Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 4:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 એ વાતોની ખંત રાખજે. તેઓમાં તલ્‍લીન રહેજે કે, તારી પ્રગતિ સર્વના જાણવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 આ બાબતોને વ્યવહારમાં મૂક અને તેમાં તારું મન પરોવ, કે જેથી બધા તારી પ્રગતિ જાણી શકે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 એ બાબતોનું મનન કર, તેમાં પરોવાયેલ રહે જેથી તારી પ્રગતિ સર્વને સ્પષ્ટ દેખાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 એ બધી પ્રવૃત્તિઓ તું ચાલુ રાખજે. તે પ્રવૃત્તિઓ કરવા તું તારું જીવન આપી દે. પછી બધા લોકો જોઈ શકશે કે તારું કાર્ય પ્રગતિ સાધી રહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 4:15
26 Iomraidhean Croise  

પણ યહોવાના નિયમશાસ્‍ત્રથી તે હર્ષ પામે છે; અને રાતદિવસ તે તેના નિયમશાસ્‍ત્રનું મનન કરે છે


[તે વિષેના] મારા વિચાર તેમને પસંદ પડો; હું યહોવામાં આનંદ પામીશ.


તેમણે જે આશ્વર્યકારક કામો કર્યાં છે તે યાદ રાખો; તેમના ચમત્કારો તથા તેમના મુખનાં ન્યાયવચનો [યાદ રાખો].


તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.


હું તમારાં શાસનોનું મનન કરીશ; અને તમારા માર્ગોને માનપૂર્વક જોઈશ.


સરદારો પણ પોતાના આસન પર બેસીને મારી વિરુદ્ધ બોલતા હતા; પણ તમારા સેવકે તો તમારા વિધિઓનું મનન કર્યું છે.


તમારી આજ્ઞાઓ [પાળવા] પણ હું મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; અને હું તમારા વિધિઓનું મનન કરીશ. ઝ


હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરું છું.


મારા સર્વ શિક્ષકો કરતાં હું વધુ સમજું છું; કેમ કે હું તમારાં સાક્ષ્યોનું ધ્યાન ધરું છું.


હું પ્રાચીનકાળના દિવસોનું સ્મરણ કરું છું; તમારાં સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કામોનો કામોનું વિચાર કરું છું.


હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હ્રદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ.


હું મારે મુખે બુદ્ધિ વિષે બોલીશ; અને મારા હ્રદયના વિચારો જ્ઞાન વિષે થશે.


જાણે કે મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે; અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.


વળી હું તમારાં સર્વ કામોનું મનન કરીશ, અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ.


પણ સંભાળ રાખવામાં તેઓ મુલાકાતમંડપમાં પોતાનાં ભાઈઓની સાથે સેવા કરે, ને સેવાચાકરી ન કરે. લેવીઓને સોંપેલી સેવા વિષે તું તેઓને એમ કર.”


તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્‍તુતિ કરે.


પણ અમે તો પ્રાર્થનામાં તથા [પ્રભુની] વાતની સેવામાં લાગુ રહીશું.”


ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તેઓ અખાયાનું‍ પ્રથમફળ છે, અને તેઓ સંતોની સેવામાં લાગુ રહ્યા, માટે હું તમને વિનંતી કરું છું કે,


અને એવું જાણીએ છીએ કે જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યા, તે અમને પણ ઈસુની સાથે ઉઠાડશે, અને તમારી સાથે અમને રજૂ કરશે.


અને તે વળી જેમ અમે આશા રાખી હતી, એમ નહિ, પણ તેઓએ પ્રથમ પ્રભુને, અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા.


જે કૃપાદાન તારામાં છે, જે પ્રબોધદ્વારા વડીલોના હાથ મૂકવાથી તને આપવામાં આવ્યું હતું, તે વિષે તારે બેદરકાર રહેવું નહિ.


તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતને તેમ જ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.


આ વાતો તરફ ભાઈઓનું ધ્યાન ખેંચવાને તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ, અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે, તેઓથી તારું પોષણ થશે.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


એ નિયમશાસ્‍ત્ર તારા મોંમાંથી જાય નહિ. પણ દિવસે તથા રાત્રે તનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજઈથી પાળે; કારણકે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે જ તું ફતેહ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan