Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 1:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 આ લોકોને લગતી સર્વ બાબતોની વ્યવસ્થા હું કરી શકું, માટે મને ડહાપણ તથા વિવેકબુદ્ધિ આપો; કેમ કે તમારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તેથી આ લોકોને સર્વ બાબતોમાં દોરવણી આપી શકું તે માટે મને વિવેકબુદ્ધિ અને જ્ઞાન આપો; નહિ તો તમારી આ મહાન પ્રજા પર હું કેવી રીતે શાસન ચલાવી શકું?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હવે તમે મને ડહાપણ તથા જ્ઞાન આપો, કે જેથી હું આ લોકોનો ન્યાયાધીશ થઈ શકું. કારણ કે તમારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 હવે તમે મને ડહાપણ અને જ્ઞાન આપો, જેથી હું આ લોકોને દોરવણી આપી શકું, કારણ, આ તમારી મહાન પ્રજાને માર્ગદર્શન કોણ કરી શકે?”

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 1:10
14 Iomraidhean Croise  

ગતકાળમાં શાઉલ રાજા અમારા પર રાજ કરતા હતા, ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તે તમે જ હતા; અને યહોવાએ તમને કહ્યું હતું, ‘તું મારા લોક ઇઝરાયલને પાળશે, ને તું ઇઝરાયલ પર અધિપતિ થશે.’”


માટે તમારા લોકનો ન્યાય કરવા માટે મને તમારા સેવકને ડહાપણભર્યું હ્રદય આપો કે, જેથી ખરાખોટાનો ભેદ હું પારખી શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”


યહોવાએ તને ઇઝરાયલીઓ ઉપર અધિકારી ઠરાવ્યો છે, માટે તે તને વિવેકબુદ્ધિ તથા ડહાપણ આપો કે, તું તારા ઈશ્વર યહોવાના નિયમ પ્રમાણે ચાલે.


મને સમજણ આપો, એટલે હું તમારો નિયમ પાળીશ. હા, મારા ખરા હ્રદયથી તેને માનીશ.


તમારા હાથોએ મને ઘડ્યો તથા બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવાને માટે મને સમજણ આપો.


જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે; તેથી તે પ્રાપ્ત કર; તારી બધી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર.


મારા વડે રાજાઓ રાજ કરે છે, અને હાકેમો ન્યાય ચૂકવે છે.


જે તેઓની આગળ રહીને બહાર જાય ને તેઓની આગળ રહીને અંદર આવે, ને જે તેઓને બહર ચલાવે ને તેઓને અંદર લાવે, કે યહોવાના લોક પાળક વગરનાં ઘેટાંના જેવા થઈ ન જાય.”


પાછલાને અમે મોતની મૃત્યુકારક વાસરૂપ, ને આગલાને જીવનની જીવનદાયક વાસરૂપ છીએ. તો એ કર્યાને માટે કોણ યોગ્ય છે?


કોઈ પણ બાબત [નો નિર્ણય] અમારા પોતાનાથી થાય એવા અમે યોગ્ય નથી. અમારી યોગ્યતા ઈશ્વર તરફથી છે.


અને તેણે તેઓને કહ્યું, “હું આજે એકસો વીસ વર્ષની ઉંમરનો થયો છું. હું હવે પછી બહાર કે અંદર આવજા કરી શક્તો નથી. અને યહોવાએ મને કહ્યું છે કે, તું યર્દનને પાર જવા પામશે નહિ.


તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે, એટલે તેને તે આપવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan