Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 12:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હું હવે પ્રભુનાં દર્શન તથા પ્રકટીકરણની વાત કહેવા માંડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 જો કે બડાઈ કરવાથી કંઈ ફાયદો નથી, છતાં હું ગર્વ કરીશ. પ્રભુએ મને જે સંદર્શનો અને પ્રક્ટીકરણો આપ્યાં છે તે વિષે હું જણાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું જોઈએ. હું પ્રભુના દર્શન તથા પ્રકટીકરણની વાત કહેવા માંડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મારે બડાશ મારવાનું ચાલું રાખવું જોઈએ. તે ખાસ મદદરૂપ નહિ થાય, પરંતુ હવે પ્રભુ તરફથી ઉદભવતા દર્શન અને પ્રકટીકરણ વિષે હું વાત કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 12:1
26 Iomraidhean Croise  

પછી ઈશ્વરનો આત્મા મને ઊંચકીને સંદર્શનમાં ખાલદી દેશમાં બંદીવાનોની પાસે લાવ્યો. પછી જે સંદર્શન મને થયું હતું તે મારી પાસેથી લોપ થયું.


અને તેમણે કહ્યું, “હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય, તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ.


તોપણ હું તમને સત્ય કહું છું. મારું જવું તમને લાભકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સંબોધક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જાઉં, તો હું તેને તમારી પાસે મોકલી દઈશ.


હવે જે કાયાફાએ યહૂદીઓને સલાહ આપી હતી કે, ‘લોકોને માટે એક માણસે મરવું લાભકારક છે, ’ તે એ જ હતો


પ્રભુએ રાત્રે પાઉલને દર્શન દ્વારા કહ્યું, “તું બીતો ના, પણ બોલજે, છાનો ન રહેતો;


તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું, “હિંમત રાખ, કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવી પડશે.”


બધી વસ્તુઓ ઉચિત છે; પણ બધી ઉપયોગી નથી. બધી વસ્તુઓ ઉચિત છે, પણ બધી ઉન્‍નતિકારક નથી.


વળી, ભાઈઓ, જો હું તમારી પાસે આવીને [અન્ય] ભાષાઓ બોલું, અને જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણરૂપે તમારી આગળ ન બોલું તો હું તમને શો લાભ આપું?


બધી વસ્તુઓની મને છૂટ છે. પણ બધી લાભકારી નથી. બધી વસ્તુઓની મને છૂટ છે, પણ હું કોઈને આધીન થવાનો નથી.


હું [અભિમાન કરીને] મૂર્ખ બન્યો છું, પણ તમે મને ફરજ પાડી; કેમ કે તમારે મારાં વખાણ કરવાં જોઈતાં હતાં, કારણ કે જો કે હું કંઈ ગણતરીમાં નથી, તોપણ હું મુખ્ય પ્રેરિતો કરતાં કોઈ પણ રીતે ઊતરતો નથી.


એવાને લીધે હું અભિમાન કરીશ; પણ મારે પોતાને વિષે હું અભિમાન કરીશ નહિ, કેવળ મારી દુર્બળતા વિષે કરીશ.


વળી એ પ્રકટીકરણોની અત્યંત મહત્તાને લીધે હું અતિશય વડાઈ ન કરું, માટે મને શિક્ષા આપવા માટે શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો કે, જેથી હું અતિશય વડાઈ ન કરું.


અને તેમણે મને કહ્યું છે, “તારે માટે મારી કૃપા બસ છે; કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે, એ માટે ઊલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ.


વળી આ બાબતમાં હું મારો અભિપ્રાય આપું છું, કેમ કે તે તમારે માટે યોગ્ય છે, કારણ કે એક વરસ ઉપર તમે માત્ર [એ કામ] કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહિ, પણ એ કામ કરવાની તમારી ઇચ્છા પણ હતી.


કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો નથી કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી [પામ્યો છું].


પ્રકટીકરણદ્વારા [આજ્ઞા મળ્યાથી] હું ગયો. અને જે સુવાર્તા હું વિદેશીઓમાં પ્રગટ કરું છું, તે મેં તેઓને કહી સંભળાવી, પણ જેઓ પ્રતિષ્ઠિત હતાં તેઓને ખાનગી રીતે [કહી સંભળાવી] , રખેને હું અમથો દોડું અથવા દોડયો હોઉં.


અને પ્રકટીકરણથી તેમણે મને મર્મ જણાવ્યો તે વિષે, તમે કદાચ સાંભળ્યું છે, તે વિષે મેં અગાઉ ટૂંકમાં લખ્યું.


કેમ કે અમે પ્રભુનાં વચનથી તમને કહીએ છીએ કે, પ્રભુના આવતાં સુધી આપણામાંનાં જેઓ જીવતાં રહેનારાં છે, તેઓ ઊંઘેલાઓની પહેલાં જનારાં નથી.


વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે, ને જે સાચા છે તેમને ઓળખવા માટે તેમણે આપણને સમજણ આપી છે. અને જે સાચા છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, એમનામાં આપણે છીએ. એ જ ખરા ઈશ્વર છે, તથા અનંતજીવન છે.


Lean sinn:

Sanasan


Sanasan