Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 26:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેણે ચઢાઈ કરીને પલિસ્તીઓની વિરુદ્ધ વિગ્રહ મચાવ્યો, ને ગાથનો, યાબ્નેનો તથા આશ્દોદનો કોટ તોડી પાડ્યા. તેણે આશ્દોદ પ્રાંતમાં તથા પલિસ્તીઓના દેશમાં નગરો બાંધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ઉઝિયાએ પલિસ્તીઓ પર આક્રમણ કર્યું. તેણે ગાથ, યાબ્ને અને આશ્દોદ નગરની દીવાલો તોડી પાડી અને આશ્દોદ નજીક અને બાકીના પલિસ્તીઓના પ્રદેશમાં કિલ્લેબંધીવાળાં નગરો બાંધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઉઝિયાએ પલિસ્તીઓ ઉપર ચઢાઈ કરીને ગાથ, યાબ્ને અને આશ્દોદનો કોટ તોડી પાડ્યો. તેણે આશ્દોદમાં અને પલિસ્તીઓના દેશમાં નગરો બંધાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેણે પલિસ્તીઓ ઉપર ચઢાઇ કરી ગાથ, યાબ્નેહ અને આશ્દોદની દીવાલો તોડી પાડી અને તેણે આશ્દોદની નજીક અને પલિસ્તીઓના બાકીના પ્રદેશમાં શહેરો બંધાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 26:6
12 Iomraidhean Croise  

ત્યાર પછી એમ થયું કે, દાઉદે પલિસ્તીઓને મારીને વંશ કર્યા; અને દાઉદે મેથેગ-આમ્મા પલિસ્તીઓના હાથમાંથી પડાવી લીધું.


દાઉદે પલિસ્તીઓને મારીને તેઓને વશ કર્યા, ને તેમના હાથમાંથી ગાથ તથા તેના કસબાઓ લઈ લીધાં.


યહોવાએ પલિસ્તીઓને અને કૂશીઓની પડોશમાં વસનાર આરબોને યહોરામની વિરુદ્ધ ઉશ્કેર્યા.


“હે સર્વ પલિસ્તીઓ, જે છડીએ તમને માર્યા તે ભાંગી ગઈ છે, એ માટે તમે હરખાશો નહિ; કેમ કે સાપના મૂળમાંથી નાગ નીકળશે, તે તેમાંથી ઊડણ સર્પ ઉત્પન્ન થશે.


આશૂરના રાજા સાર્ગોનના મોકલ્યાથી જે વર્ષે સેનાધિપતિ આશ્દોદ આવ્યો, ને આશ્દોદની સાથે લડીને તેણે એને જીતી લીધું;


હું આશ્દોદમાંથી રહેવાસીઓનો, ને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો સંહાર કરીશ.” પ્રભુ યહોવા કહે છે, “હું મારો હાથ એક્રોનની વિરુદ્ધ ફેરવીશ, ને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે.”


કાલ્નેમાં ચાલ્યા જઈને જુઓ. ત્યાંથી મોટા હમાથમાં જાઓ. પછી આગળ વધીને પલિસ્તીઓના ગાથમાં જાઓ. શું તેઓ આ રાજ્યાના કરતાં સારાં છે? અથવા શું તેમનો વિસ્તાર તમારા કરતાં વિશાળ છે?


અને તે સીમા ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ; અને શિક્કરોન સુધી તે સીમા દોરેલી હતી, ને આગળ વધીને બાલા પર્વત સુધી તે ગઈ, ને યાબ્નએલ સુધી પહોંચી; અને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો.


આશ્દોદ, તેનાં નગરો તથા તેનાં ગામો; ગાખાઅ, તેનાં નગરો તથા તેનાં ગામો; મિસરનું નાળું તથા મહા સમુદ્ર તથા [તેનો] કિનારો, ત્યાં સુધીનાં.


હવે ઈશ્વરનો કોશ પલિસ્તીઓના હાથમાં આવ્યો હતો, ને તેઓ તેને એબેન-એઝેરમાંથી આશ્દોદમાં લાવ્યા.


પણ યહોવાનો હાથ આશ્દોદીઓ પર ભારે હતો, ને તેમણે તેઓનો નાશ કર્યો, ને તેઓને એટલે આશ્દોદ તથા તેની સરહદમાં રહેનારાઓને, ગાંઠિયા રોગથી માર્યા.


Lean sinn:

Sanasan


Sanasan