Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 2:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 વળી હિરામે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જમણે આકાશ તથા પૃથ્વી બનાવ્યા તેમને ધન્ય હો કે તેમણે દાઉદ રાજાને જ્ઞાની ને વિવેકબુદ્ધિ તથા સમજણથી ભરપુર એવો દીકરો આપ્યો છે કે, જે યહોવાને માટે મંદિર, તથા પોતાના રાજ્યને માટે મહેલ બાંધે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 આકાશ અને પૃથ્વીના સર્જનહાર ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! તેમણે દાવિદને જ્ઞાની, સમજુ અને બુદ્ધિશાળી પુત્ર આપ્યો છે, અને તે હવે પ્રભુને માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બાંધે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 આ ઉપરાંત, હીરામે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહની પ્રશંસા હો! તેમણે આકાશ તથા પૃથ્વી બનાવ્યાં અને તેમણે દાઉદ રાજાને જ્ઞાની, બુદ્ધિશાળી તથા સમજણથી ભરપૂર એવો દીકરો આપ્યો છે, જે ઈશ્વરના નામે સભાસ્થાન અને પોતાના માટે રાજમહેલ બંધાવનાર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હૂરામે વધુમાં લખ્યું છે, “ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! તેણે આકાશ અને પૃથ્વી બનાવ્યાં છે, અને રાજા દાઉદને જ્ઞાની, બુદ્ધિશાળી અને સમજુ પુત્ર આપ્યો છે, જે યહોવાને માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બંધાવનાર છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 2:12
21 Iomraidhean Croise  

હીરામે સુલેમાનની એ વાત સાંભળી ત્યારે એમ થયું કે તે ઘણો હરખાયો. તેણે કહ્યું, “આજે યહોવાને ધન્ય હો જો કે તેમણે આ મહાન પ્રજા પર [રાજ કરવા] દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે.”


આથી દાઉદે સર્વ લોકને કહ્યું, “યહોવા, તમારા ઈશ્વરને સ્તુત્ય માનો, ” ત્યારે સર્વ લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની સ્તુતિ કરી ને માથાં નમાવીને તેઓએ યહોવાનું તથા રાજાનું સન્માન કર્યું.


સુલેમાને યહોવાના નામને માટે મંદિર તથા પોતાના રાજ્યને માટે મહેલ બાંધવાનો ઠરાવ કર્યો.


મેં મારા પિતા હિરામના એક નિપુણ તથા બુદ્ધિમાન પુરુષને તમારી પાસે મોકલ્યો છે.


પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો છે; અને આકાશો તમારા હાથનું કામ છે.


મારા નિસાસાના કારણથી મારાં હાડકાંને મારી ચામડી વળગી ગઈ છે.


અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સરજનહાર યહોવાના નામમાં છે.


યહોવાના શબ્દ વડે આકાશો તથા તેમના મુખના શ્વાસ વડે તેઓનાં સર્વ સૈન્યો ઉત્પન્ન થયાં.


પણ યહોવા સત્ય ઈશ્વર છે; તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી કંપે છે, ને તેમનો ક્રોધ વિદેશીઓથી સહન થઈ શકતો નથી.


“ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકોની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.


સદગૃહસ્થો, તમે આવું કામ શા માટે કરો છો? અમે પણ તમારા જેવી પ્રકૃતિના માણસ છીએ, અને આ મિથ્યા વાતો તજી દઈને આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંનાં બધાંને ઉત્પન્‍ન કરનાર જીવતા ઈશ્વરની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.


તે સાંભળીને તેઓએ એકચિત્તે ઈશ્વરની આગળ મોટે સ્વરે કહ્યું, “ઓ પ્રભુ, આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા તેઓમાંનાં સર્વને ઉત્પન્‍ન કરનાર [તમે છો].


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાને ધન્યવાદ હો. તેમણે પોતે ઘણી દયા રાખીને મૂએલાંમાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને માટે,


અને જે સદાસર્વકાળ જીવંત છે, જેમણે આકાશ તથા તેમાં જે કંઈ છે તે, ને પૃથ્વી પર તથા તેમાં જે કંઈ છે તે, અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે સર્વને ઉત્પન્‍ન કર્યું, તેમના સમ ખાઈને તેણે કહ્યું, “હવે વિલંબ થશે નહિ.


“ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો. કેમ કે તમે સર્વને ઉત્પન્‍ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.”


Lean sinn:

Sanasan


Sanasan