Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 19:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તોપણ તારામાં કંઈક સારી વાતો માલૂમ પડી છે, કેમ કે તેં દેશમાંથી અશેરોથ કાઢી નાખી છે, ને ઈશ્વરને શોધવામાં તારું મન લગાડ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેમ છતાં તમારામાં કંઈક સારું છે. તમે દેશમાંથી અશેરા દેવીની બધી મૂર્તિઓ દૂર કરી છે અને ઈશ્વરની નિષ્ઠાપૂર્વક સેવાભક્તિ કરવામાં તમારું ચિત્ત પરોવ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તોપણ તારામાં કંઈક સારી બાબતો માલૂમ પડી છે, કેમ કે તેં દેશમાંથી અશેરોથ મૂર્તિને હઠાવી દીધી છે. અને ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહેવામાં તારું મન વાળ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જો કે તેં કેટલાંક સારાં કામો પણ કર્યા છે; તમે દેશમાંથી પૂજા-સ્તંભોનો નાશ કર્યો છે અને દેવની ઉપાસના કરવાનું મનથી ચાલુ રાખ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 19:3
16 Iomraidhean Croise  

અને સર્વ ઇઝરાયલ તેને માટે શોક કરશે, ને તેને દાટશે, કેમ કે યરોબામના કુટુંબમાંથી તે એકલો જ કબરમાં દટાવા પામશે. કારણ કે યરોબામના કુટુંબ પૈકી માત્ર તેનામાં જ ઇઝરાયલના ઈશ્વર યહોવા પ્રત્યે કંઇક સારી [વર્તણૂક] માલૂમ પડી છે.


તેઓની પાછળ ઇઝરાયલના સર્વ કુળોમાંથી જેઓએ ઇઝરાયલના ઈશ્વર યહોવાને શોધવામાં પોતાનાં અંત:કરણ લગાડ્યાં હતાં. તેઓ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની આગળ યજ્ઞ કરવા માટે યરુશાલેમ આવ્યા હતા.


જ્યારે તે દીન બની ગયો, ત્યારે યહોવાનો કોપ તેના પરથી ઊતર્યો; કેમ કે તે તેનો સંપૂર્ણ નાશ કરવા ચાહતા નહોતા. વળી યહોવાને યહૂદિયામાં પણ [કંઈક] સારી વર્તણૂક માલૂમ પડી.


તેણે દુષ્ટતા કરી, કેમ કે યહોવાની ભક્તિ કરવામાં તેણે મન લગાડ્યું નહિ.


વળી તેઓએ નવેસરથી કરાર કર્યા, “પોતાના ખરા અંત:કરણથી અને સંપૂર્ણ ભાવથી પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની ભક્તિ કરવી.


તે સોગનથી યહૂદિયાના સર્વ લોક હરખાયા, કેમ કે તેઓએ પોતાના ખરા અંત:કરણથી સોગન ખાધા હતાં, ને પોતાની સંપૂર્ણ ઇચ્છાથી યહોવાને શોધ્યાં. ને તેઓને મળ્યાં; અને તેમણે તેઓને ચારેતરફ શાંતિ આપી.


આથી યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો. અને તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પિટાવ્યો.


પરંતુ ઉચ્ચસ્થાનો કાઢી નાખવાનમાં આવ્યા નહિ, તેમ જ લોકો હજું સુધી પોતાના પિતૃઓના ઈશ્વર પર ખરા અંત:કરણથી ભરોસો રાખતા નહોતા.


તેણે અહાઝ્યાને શોધ્યો (તે તો સમરુનમાં સંતાઈ રહ્યો હતો, ) પણ યહૂના માણસોએ તેને ત્યાંથી પકડ્યો, ને તેને યેહૂની પાસે લાવીને તેને મારી નાખ્યો. તેઓએ તેને દાટ્યો, કેમ કે તેઓએ વિચાર્યું કે યહોશાફાટ કે જે પોતાના ખરા અંત:કરણથી યહોવાની શોધ કરતો હતો તેનો પુત્ર એ છે. હવે અહાઝ્યાના કુટુંબમાં રાજ્ય ચલાવી શકે એવો કોઈ રહ્યો નહોતો.


એમ યોથામ બળવાન થતો ગયો, કેમ કે તે પોતાના ઈશ્વર યહોવાના માર્ગમાં યથાર્થ રીતે ચાલ્યો.


“જેઓ ઈશ્વરની, એટલે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની શોધમાં પોતાનું અંત:કરણ લગાડે છે, તેઓ જોકે પવિત્રસ્થાનના શુદ્ધિકરણના નિયમ પ્રમાણે પવિત્ર થયા નહિ હોય તોપણ તે સર્વને કૃપાળુ યહોવા ક્ષમા કરો.


કેમ કે યહોવાના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં, તથા ઈઝરાયલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું.


હે ઈશ્વર, મારું હ્રદય દઢ છે, મારું હ્રદય દઢ છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ.


કેમ કે હું જાણું છું કે, મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું [મારામાં] નથી.


ત્યારે શમુએલે ઇઝરાયલના આખા ઘરને કહ્યું, “જો તમે તમારા પૂરા અંત:કરણથી યહોવા તરફ ફરતા હો, તો તમારામાંથી અન્ય દેવો તથા આશ્તારોથને કાઢી નાખો, ને તમારાં મન યહોવા તરફ વાળો, ને ફક્ત તેમની ઉપાસના કરો; એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે.”


Lean sinn:

Sanasan


Sanasan