Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 1:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 દીકરા તિમોથી, તારે વિષે અગાઉ થયેલા ભવિષ્યકથન પ્રમાણે, હું તને આ [ખાસ] આજ્ઞા આપું છું કે, તે ભવિષ્યકથનો [ની સહાય] થી તું સારી લડાઈ લડે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 મારા પુત્ર તિમોથી, હું તને આ આજ્ઞા ફરમાવું છું: ઘણા સમય પહેલાં તારા વિષે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. તું જે સારી લડાઈ લડી રહ્યો છે એમાં પ્રભુનાં એ શબ્દો તારું રક્ષણ કરો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 દીકરા તિમોથી, તારા વિષે અગાઉ થયેલાં ભવિષ્યકથન પ્રમાણે, આ આજ્ઞા હું તને આપું છું કે, તે ભવિષ્યકથનોની સહાયથી તું સારી લડાઈ લડે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તિમોથી, તું તો મારા દીકરા સમાન છે. હુ તને આજ્ઞા આપું છું. ભૂતકાળમાં તારા વિષે જે ભવિષ્યકથનો થયેલા તેના અનુસંધાનમાં આ આજ્ઞા છે. એ ભવિષ્યકથનને અનુસરીને સારી રીતે સંઘર્ષ સામે લડી શકે, તે માટે હું તેને આ બધું કહુ છું.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 1:18
19 Iomraidhean Croise  

પછી તે દેર્બે તથા લુસ્રા આવ્યો. ત્યાં તિમોથી નામે એક શિષ્ય હતો. તે એક વિશ્વાસી યહૂદી સ્‍ત્રીનો દીકરો હતો, પણ તેનો પિતા ગ્રીક હતો.


એ કારણથી મેં તમારી પાસે તિમોથીને મોકલ્યો છે. તે પ્રભુમાં મારું પ્રિય તથા વિશ્વાસુ બાળક છે. જેમ હું બધે દરેક મંડળીમાં શીખવું છું તેમ ખ્રિસ્તમાં મારું વર્તન કેવું છે તે તમને તે યાદ દેવડાવશે.


એવો ક્યો સિપાઈ છે કે જે કોઈ પણ વખતે પોતાને ખરચે લડે છે? વળી દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ કોણ ખાતો નથી? અથવા [ઘેટાંબકરાંનું] ટોળું પાળીને તે ટોળાનું દૂધ કોણ ખાતો નથી?


પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે [કામ કરે] , તેમ તેણે સુવાર્તા [ના પ્રસાર] ને માટે મારી સાથે સેવા કરી.


ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.


એ આજ્ઞાનો મુખ્ય હેતુ તો શુદ્ધ હ્રદયથી તથા સારા અંત:કરણથી તથા ઢોંગ વગરના વિશ્વાસથી પ્રેમ રાખવો એ છે.


જે કૃપાદાન તારામાં છે, જે પ્રબોધદ્વારા વડીલોના હાથ મૂકવાથી તને આપવામાં આવ્યું હતું, તે વિષે તારે બેદરકાર રહેવું નહિ.


કેમ કે જો આભારસ્તુતિની સાથે તેનો ઉપયોગ થાય તો ઈશ્વરનું સર્વ ઉત્પન્‍ન કરેલું સારું છે, કંઈ નાખી દેવાનું નથી.


હે તિમોથી, જે [સત્ય] તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદવિવાદથી દૂર રહે.


તને ઈશ્વર પિતા તરફથી તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી કૃપા, દયા તથા શાંતિ થાઓ.


હું સારી લડાઈ લડયો છું. મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે.


ઈશ્વર પિતા તરફથી તથા આપણા તારનાર ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ થાઓ.


ઓનેસીમસ આ બંદીખાનામાં જે મારો ધર્મપુત્ર થયો છે તેને વિષે હું તને વિનંતી કરું છું.


Lean sinn:

Sanasan


Sanasan