Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 5:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 માટે જુવાન [વિધવાઓ] પરણે, બાળકોને જન્મ આપે, ઘર ચલાવે, અને વિરોધીઓને નિંદા કરવાનું નિમિત્ત ન આપે, એવી મારી ઇચ્છા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 આથી જુવાન વિધવાઓ લગ્ન કરે, તેમને બાળકો થાય અને ઘરની સંભાળ રાખે તેવું હું ઇચ્છું છું. જેથી આપણા દુશ્મનો આપણું ભૂંડું બોલી શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 માટે હું ઇચ્છું છું કે જુવાન વિધવાઓ લગ્ન કરે, બાળકોને જન્મ આપે, ઘર સંભાળે અને શત્રુને ઠપકો આપવાની તક ના આપે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેથી હુ ઈચ્છુ છું કે જુવાન વિધવાઓ ફરીથી લગ્ન કરે, બાળકોને જન્મ આપે, અને પોતાનાં ઘરોની સંભાળ લે. જો તેઓ આમ કરશે, તો તેઓની ટીકા કરવા દુશ્મનો પાસે કોઈ યોગ્ય કારણ નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 5:14
19 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે સારાની પાસે તંબુમાં ઉતાવળે જઈને કહ્યું, “ત્રણ માપ મેંદો ઉતાવળે મસળ, ને રોટલી તૈયાર કર.”


પછી તેઓએ તેને કહ્યું, “તારી પત્ની સારા ક્યાં છે?” તેણે કહ્યું, “જુઓ, તે તંબુમાં છે.”


તોપણ આ કૃત્યથી તમે યહોવાના શત્રુઓને તેમની નિંદા કરવાનો મોટો પ્રસંગ આપ્યો છે, માટે જે દિકરો તમારે ત્યાં અવતર્યો છે તે નકકી મરી જશે.”


દરેક ડાહી સ્‍ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે; પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે.


સ્ત્રીઓ પરણો, દીકરાદીકરીઓને જન્મ આપો. તમારા દીકરાઓનાં લગ્ન કરાવો ને તમારી દીકરીઓને પરણાવો, જેથી તેઓને દીકરાદીકરીઓ થાય. અને ત્યાં તમે વધો, ઓછા ન થાઓ.


પેલા સરસૂબાઓ તથા સૂબાઓ રાજ્યની બાબતમાં દાનિયેલની વિરુદ્ધ બહાનું શોધી કાઢવાનો યત્ન કરવા લાગ્યા, પણ તેઓને કંઈ નિમિત્ત કે દોષ કાઢવાનું કારણ જડ્યું નહિ; કેમ કે તે વિશ્વાસુ હતો, ને તેનામાં કંઈ વાંક કે ગુનો માલૂમ પડ્યો નહિ.


તો હવેથી આપણે એકબીજાને દોષિત ઠરાવીએ નહિ. પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિશ્ચય કરવો, તે સારું છે.


પણ જેઓ લાગ શોધે છે તેઓને લાગ ન મળે તે માટે હું જે કરું છું તે કરીશ કે, જે બાબતમાં તેઓ અભિમાન કરે છે, તે બાબતમાં તેઓ અમારા જેવા જ જણાય.


એ માટે મારી ઇચ્છા છે કે, પુરુષો સર્વ સ્થળે રીસ તથા વાદવિવાદ વિના શુદ્ધ હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે.


તેઓ પરણવાની મના કરશે, અને વિશ્વાસીઓને તથા સત્ય જાણનારાઓને માટે જે ખોરાક આભારસ્તુતિ કરીને આહાર કરવા માટે ઈશ્વરે ઉત્પન્‍ન કર્યો, તેથી દૂર રહેવાનું કહેશે.


પણ જુવાન વિધવાઓનાં નામ ટીપમાં દાખલ કરવાં નહિ, કેમ કે તેઓમાં વિષયવાસના ઉત્પન્‍ન થયાથી તેઓ ખ્રિસ્તથી અલગ થઈને પરણવા ચાહે છે.


જેટલા દાસ ઝૂંસરી નીચે છે તેટલાએ પોતાના માલિકોને પૂરા માનયોગ્ય ગણવા, જેથી ઈશ્વરના નામની તથા ઉપદેશની નિંદા ન થાય.


અને પ્રભુની વાતની નિંદા ન થાય, માટે તેઓ તેમને મર્યાદાશીલ, પતિવ્રતા, ઘરનાં કામકાજ કરનારી, માયાળુ થવાનું, તથા તેમના પતિને આધીન રહેવાનું સમજાવે.


અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય, એવી ખરી વાતનો ઉપદેશ કર; જેથી જેઓ વિરુદ્ધના હોય તેઓને આપણા વિષે કંઈ ભૂંડું બોલવાનું [નિમિત્ત] ન મળવાથી તેઓ શરમાઈ જાય.


સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે. કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.


Lean sinn:

Sanasan


Sanasan