૨ કાળવૃત્તાંત 7:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 જ્યારે અગ્નિ ઊતર્યો ને મંદિર ઉપર યહોવાનું ગૌરવ દેખાયુ, ત્યારે સર્વ ઇઝરાયલી લોકો તે જોઈ રહ્યા હતા. તેઓએ ફરસબંધી પર પોતાનાં મુખ ભૂમી સુધી નમાવીને ભજન કર્યું, ને યહોવાની આભારસ્તુતિ કરી, [ને કહ્યું] , “તે ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ [ટકે] છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 આકાશમાંથી અગ્નિ પડતો જોઈને અને મંદિરને ગૌરવથી ભરાઈ ગયેલું જોઈને ઇઝરાયલી લોકોએ ફરસબંધી પર ધૂંટણિયે પડીને પોતાનાં મુખ નમાવીને ભજન કર્યું અને પ્રભુની સ્તુતિ કરતાં કહ્યું, “પ્રભુ દયાળુ છે; તેમનો પ્રેમ સનાતન છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ઇઝરાયલના સઘળા લોકોએ અગ્નિને ઊતરતો અને ઈશ્વરના ગૌરવને સભાસ્થાન ઉપર સ્થિર થતો જોયો. તેઓએ માથું નમાવીને સાષ્ટાંગ પ્રણામ કરીને સ્તુતિ કરી અને ઈશ્વરનો આભાર માન્યો. તેઓએ કહ્યું, “કેમ કે તે ઉત્તમ છે, તેમના કરારને તે હંમેશા નિભાવી રાખે છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ3 તમામ ઇસ્રાએલીઓએ અગ્નિને ઉતરતો અને યહોવાના ગૌરવને મંદિર ઉપર સ્થિર થતો જોઇને ફરસબંદી ઉપર લાંબા થઇને પ્રણામ કર્યા. અને યહોવાનો આભાર માન્યો, અને એમ કહ્યું, “તે ભલાઇનો ભંડાર છે, તેની કરૂણા શાશ્વત છે.” Faic an caibideil |
અને જ્યારે રણશિંગડાંવાળાએ તથા ગાનારાઓએ યહોવાની સ્તુતિ કરવા તથા આભાર માનવા માટે ઉચ્ચ સ્વરથી એક સરખો આવાજ કર્યો; અને જ્યારે તેઓએ રણશિંગડાંથી, ઝાંઝોથી તથા વાજિંત્રોથી મોટો નાદ કાઢ્યો, ને યહોવાની સ્તુતિ કરીને કહ્યું, “તે સારા છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ [ટકે] છે.” તે વખતે યહોવાનું મંદિર મેઘથી ભરાઈ ગયું,
હર્ષ તથા આનંદનો સ્વર, વરકન્યા [ના વિનોદ] નો સ્વર; અને ‘સૈન્યોના [ઈશ્વર] યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા સારા છે, ને તેમની કૃપા સદાકાળ [ટકે] છે, ’ એવું કહેનારાઓનાઓ સ્વર, અને યહોવાના મંદિરમાં આભારાર્થાર્પણો લાવનારાઓનો સ્વર હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવા કહે છે.