Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 11:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કેમ કે જો કોઈ તમને ગુલામ બનાવે, જો કોઈ તમારું [સર્વસ્વ] ખાઈ જાય, જો કોઈ તમને સપડાવે, જો કોઈ પોતાને મોટો મનાવે, જો કોઈ તમને મોં પર મારે, તો તમે તેનું સહન કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 તમને તો કોઈ હુકમ કરે, તમારો લાભ ઉઠાવે, તમને સકંજામાં લે, તમારા પ્રત્યે ઘૃણા દાખવે કે ગાલ પર તમાચો મારે, તો પણ તમે તેને સહન કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 કેમ કે જો કોઈ તમને ગુલામ બનાવે, જો કોઈ તમારું ખાઈ જાય, જો કોઈ તમને સપડાવે, જો કોઈ પોતાને મોટો કરે, જો કોઈ તમને તમાચો મારે, તો તમે તેનું સહન કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 હું જાણું છું કે, તમે ધીરજવાન છો, કારણ કે જે માણસ તમને અમુક વસ્તુ કરવાની ફરજ પાડે છે અને તમારો લાભ લે છે. તેની સાથે પણ તમે ધીરજ ધરો છો. જે વ્યક્તિ તમને છેતરે, અથવા જે એમ માને કે તે તમારા કરતા સારો છે અથવા તમને મોંઢાં પર મારે તેની સાથે પણ તમે ધીરજવાન છો!

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 11:20
19 Iomraidhean Croise  

મેં મારનારની આગળ મારી પીઠ, તથા વાળ ખેંચી કાઢનારાની આગળ મારા ગાલ ધર્યા; અપમાન તથા થૂ કરતા છતાં મેં મારું મુખ ઢાંકી દીધું નહિ.


જે તેને મારે છે તેની તરફ તે પોતાનો ગાલ ધરે; તે અપમાનથી ભરપૂર થાય.


તેઓ વિધવાઓનાં ઘર ખાઈ જાય છે, ને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓને વિશેષ સજા મળશે.”


જે કોઈ તને એક ગાલ પર તમાચો મારે, તેની આગળ બીજો પણ ધર. વળી જે તારો ડગલો લઈ લે, તેનાથી તારું પહેરણ પણ પાછું રાખતો ના.


છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા ઉઘાડા છીએ, અને ધકકા ખાઈએ છીએ, અને અમારી પાસે રહેવાને ઘરબાર નથી.


તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદના સહાયકારીઓ છીએ; કેમ કે વિશ્વાસથી તમે દઢ રહો છો.


અમે વિતંડાવાદોને તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ, અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.


પણ મને ભય લાગે છે, રખેને જેમ સર્પે પોતાના કપટથી હવાને ભુલાવી, તેમ ખ્રિસ્તમાં જે નિખાલસપણું તથા પવિત્રતા છે તે [તજીને] તમારાં મન હરકોઈ રીતે ભ્રષ્ટ થાય.


પણ તમે ભલે એમ ધારો કે મેં પોતે તમારા પર બોજો ન નાખ્‍યો, પણ ચતુર હોવાથી મેં તમને કપટથી ફસાવ્યા.


ગુપ્ત રીતે [મંડળી] માં દાખલ થયેલા [દંભી] ભાઈઓ તેની સુન્‍નત કરાવવા માગતા હતા, તેઓ તો ખ્રિસ્ત ઈસુમાં આપણી જે સ્વતંત્રતા છે, તેની બાતમી કાઢવા માટે ગુપ્ત રીતે અંદર આવ્યા હતાં કે, જેથી તેઓ આપણને દાસત્વમાં લાવે.


હવે હાગાર તો [જાણે] અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે, અને તે હાલના યરુશાલેમને લાગુ પડે છે, કેમ કે તે પોતાનાં છોકરાં સહિત દાસત્વમાં છે.


એ પ્રમાણે આપણે પણ જયારે બાળક હતા, ત્યારે જગતનાં તત્ત્વોને તાબે રહીને દાસત્વમાં હતા.


પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા ખરું કહેતાં ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળાં તથા નિર્માલ્ય જેવાં તત્વોના દાસત્વની ફરીથી ઇચ્છા રાખીને, તેઓની તરફ બીજી વાર શા માટે ફરો છો


ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને માટે સ્વતંત્ર કર્યા; માટે દઢ રહો, અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ.


તમારે વિષે પ્રભુમાં મને ભરોસો છે કે તમે બીજા મતના નહિ થશો; પણ તમને ગૂંચવણમાં નાખનાર જે કોઈ હશે તે શિક્ષા પામશે.


દેહ વિષે જેટલા સારા દેખાવા ચાહે છે, તેટલા ખ્રિસ્તના વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્‍નત કરાવવાની ફરજ પાડે છે.


વિનાશ તેઓનો અંત, ઉદર તેઓનો દેવ અને શરમમાં તેઓનું અભિમાન છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.


કેમ કે તમે જાણો છો કે, અમે કદી ખુશામતનાં વચનો બોલ્યા નહોતા, તેમ જ ઢોંગ કરીને દ્રવ્યનો લોભ કર્યો નહોતો [તે વિષે] ઈશ્વર સાક્ષી છે.


Lean sinn:

Sanasan


Sanasan