Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 1:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને જેમ તમે અમને કેટલેક દરજ્જે માન્ય કર્યા, તેમ અંત સુધી પણ માનશો કે, જેમ પ્રભુ ઈસુના દિવસોમાં તમે અમારા [અભિમાનનું કારણ છો] તેમ [તે દિવસોમાં] અમે પણ તમારા અભિમાનનું કારણ છીએ, એવી હું આશા રાખું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 હાલ તમે જે થોડુંઘણું સમજો છો તે તમે સંપૂર્ણ રીતે સમજશો; જેથી પ્રભુ ઈસુને દિવસે અમે જેમ તમારે માટે ગર્વ કરી શકીશું, તેમ તમે પણ અમારે માટે ગર્વ કરી શકશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જે રીતે તમે અમને સ્વીકાર્યાં, કે પ્રભુ ઈસુના પુનરાગમના જેમ તમે અમારા માટે, તેમ અમે તમારા માટે અભિમાનનું કારણ છીએ, તેવી આશા હું રાખું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જે રીતે અમારા વિષેની કેટલીક બાબતો તમે સમજી ચુક્યા છો. હું આશા રાખું છું કે તમે સમજશો કે તમે અમારા માટે ગર્વ અનુભવી શકો છો, એ જ રીતે જે રીતે, આપણા પ્રભુ ઈસુના પુનરાગમનને દિવસે અમે તમારા માટે ગર્વ અનુભવીશું.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 1:14
16 Iomraidhean Croise  

કેમ કે હે ભાઈઓ, (તમે પોતાને બુદ્ધિમાન ન સમજો, માટે) વિદેશીઓની સંપૂર્ણતા અંદર આવે ત્યાં સુધી ઇઝરાયલમાં કેટલેક ભાગે કઠિનતા થઈ છે, એ રહસ્ય વિષે તમે અજાણ્યા રહો, એવી મારી ઇચ્છા નથી.


વળી તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે નિર્દોષ માલૂમ પડો, એ માટે તે તમને અંત સુધી દઢ રાખશે.


કારણ કે પ્રથમ તો એ છે કે, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ભાગલા હોય છે એવું મારા સાંભળવામાં આવે છે, અને એ થોડેઘણે અંશે ખરું છે એમ પણ હું માનું છું.


ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારે વિષે મારું જે અભિમાન છે, તેની પ્રતિજ્ઞા લઈને કહું છું કે, હું દરરોજ મૃત્યુ [ના ભય] માં છું.


પણ જો કોઈએ ખેદ પમાડયો હોય, તો તે મને નહિ, પણ કેટલેક દરજ્જે (કેમ કે તે પર હું વિશેષ ભાર મૂકવા ચાહતો નથી) તમો સર્વને તેણે ખેદ પમાડયો છે.


અમે ફરીથી તમારી આગળ પોતાનાં વખાણ કરતાં નથી, પણ જેઓ હ્રદયમાં નહિ, પણ બહારનો ડોળ રાખીને અભિમાન કરે છે, તેઓને ઉત્તર આપવાનું [સાધન] તમારી પાસે હોય, એ માટે અમારે વિષે તમને અભિમાન કરવાનો પ્રસંગ આપીએ છીએ.


કેમ કે તમારી ઝંખના હું જાણું છું. એ બાબત હું મકદોનિયાના લોકોની આગળ તમારે લીધે અભિમાન કર્યા કરું છું કે, અખાયા એક વરસથી તૈયાર છે; અને તમારી ઉત્કંઠાથી ઘણાને ઉત્તેજન મળ્યું છે.


જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો, અને એમ તમે ખ્રિસ્તના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ.


જેથી તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિષેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય.


જેમણે તમારામાં સારા કામનો આરંભ કર્યો તે, ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.


જેથી ખ્રિસ્તના દિવસમાં મને એવું અભિમાન કરવાનું કારણ મળે કે હું વૃથા દોડયો નથી અને મેં વૃથા‍‍ શ્રમ કર્યો નથી.


માટે મારા પ્રિય તથા ઇષ્ટ ભાઇઓ, મારા આનંદ તથા મુગટરૂપ, એવી જ રીતે પ્રભુમાં સ્થિર રહો, મારા પ્રિય [ભાઈઓ].


એ માટે કે જ્યારે આપણા પ્રભુ ઈસુ પોતના સર્વ સંતોની સાથે આવશે, ત્યારે ઈશ્વર આપણા પિતાની હજૂરમાં, તે તમારાં હ્રદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દઢ કરે.


હવે શાંતિના ઈશ્વર પોતે તમને પૂરા પવિત્ર કરો. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતાં સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ [તથા] નિર્દોષ રાખવામાં આવો.


Lean sinn:

Sanasan


Sanasan