Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 11:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? (હું કોઈએક ઘેલા માણસની જેમ બોલું છું કે, ) હું [તેઓના કરતાં] વિશેષ છું; કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડયો છું, વધારે વખત હદબહાર ફટકા ખાધા છે, અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? જો કે હું પાગલ જેવો લાગું, છતાં કહીશ કે, તેમના કરતાં હું ચડિયાતો સેવક છું! મેં સખત ક્મ કર્યું છે, વધુ વખત જેલમાં રહ્યો છું, ઘણીવાર મને ફટકા પડયા છે અને ઘણીવાર હું મરણની સાવ નજીક પહોંચ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 શું તેઓ ખ્રિસ્તનાં સેવકો છે? હું મૂર્ખની માફક બોલું છું હું તેઓના કરતાં વિશેષ છું. કેમ કે મેં વધારે સેવા કરી છે; વધુ પ્રમાણમાં જેલવાસ કર્યો છે; વધારે વખત ગણતરી વિનાનાં ફટકાનો માર ખાધો છે; વારંવાર મૃત્યુના મુખમાં ધકેલાયો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 શું તે લોકો ખ્રિસ્તની સેવા કરે છે? હું તેની વધારે સેવા કરું છું. (હું આમ બોલવામાં ઘેલો છું.) મેં પેલા લોકો કરતાં વધારે સખત પરિશ્રમ કર્યો છે. ધણીવાર હું જેલમાં પૂરાયો છું. હું ઘણો માર ખાઈને ઘાયલ થયો છું. હું ધણીવાર લગભગ મૃતઃપ્રાય બન્યો છું.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 11:23
43 Iomraidhean Croise  

યર્મિયાએ બારુખને આજ્ઞા આપી કે, હું તો કેદમાં પડયો છું. હું યહોવાના મંદિરમાં જઈ શકતો નથી.


પણ અત્યોંખ તથા ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા. તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરો માર્યા, અને તે મરી ગયો છે એવું ધારીને તેઓ તેને શહેર બહાર ઘસડી લઈ ગયા.


માત્ર હું એટલું જ [જાણું છું] કે, દરેક શહેરમાં પવિત્ર આત્મા મને એવી સાક્ષી આપે છે કે બંધનો તથા સંકટો તારી રાહ જુએ છે.


તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, અને [તેનાથી] પોતાના હાથ પગ બાંધીને કહ્યું, “પવિત્ર આત્મા કહે છે કે, જે માણસનો આ કમરબંધ છે તેને યરુશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને વિદેશીઓના હાથમાં સોંપશે.”


તેઓ ત્યાં ઘણા દિવસ રહ્યાં. પછી ફેસ્તસે પાઉલ સંબંધીની વાત રાજાને જાહેર કરીને કહ્યું, “ફેલિકસ એક બંદીવાનને મૂકી ગયો છે.


અમારે જળમાર્ગે ઇટાલી ઊપડી જવું એવો ઠરાવ થયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક બંદીવાનોને પાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યા.


અમે રોમ આવ્યા, ત્યારે [સૂબેદારે બંદીવાનોને ચોકી કરનાર સરદારને સ્વાધીન કર્યા, પણ] પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે જુદા રહેવાની રજા મળી.


[પાઉલ] પોતાના ભાડાના ઘરમાં પૂરાં બે વરસ રહ્યો, અને જેઓ તેને ત્યાં આવતા તેઓ સર્વનો તે આદરસત્કાર કરતો હતો.


કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુ:ખ સહન કરવું પડશે, એ હું તેને બતાવીશ.”


લખેલું છે, “તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ. કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.”


પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; અને તેમની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી; પણ તેઓ સર્વના કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ, પણ ઈશ્વરની જે કૃપા મારા પર હતી તેણે.


તો આપોલાસ કોણ છે? અને પાઉલ કોણ છે? તેઓ સેવકો જ છે કે જેઓ દ્વારા તમે વિશ્વાસ કર્યો; જેમ દરેકને પ્રભુએ [દાન] આપ્યું તેમ [તેઓએ સેવા કરી].


દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો તથા ઈશ્વરના મર્મોના કારભારીઓ ગણવા.


છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા ઉઘાડા છીએ, અને ધકકા ખાઈએ છીએ, અને અમારી પાસે રહેવાને ઘરબાર નથી.


કેમ કે મને તો એમ લાગે છે કે હવે ઈશ્વરે સહુથી છેલ્લા અમને પ્રેરિતોને મરણદંડ પામનારાના જેવા આગળ ધર્યા છે, કેમ કે અમે જગતની, દૂતોની તથા માણસોની નજરે તમાશા જેવા થયા છીએ.


તમે માત્ર બહારનો દેખાવ જુઓ છો. હું ખ્રિસ્તનો છું એવો જો કોઈને પોતાને વિષે ભરોસો હોય તો તેણે ફરીથી એવો પોતાના મનમાં વિચાર કરવો કે, જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તના છીએ.


કેમ કે એ સહુથી ઉત્તમ પ્રેરિતો કરતાં હું પોતાને કોઈપણ પ્રકારે ઊતરતો ગણતો નથી.


વળી તેમણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે. અક્ષરના [સેવકો] તો નહિ, પણ આત્માના : કેમ કે અક્ષર મૃત્યુકારક છે, પણ આત્મા જીવનદાયક છે.


કેમ કે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ, જેથી ઈસુના જીવનને પણ અમારા મર્ત્યદેહમાં પ્રગટ કરવામાં આવે.


અજાણ્યા જેવા છતાં બહુ જાણીતા હોઈને; જાણે મરતા હોઈએ એવા છતાં. જુઓ, અમે તો જીવતા છીએ. શિક્ષા પામેલાંઓના જેવા છતાં મારી નંખાયેલા નથી.


હવેથી કોઈ મને તસ્દી ન આપે, કેમ કે મારા શરીર પર પ્રભુ ઈસુનાં ચિહ્નોની છાપ મારેલી છે.


એ કારણથી હું પાઉલ, તમ વિદેશીઓની માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન,


એ માટે હું, પ્રભુને માટે બંદીવાન, તમને વિનંતી કરું છું કે, તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો.


અને જેમ બોલવું ઘટારત છે, તેમ હિંમત રાખીને હું બોલું,


કેમ કે ખ્રિસ્તને લીધે જે મારાં બંધનો છે તે આખા રાજયદરબારમાં તથા બીજે બધે સ્થળે પ્રસિદ્ધ થયાં


પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર પેયાર્પણ તરીકે રેડાઉં છું, તો હું આનંદ પામું છું, ને તમ સર્વની સાથે પણ હરખાઉં છું.


તમારે માટે મારા પર જે દુ:ખો પડે છે તેમાં હું હમણાં આનંદ પામું છું, અને ખ્રિસ્તનાં સંકટોમાંની જે ન્યૂનતા હોય તે હું, તેમનું શરીર જે મંડળી છે તેની ખાતર મારા શરીર દ્વારા પૂરી કરું છું.


એને માટે હું પણ તેમની પ્રેરણાશક્તિ જે બળથી મારામાં પ્રેરણા કરે છે, તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું.


અને અમે અમારા ભાઈ તથા ખ્રિસ્તની સુવાર્તામાં ઈશ્વરના સેવક તિમોથીને તમને દઢ કરવાને તથા તમારા વિશ્વાસમાં તમને ઉત્તેજન આપવાને મોકલ્યો,


આ વાતો તરફ ભાઈઓનું ધ્યાન ખેંચવાને તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ, અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે, તેઓથી તારું પોષણ થશે.


પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો, કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું, અને મારાં બંધનને લીધે તે શરમાયો નહિ.


માટે આપણા પ્રભુની સાક્ષી વિષે, અને હું જે તેનો બંદીવાન છું, તેના વિષે તું શરમાઈશ નહિ. પણ સુવાર્તાને લીધે ઈશ્વરના સામર્થ્ય પ્રમાણે મારી સાથે દુ:ખ ભોગવ.


તે [સુવાર્તા] ને લીધે હું ગુનેગારની જેમ બંદીખાનામાં પડતાં સુધીનું દુ:ખ વેઠું છું; પણ ઈશ્વરની વાત બંધનમાં નથી.


ધ્યાનમાં રાખીને તથા મને જે સતાવણી થઈ તથા દુ:ખો પડયાં, અને અંત્યોખમાં, ઈકોનિયામાં તથા લુસ્‍ત્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો. પણ આ બધાં દુ:ખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો.


તોપણ હું પાઉલ વૃદ્ધ તથા હમણાં ખ્રિસ્ત ઈસુનો બંદીવાન હોવાથી બીજી રીતે, એટલે પ્રેમપૂર્વક, તને વિનંતી કરું છું.


કેમ કે જેઓ બંધનમાં હતા તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી, અને તમારી માલમિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી તે સહન કર્યું, કેમ કે એ કરતાં વિશેષ સારું અને અક્ષય ધન તમારે માટે [સ્‍વર્ગમાં] છે, એ તમે જાણતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan