એટલા માટે નહિ, પણ અમે નિષ્ફળ ગયા હોઈએ તેમ લાગતું હોય તો ય તમે સર્ત્ક્યો કર્યા કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હવે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, તમે કંઈ ખરાબ કામ ન કરો, અમે સફળ દેખાઈએ એ માટે નહિ પણ એ માટે કે જો અમે અસફળ જેવા હોઈએ, તોપણ તમે સાચું જ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અમે દેવને પ્રાર્થના કરીએ છીએ કે તમે કોઈ દુષ્કર્મો ન કરો. તે મહત્વનું નથી કે અમારી પરીક્ષણની સફળતા લોકો જુએ. પરંતુ એ મહત્વનું છે કે તમે જે યોગ્ય છે તે જ કરો, પછી ભલેને લોકો વિચારે કે અમે પરીક્ષણ માં નિષ્ફળ ગયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 13:7
25 Iomraidhean Croise  

યાબેસે ઇઝરાયલના ઈશ્વરને વિનંતી કરી, “જો તમે મને ખચીત જ આશીર્વાદ આપો, મારી સીમા વિસ્તારો, તમારો હાથ મારી સાથે રહે, ને તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુ:ખ આવી ન પડે, તો હું કેવો આશીર્વાદિત! “ અને તેણે જે માગ્યું તે ઈશ્વરે તેને આપ્યું.


અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. [કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન.]


તમે તેઓને જગતમાંથી લઈ લો એવી વિનંતી હું કરતો નથી, પણ તમે તેઓને પાપથી બચાવો એવી [વિનંતી કરું છું.]


ઈશ્વરનું જ્ઞાન [મનમાં] રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે જે ઉચિત નથી, એવાં કામ કરવાને માટે ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને [સ્વાધીન] કર્યા.


ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. બધાં માણસોની નજરમાં જે શોભે છે, તે [કરવાને] કાળજી રાખો,


દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ. મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા લંપટપણામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઈમાં નહિ.


ખ્રિસ્તમાં માનવંતા આપોલસને સલામ કહેજો. આરીસ્તોબુલસના ઘરનાંને સલામ કહેજો.


કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલૂમ પડે માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે.


કેમ કે તેઓ કહે છે કે, તેના પત્રો વજનદાર તથા સબળ છે; પણ તે પોતે શરીરે નબળો, ને તેનું બોલવું દમ વગરનું છે.


કેમ કે જે પોતાનાં વખાણ કરે છે તે નહિ, પણ જેના વખાણ પ્રભુ કરે છે તે માન્ય થાય છે.


પણ અમને નાપસંદ કરવામાં આવ્યા નથી એ તમે જાણશો, એવી હું આશા રાખું છું.


કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી, પણ સત્ય [ના સમર્થન] ને માટે કરીએ છીએ.


કેમ કે જ્યારે અમે નિર્બળ છીએ, પણ તમે સબળ છો, ત્યારે અમે આનંદ પામીએ છીએ. અને તમે સંપૂર્ણ થાઓ, તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ.


પણ સર્વ વાતે અમે ઈશ્વરના સેવકોને શોભે એવી રીતે વર્તીએ છીએ, બહુ જ ધીરજ [રાખીને] , વિપત્તિઓ [વેઠીને] , તંગીઓ [સહીને] , સંકટો [ઉઠાવીને] , ઉજગરા [કરીને] , લાંઘણ [વઠીને] ;


માત્ર પ્રભુની જ નજરમાં નહિ, પરંતુ માણસની નજરમાં પણ જે યોગ્ય છે, તે વિષે કાળજી રાખીએ છીએ.


છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.


હવે શાંતિના ઈશ્વર પોતે તમને પૂરા પવિત્ર કરો. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતાં સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ [તથા] નિર્દોષ રાખવામાં આવો.


રાજાઓને માટે તેમ જ સર્વ અધિકારીઓને માટે [પણ]. જેથી આપણે પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે, શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારીએ.


જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર, અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર.


પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી મારો બચાવ કરશે, અને પોતાના સ્વર્ગીય રાજ્યને માટે મને સહીસલામત રાખશે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન.


જે માણસ પરીક્ષણમાં પાર ઊતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે.


અને વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં સારાં કામ જોઈને ન્યાયકરણને દિવસે ઈશ્વરની સ્તુતિ કરે.


Lean sinn:

Sanasan


Sanasan