Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 10:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કેમ કે તેઓ કહે છે કે, તેના પત્રો વજનદાર તથા સબળ છે; પણ તે પોતે શરીરે નબળો, ને તેનું બોલવું દમ વગરનું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 કોઈ કહેશે, “પાઉલના પત્રો કડક અને અસરકારક હોય છે, પણ જ્યારે તે રૂબરૂ હાજર હોય છે, ત્યારે તે નબળો હોય છે અને તેના શબ્દો દમ વગરના હોય છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 કેમ કે તેઓ કહે છે કે, ‘તેના પત્રો ભારે તથા કડક છે; પણ તે પોતે શરીરે નબળો અને તેનું બોલવું દમ વગરનું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 કેટલાએક લોકો કહે છે કે, “પાઉલના પત્રો શક્તિશાળી અને મહત્વના છે. પરંતુ જ્યારે તે અમારી પાસે હોય છે, ત્યારે તે નિર્બળ હોય છે. અને તેની વાણીમાં કશુંજ નથી.”

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 10:10
13 Iomraidhean Croise  

અને મૂસાએ યહોવાને કહ્યું, “હે પ્રભુ, અત્યાર સુધી, વળી તમે તમારા દાસ સાથે વાત કરી ત્યાર પછી પણ, હુમ તો વક્તા નથી; કેમ કે હું બોલવામાં ધીમો છું, ને મારી જીભ મંદ છે”


ત્યારે મેં કહ્યું, “ઓ પ્રભુ યહોવા! મેન તો બોલતા આવડતું નથી; કારણ કે હું [હજી] બાળક છું.”


કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહિ, પણ સુવાર્તા પ્રગટ કરવા માટે, ખ્રિસ્તે મને મોકલ્યો. [એ કામ] વિદ્ધતાથી ભરેલા ભાષણથી નહિ, રખેને ખ્રિસ્તનો વધસ્તંભ વ્યર્થ જાય.


કેમ કે જ્યારે (ઈશ્વરે પોતાના જ્ઞાન પ્રમાણે [નિર્માણ કર્યું હતું તેમ] ) જગતે પોતાના જ્ઞાન વડે ઈશ્વરને ઓળખ્યા નહિ, ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા દ્વારા વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું ઈશ્વરને પસંદ પડયું.


હવે હું પાઉલ પોતે ખ્રિસ્તની નમ્રતા તથા કોમળતાની ખાતર તમારી આજીજી કરું છું. હું તમારી પાસે હાજર હોઉં છું ત્યારે દીન છું, પણ દૂર હોઉં છું ત્યારે તમારી તરફ હિંમતવાન છું.


એવું બોલનારે સમજવું જોઈએ કે અમે દૂર હોવા છતાં પત્રોમાં લખેલી બાબતથી જેવા દેખાઈએ છીએ તેવા જ, હાજર થઈશું ત્યારે, કામથી પણ દેખાઈશું.


હું તમને પત્રોદ્વારા ડરાવનાર જેવો ન દીસું, એ હેતુથી [હું આ લખું છું].


જાણે કે અમે નિર્બળ હોઈએ, એમ પોતાને વખોડનાર તરીકે હું આ બોલું છું. પણ જે કોઈ પણ બાબતમાં કોઈ હિંમતવાન છે તેમાં હું પણ હિંમતવાન છું (આ તો હું મૂર્ખતાથી બોલું છું).


પણ જો કે બોલવામાં પ્રવીણ ન હોઉં, તોપણ જ્ઞાનમાં હું અપૂર્ણ નથી. બલકે [તે બાબત] સર્વ પ્રકારે અમે તમારા પ્રત્યે બધાની આગળ પ્રગટ કરી બતાવી છે.


કારણ કે ખ્રિસ્ત જે મારા દ્વારા બોલે છે તેની સાબિતી તમે માગો છો; તે તમારા પ્રત્યે અબળ નથી, પણ તમારા પ્રત્યે સમર્થ છે.


Lean sinn:

Sanasan


Sanasan