Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 6:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જે ધન્ય તથા એકલા સ્વામી છે, તે રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે, તે નિર્મિત સમયે એ [પ્રગટ થવું] બતાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 ઈશ્વર સર્વોપરી સત્તાધીશ છે; રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. તે નિયત સમયે ઈસુને પ્રગટ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જેઓ સ્તુત્ય છે, એકલા જ સર્વોપરી, રાજકર્તાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે તેઓ યોગ્ય સમયે ઈસુનું પ્રગટ થવું બતાવશે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યોગ્ય સમયે એ ઘટના ઘટે એવું દેવ કરાવશે. જે ધન્ય તથા એકલો સ્વામી છે. જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 6:15
16 Iomraidhean Croise  

“આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રના શાસ્ત્રી એઝરા યજક જોગ, રાજાધિરાજ આર્તાહશાસ્તા. ક્ષેમકુશળ વગેરે.


પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


કેમ કે પરાત્પર યહોવા ભયાવહ છે; તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.


જેથી, તેઓ જાણે કે તમે, જેમનું નામ યહોવા છે તે તમે જ આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.


મારા વડે રાજાઓ રાજ કરે છે, અને હાકેમો ન્યાય ચૂકવે છે.


પણ યહોવા સત્ય ઈશ્વર છે; તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી કંપે છે, ને તેમનો ક્રોધ વિદેશીઓથી સહન થઈ શકતો નથી.


‘જે રાજાનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે, તે કહે છે, મારા જીવના સમ, [પર્વતોમાં] તાબોર પર્વત જેવો તથા સમુદ્ર પાસેના કાર્મેલ જેવો તે ખચીત આવશે.


તે મુદતને અંતે મેં નબૂખાદનેસ્સારે મારી આંખો આકાશ તરફ ઊંચી કરી, એટલે મારી સમજશક્તિ મારામાં પાછી આવી, ને મેં સર્વોચ્ચ ઈશ્વરને ધન્યવાદ આપ્યો, અને જે સર્વકાળ જીવે છે તેમની મેં સ્તુતિ કરી ને તેમને માન આપ્યું, કેમ કે તેમનો અધિકાર સદાકાળનો અધિકાર, ને તેમનું રાજ્ય પેઢી દરપેઢીનું છે.


અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. [કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન.]


કેમ કે યહોવા તમારા ઈશ્વર તે તો દેવોના ઈશ્વર તથા ધણીઓના ધણી, મોટા, પરાક્રમી તથા ભયાનક પરમેશ્વર છે. તે કોઈની આંખની શરમ રાખતા નથી, તેમ લાંચ પણ લેતા નથી.


સ્તુત્ય ઈશ્વરના મહિમાની સુવાર્તા જે મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય તેને માટે છે.


જે સનાતન યુગોનો રાજા, અવિનાશી, અદશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને સદાસર્વકાળ માન તથા મહિમા હો. આમીન.


જેમણે સર્વ માણસોના ઉદ્ધારને માટે પોતાનું સ્વાર્પણ કર્યું. એમની સાક્ષી નિર્માણ થયેલે સમયે [આપવામાં આવી હતી].


તેઓ હલવાનની સાથે લડશે, અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુઓના પ્રભુ તથા રાજાઓના રાજા છે. અને એમની સાથે જેઓ છે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ [પણ જીતશે].”


તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર “રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ” એવું નામ લખેલું છે.


Lean sinn:

Sanasan


Sanasan