૨ કાળવૃત્તાંત 26:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
10 તેણે અરણ્યમાં બુરજો બાંધ્યાં, ને ઘણા કૂવા ખોદાવ્યા, કેમ કે તેને નીચાણના પ્રદેશમાં તથા મેદાનમાં પણ ઘણાં ઢોરઢાંક હતાં. પર્વતોમાં તથા ફળદ્રુપ ખેતરોમાં તેણે પોતાના ખેડૂતો તથા દ્રાક્ષાવાડીઓમાં માળીઓ [રાખ્યા હતા] , કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો.
10 તેણે સપાટ પ્રદેશમાં કિલ્લેબંધીવાળાં બુરજો બંધાવ્યા અને ઘણાં ટાંકાઓ ખોદાવ્યાં, પશ્ર્વિમમાં શેફેલા પ્રદેશની ટેકરીઓ પર અને મેદાનોમાં તેની પાસે ઘણાં ઢોરઢાંક હતાં. તેને ખેતીવાડીનો શોખ હોઈ તેણે દ્રાક્ષવેલા રોપવા માળીઓને અને ફળદ્રુપ જમીનમાં ખેતી કરવા ખેડૂતોને ઉત્તેજન આપ્યું.
10 તેણે અરણ્યમાં બુરજો બાંધ્યાં અને ઘણાં કૂવા ખોદાવ્યા, કારણ કે તેની પાસે નીચાણના પ્રદેશમાં તેમ જ મેદાનમાં ઘણાં જાનવર હતાં. તેણે દ્રાક્ષવાડીઓ ઉગાડનાર ફળદ્રુપ ભૂમિમાં તથા પર્વતોમાં કામ કરનાર ખેડૂતો રાખ્યા હતા, કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો.
10 તેણે રણમાં પણ બુરજો બંધાવ્યા અને અનેક કૂવાઓ ખોદાવ્યા, કારણ, તેની પાસે નીચાણના પ્રદેશમાં તેમજ ઉચ્ચ પ્રદેશમાં ઘણાં ઢોરો હતાં. તેને ખેતીવાડીનો શોખ હતો, એટલે એણે દ્રાક્ષવાડીઓ ઉગાડનાર અને ફળદ્રૂપ ભૂમિમાં અને પર્વતીય પ્રદેશોમાં કામ કરનાર ખેડૂતો રાખ્યા હતા.
તારા સંદેશિયાઓ દ્વારા તેં યહોવાની નિંદા કરી છે. તેં કહ્યું છે કે, ‘મારા રથના જૂથ વડે હું પર્વતોનાં શિખર પર, લબાનોનનાં સૌથી અંદરના ભાગોમાં ચઢી આવ્યો છું; તેનાં ઊંચાં એરેજવૃક્ષોને તથા તેનાં ઉત્તમ દેવદારવૃક્ષોને હું કાપી નાંખીશ; અને હું તેના સૌથી છેવાડા ભાગમાં, [તથા] તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ.
તે ઉપરાંત ઉઝિયાને શૂરવીર યોદ્ધાઓનું એક સૈન્ય હતું, તે યેઇયેલ ચિટનીસ તથા માસેયા કારભારીએ ઠરાવેલી સંખ્યા પ્રમાણે, રાજાના સરદારોમાંના એકના, એટલે હાનાન્યાના હાથ નીચે ટોળીઓ પ્રમાણે લડવા નીકળી પડતા.
જો ગરીબો પર [થતા] જુલમને તથા દેશમાં ઇનસાફ તથા ન્યાયને ઊંધા વાળતા જોરજુલમને તું જુએ, તો તે વાતથી આશ્ચર્ય ન પામ; કેમ કે ઊંચાઓ કરતાં જે ઊંચો તે લક્ષ આપે છે; અને તેઓ કરતાં એક ઊંચો છે.
સવારે શાઉલને મળવાને શમુએલ પરોઢિયે ઊઠ્યો; અને શમુએલને એવી ખબર મળી કે, શાઉલ કાર્મેલમાં આવ્યો છે, ને જુઓ, તેણે પોતાને માટે એક કીર્તિસ્તંભ ઊભો કર્યો છે, ને ત્યાંથી પાછો વળીને તે આગળ ચાલીને ગિલ્ગાલમાં ઊતરી પડ્યો છે.