Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 1:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 આપણા પ્રભુની કૃપા મારા પર અતિશય થવાથી મને ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ તથા પ્રેમ [ઉત્પન્‍ન] થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 અને ખ્રિસ્ત ઈસુની મારફતે જે વિશ્વાસ અને પ્રેમ આપણાં છે તે મને આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પણ ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ તથા પ્રેમ સાથે પ્રભુની કૃપા અતિશય થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પરંતુ મને આપણા પ્રભુની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ. અને તે કૃપામાંથી મારામાં ખ્રિસ્ત ઈસુ માટે વિશ્વાસ અને પ્રેમ પ્રગટ થયાં.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 1:14
25 Iomraidhean Croise  

અને યહોવા તેની આગળ થઈને ગયા, અને એવું જાહેર કર્યું, “યહોવા, યહોવા, દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, મંદરોષી, અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર;


અને જેઓને તેણે આશરે અગિયારમે કલાકે રાખ્યા હતા, તેઓ જ્યારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર મળ્યો.


પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામશે, તેમ આપણે પણ પામીશું, એવું આપણે માનીએ છીએ.”


શાંતિદાતા ઈશ્વર, શેતાનને વહેલો તમારા પગ નીચે છૂંદી નંખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન.


પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; અને તેમની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી; પણ તેઓ સર્વના કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ, પણ ઈશ્વરની જે કૃપા મારા પર હતી તેણે.


ઈશ્વરની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્‍ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે, અને તેના પર બીજો બાંધે છે. પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે. તે વિષે દરેકે સાવધ રહેવું.


પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો. ?? ?? ?? ?? 1


કેમ કે સઘળાં વાનાં તમારે માટે છે, જેથી ઘણાની મારફતે જે કૃપા પુષ્કળ થઈ, તે ઈશ્વરના મહિમાને અર્થે વિશેષ આભારસ્તુતિ કરાવે.


કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તે ધનવાન છતાં તમારે લીધે દરિદ્રી થયા, એ માટે કે તમે તેમની દરિદ્રતાથી ધનવાન થાઓ.


કેમ કે પ્રથમ હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારની મારી વર્તણૂક વિષે તો તમે સાંભળ્યું છે કે, હું ઈશ્વરની મંડળીને બેહદ સતાવતો હતો, અને તેની પાયમાલી કરતો હતો.


કેમ કે આપણા ઈશ્વર તથા પિતાની આગળ તમારાં વિશ્વાસપૂર્વક કામ, પ્રેમપૂર્વક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દઢ આશા, અમે નિરંતર સંભારીએ છીએ.


પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર, અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.


તોપણ જો [સ્‍ત્રી] મર્યાદાસહિત વિશ્વાસ, પ્રેમ તથા પવિત્રતામાં રહે, તો તે પુત્રપ્રસવદ્વારા તારણ પામશે.


તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વચનમાં, વર્તનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે.


પણ, હે ઈશ્વરભક્ત, તું તેઓથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર.


જે સત્ય વચનો તેં મારી પાસેથી સાંભળ્યા તેનું ખરું સ્વરૂપ ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ.


વળી જુવાનીના વિષયોથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હ્રદયથી લેનારાઓની સાથે ન્‍યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર.


વૃદ્ધોને કહેવું કે, તમારે સંયમી, ગંભીર, ઠરેલ, અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં દઢ થવું જોઈએ.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાને ધન્યવાદ હો. તેમણે પોતે ઘણી દયા રાખીને મૂએલાંમાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને માટે,


આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહિ, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્વિત થવા માટે મોકલ્યા, એમાં પ્રેમ છે.


પ્રભુ ઈસુ [ખ્રિસ્ત] ની કૃપા સંતો પર હો. આમીન.


Lean sinn:

Sanasan


Sanasan