Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 7:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જ્યારે સુલેમાન પ્રાર્થના કરી રહ્યો ત્યારે આકાશથી અગ્નિએ ઊતરીને દહનીયાર્પણ તથા બલિદાન ભસ્મ કર્યા. અને યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 શલોમોને તેની પ્રાર્થના પૂરી કે આકાશમાંથી અગ્નિએ પડીને દહનબલિ તથા બલિદાનો ભસ્મ કરી દીધાં અને પ્રભુના ગૌરવની હાજરીથી મંદિર ભરાઈ ગયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જયારે સુલેમાન પ્રાર્થના પૂરી કરી રહ્યો ત્યારે આકાશમાંથી અગ્નિએ ઊતરીને દહનીયાર્પણ તથા બલિદાન ભસ્મ કર્યાં અને ઈશ્વરના ગૌરવથી સભાસ્થાન ભરાઈ ગયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 સુલેમાને પ્રાર્થના પૂરી કરી એટલે આકાશમાંથી અગ્નિએ ઊતરીને દહનાર્પણ અને હોમબલિઓને ભસ્મીભૂત કર્યા અને યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 7:1
26 Iomraidhean Croise  

અને એમ થયું કે, સૂર્ય આથમતાં અંધારું થયું, ત્યારે જુઓ, એક ધુમાતી સગડી તથા બળતી મશાલ એ કકડાઓની વચમાં થઈને ગઈ.


અને તમે તમારા દેવને નામે વિનંતી કરજો ને હું યહોવાને નામે વિનંતી કરીશ; અને જે દેવ અગ્નિ દ્વારા ઉત્તર આપે તેને જ ઈશ્વર માનવો.” સર્વ લોકોએ ઉત્તર આપ્યો, “એ વાત તો ઠીક છે.”


ત્યારે યહોવાના અગ્નિએ પડીને દહનીયાર્પણ, લાકડાં, પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યાં, ને ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું.


અને સુલેમાન યહોવાના મંદિરનું તથા રાજાના મહેલનું બાંધકામ, અને જે જે કરવાની સુલેમાનની ઇચ્છા હતી, તે સર્વ કરી રહ્યો ત્યારે એમ થયું કે,


ત્યાં દાઉદે યહોવાને માટે વેદી બાંધી, ને દહનીયાર્પણો તથા શાત્યર્પણો ચઢાવ્યાં, ને યહોવાને વિનંતી કરી. યહોવાએ દહનીયાર્પણની વેદી ઉપર આકાશમાંથી અગ્નિ મોકલીને તેને ઉત્તર આપ્યો.


હે યહોવા, તમારા મંદિરનું આંગણું તથા તમારા ગૌરવવાળી જગા મને પ્રિય લાગે છે.


અને આખા સિનાઈ પર્વત ઉપર ધુમાડો થયો; કેમ કે યહોવા તે પર અગ્નિ દ્વારા ઊતર્યા; અને તે ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની માફક ચઢયો, ને આખો પર્વત બહુ કંપ્યો.


અને ત્યાં હું ઇઝરાયલી લોકોની મુલાકાત લઈશ; અને [મંડપ] મારા ગૌરવથી પવિત્ર થશે.


તેઓ હાંક મારે ત્યારે પહેલાં હું તેઓને ઉત્તર આપીશ; અને તેઓ હજી તો બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ.


પછી આત્મા મને ઊંચકીને અંદરના ચોકમાં લાવ્યો; અને જુઓ, યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું.


પછી તે મને ઉત્તર દરવાજાને માર્ગે મંદિરની આગળ લાવ્યો. હું જોઈ રહ્યો, તો જુઓ, યહોવાના ગૌરવથી યહોવાનું મંદિર ભરાઈ ગયું હતું; અને હું ઊંધો પડ્યો.


હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો, અને મારાં તથા મારા ઇઝરાયલ લોકોનાં પાપ કબૂલ કરતો હતો, ને મારા ઈશ્વરના પવિત્ર પર્વતને માટે મારા ઈશ્વર યહોવાની આગળ મારી અરજ ગુજારતો હતો.


ત્યારે જેમ પ્રાચીન કાળમાં તથા અસલનાં વર્ષોમાં યહૂદિયા તથા યરુશાલેમનાં અર્પણ [પસંદ પડતાં હતાં] , તેમ તેઓ યહોવાને પસંદ પડશે.


તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરની વાત હિંમતથી બોલવા લાગ્યા.


નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી; કેમ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે, અને હલવાન તેનો દીવો છે.


ત્યારે યહોવાના દૂતે પોતાના હાથમાંની છડી લંબાવીને તે માંસ તથા બેખમીર રોટલીને અડકાડી. અને ખડકમાંથી અગ્નિએ નીકળીને તે માંસ તથા બેખમીર રોટલીને ભસ્મ કર્યા. અને યહોવાનો દૂત અંતર્ધાન થઈ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan