1 તિમોથી 3:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 એ જ પ્રમાણે સેવકો પણ ગંભીર, એકવચની, પીનાર નહિ, નીચ લાભના લોભી નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 એ જ પ્રમાણે મંડળીના મદદનીશ કાર્યકરો ઠરેલ હોવા જોઈએ અને બેવડી બોલીના, બહુ દારૂ પીનારા કે દ્રવ્યલોભી હોવા ન જોઈએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 એ જ પ્રમાણે સેવકો પણ પ્રતિષ્ઠિત, બે મોંઢે બોલનાર નહિ, દારૂનાં વ્યસની નહિ, અપ્રામાણિક નફાના લોભી નહિ; Faic an caibideilપવિત્ર બાઈબલ8 એ જ પ્રમાણે, જે માણસો સેવકો તરીકે સેવા આપતા હોય તેઓ એવા હોવા જોઈએ કે જેમને લોકો માન આપી શકે. જે ખરેખર તેઓને સમજાતી ના હોય તેવી વાતો આ માણસોએ કહેવી ન જોઈએ, તેઓએ સમજી-વિચારીને વાણી ઉચ્ચારવી જોઈએ. અને અતિશય મદ્યપાન કરવા પાછળ તેઓએ પોતાનો સમય બરબાદ ન કરવો જોઈએ. તેઓ એવા માણસો હોવા ન જોઈએ કે જે હમેશા બીજા લોકોને છેતરીને પૈસાદાર થવાનો પ્રયત્ન કરતા હોય. Faic an caibideil |