Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 6:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જે ઈશ્વર સર્વને સજીવન કરે છે તેમની આગળ તથા ઈસુ ખ્રિસ્ત, જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની સમક્ષ હું તને આગ્રહપૂર્વક ફરમાવું છું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 સૌના જીવનદાતા ઈશ્વરની સમક્ષ અને પોંતિયસ પિલાતની સમક્ષ સારો એકરાર કરનાર ખ્રિસ્ત ઈસુ સમક્ષ હું તને આજ્ઞા કરું છું:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ઈશ્વર જે સઘળાંને જીવન આપે છે તેમની સમક્ષ તથા ખ્રિસ્ત ઈસુ જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની આગળ હું તને આગ્રહથી ફરમાવું છું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 દેવ અને ઈસુ ખ્રિસ્ત આગળ હું તને આજ્ઞા આપું છું. જ્યારે ખ્રિસ્ત ઈસુ પોંતિયુસ પિલાત આગળ ઊભો રહ્યો ત્યારે તેણે પણ આજ મહાન સત્ય કબૂલ કર્યુ હતું. અને પ્રત્યેકને જીવન આપનાર એક માત્ર એવો દેવ જ છે. હવે જે હું તને કહું છું:

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 6:13
22 Iomraidhean Croise  

અને ઈસુ હાકેમની આગળ ઊભા રહ્યા, ને હાકેમે તેમને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?” ત્યારે ઈસુએ તેને કહ્યું, “તમે પોતે કહો છો.”


પછી તેઓએ તેમને બાંધ્યા ને તેમને લઈ જઈને પિલાત હાકેમને સોંપ્યા.


ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.


ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઉપરથી તમને અપાયા વગર મારા પર તમને કંઈ પણ અધિકાર ન હોત. તેથી જેણે મને તમને સોંપ્યો તેનું પાપ વિશેષ છે.”


કેમ કે જેમ પિતા મરી ગયેલાંઓને ઉઠાડીને તેમને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ‍ ચાહે તેઓને સજીવન કરે છે.


કેમ કે જેમ પિતાને પોતામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું તેમણે આપ્યું.


તેમને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેમને કશાની ગરજ નથી. જીવન, ‍ શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે.


એટલે આ સેવા સંબંધી તમારી કસોટી થાય છે, અને ખ્રિસ્તની સુવાર્તા પ્રત્યે તમે આપેલી કબૂલાતને તમે આધીન રહો છો, અને તેઓને માટે તથા સર્વને માટે તમે પુષ્કળ દાન આપ્યાં છે, તેને લીધે તેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે.


કેમ કે તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઈશ્વરના દીકરા છો.


હવે જુઓ, એ તો હું, હા, હું જ તે છું, અને મારા વગર કોઈ ઈશ્વર નથી. હું મારું છું, ને હું જીવાડું છું; મેં ઘાયલ કર્યાં છે, ને હું સાજાં કરું છું; અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.


મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું, કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો.


આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા; એવા [પાપીઓ] માં હું મુખ્ય છું.


કેમ કે ઈશ્વર એક જ છે, અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ,


ઈશ્વર તથા ખ્રિસ્ત ઈસુ તથા પસંદ કરેલા દૂતોની સમક્ષ હું તને આજ્ઞા કરું છું. કે, મારુંતારું ન કરતાં નિષ્પક્ષપાતપણે આ આજ્ઞાઓનો અમલ કરજે.


વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર. એને માટે તને તેડવામાં આવ્યો છે, અને એને વિષે તેં ઘણા સાક્ષીઓની સમક્ષ સારી કબૂલાત કરી છે.


તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મૂએલાંમાંથી પ્રથમજનિત, અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે તેમના તરફથી, તમારા પર કૃપા તથા શાંતિ હોજો. જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી મુક્ત કર્યા,


તેમણે મને કહ્યું, “હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ.


ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે બતાવી.


લાઓદિકિયામાંની મંડળીના દૂતને લખ:જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિનું ઉદભવસ્થાન છે તે આ વાતો કહે છે:


યહોવા મારે છે, ને જીવતાં કરે છે: તે શેઓલ સુધી નમાવે છે, ને [તેમાંથી] બહાર કાઢે છે.


Lean sinn:

Sanasan


Sanasan