Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 12:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જ્યારે રહાબામનું રાજ્ય સ્થિર થયું તથા પોતે બળવાન થયો, ત્યારે તેણે તથા તેની સાથે સર્વ ઇઝરાયલીઓએ યહોવાના નિયમનો ત્યાગ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 રાજા તરીકેની પોતાની સત્તા સંગીન થતાં રહાબામે અને તેના સર્વ લોકોએ પ્રભુના નિયમનો ત્યાગ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 અને એમ થયું કે, જયારે રહાબામનું રાજય સ્થિર થયું અને તે બળવાન બન્યો, ત્યારે તેણે તથા તેની સાથેના સર્વ ઇઝરાયલે ઈશ્વરના નિયમનો ત્યાગ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જ્યારે રહાબઆમનું રાજ્ય સ્થિર થયું અને તે બળવાન બન્યો, ત્યારે તેણે અને યહૂદાના કુળસમૂહે યહોવાની સંહિતાનો માર્ગ છોડી દીધો.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 12:1
22 Iomraidhean Croise  

પણ યહૂદિયાનાં નગરોમાં રહેનાર ઇઝરાયલી લોકો પર તો રહાબામે રાજ કર્યું.


સુલેમાનનો દીકરો રહાબામ યહૂદિયામાં રાજ કરતો હતો. રહાબામ રાજ કરવા લાગ્યો ત્યારે તે એકતાળીસ વર્ષનો હતો.યરુશાલેમ નગર જેને ઇઝરાયલના સર્વ કુળોમાંથી યહોવાએ પોતાનું નામ ત્યાં રાખવા માટે પસંદ કર્યું હતું, તેમાં તેણે સત્તર વર્ષ રાજ કર્યું. તેની માનું નામ નાઅમા હતું, તે અમ્મોની સ્ત્રી હતી.


અને તેઓ ઉત્તર આપશે, ‘તેઓના પિતૃઓને મિસર દેશમાંથી કાઢી લાવનાર તેઓના ઈશ્વર યહોવાને તજી દઈને તેઓએ અન્ય દેવોને સ્વીકાર્યાં, ને તેમની ભક્તિ કરી ને તેમની સેવા કરી, તે માટે યહોવા આ સર્વ હાનિ તેમના પર લાવ્યા છે.’”


યહૂદિયાએ પણ પોતાના ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળી નહિ, પણ ઇઝરાયલના કરેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા.


એ પ્રમાણે તેઓના આવવાથી યહૂદિયાનું રાજ્ય બળવાન થયું. તેઓએ ત્રણ વર્ષ સુધી સુલેમાનના પુત્ર રહાબામને બળવાન કર્યો; કેમ કે ત્રણ વર્ષ સુધી તેઓ દાઉદ તથા સુલેમાનને માર્ગે ચાલ્યા.


તે ડહાપણથી વર્ત્યો, ને તેણે પોતાના સર્વ દીકરાઓને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ પ્રાંતોના કિલ્લાવાળાં સર્વ નગરોમાં જુદા જુદા રાખ્યા; અને તેણે તેઓને ખાનપાનની પુષ્કળ સામગ્રી ભરી આપી. અને તેણે તેઓને ઘણી સ્ત્રીઓ પરણાવી.


“યહૂદિયાના રાજા સુલેમાનના પુત્ર રહાબાને તથા યહૂદિયા ને બિન્યામીનમાં રહેનારા સર્વ ઇઝરાયલીઓને કહે


રહાબામ રાજાએ યરુશાલેમમાં બળવાન થઈને રાજ કર્યું. તે રાજા થયો ત્યારે તે એકતાળીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમ નગર કે, જેને યહોવાએ પોતાનું નામ રાખવા માટે ઇઝરાયલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું હતું, ત્યાં સત્તર વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ નામાહ હતું, તે આમ્મોનેણ હતી.


તેઓએ પોતાના પોતૃઓના ઈશ્વર યહોવાના મંદિરને તજી દીધું, ને અશેરીમ તથા મૂર્તિઓની ઉપાસના કરી. તેઓના એ અપરાધને લીધે યહૂદિયા તથા યરુશાલેમ ઉપર ઈશ્વર કોપાયમાન થયા.


અરે! પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાએલા લોકો, પાપ કરનારાં સંતાન, વંઠી ગએલાં છોકરાં; તેઓએ યહોવાનો ત્યાગ કર્યો છે, તેઓએ ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ને ધિકકાર્યા છે, તેઓ વિમુખ થઈને પાછા [ફરી ગયા છે].


ઓ વંશ, તમે યહોવાનું વચન જુઓ. શું હું ઇઝરાયલને માટે વેરાન, તથા ઘોર અંધકારની ભૂમિરૂપ હતો? મારા લોક કેમ કહે છે, ‘અમે સ્વતંત્ર્ય થયા છીએ; ફરી તારી પાસે આવીશું નહિ?


એફ્રાઈમ બોલતો ત્યારે ધ્રૂજારી છૂટતી! તે ઇઝરાયલમાં સન્માન પામતો; પણ બાલની બાબતમાં તેણે અપરાધ કર્યો ત્યારે તે માર્યો ગયો.


કેમ કે ઓમ્રીના વિધિઓનું તથા આહાબના કુટુંબના સર્વ રીતરીવાજોનું પાલન કરવામાં આવ્યું છે, અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો; એથી હું તમને વેરાન કરીશ, ને તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ, અને તમારે મારા લોકો [હોવાનું] મહેણું સાંભળવું પડશે.”


પણ યશુરૂને પુષ્ટ થઈને લાત મારી; તું હ્રષ્ટપુષ્ટ થયો છે, તું જાડો થયો છે, તું સુવાળો થયો છે. ત્યારે જેમણે તેને બનાવ્યો તે યહોવાનો તેણે ત્યાગ કર્યો, અને પોતાના તારણના ખડકનો તિરસ્કાર કર્યો.


જેમણે તને પેદઅ કર્યો તે ખડક વિષે તને ભાન નથી, અને તને જન્મ આપનાર ઈશ્વરને તું ભૂલી ગયો છે.


યહોવાએ જે પ્રમાણે તેમને કહ્યું હતું, ને યહોવાએ તેઓની આગળ પ્રતિ લીધી હતી તે પ્રમાણે, જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં તેમની હાનિને માટે યહોવાનો હાથ તેમની વિરુદ્ધમાં હતો; અને તેઓ બહુ સંકટમાં આવી પડ્યા.


Lean sinn:

Sanasan


Sanasan