Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 1:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર તથા સતાવનાર તથા જુલમી હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે [તે વખતે મને ખ્રિસ્ત પર] વિશ્વાસ નહિ હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 જો કે ભૂતકાળમાં હું તેમની નિંદા અને સતાવણી તેમજ તેમનું અપમાન કરતો હોવા છતાં તેમણે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવાને માટે મારી નિમણૂક કરી છે. મારા અવિશ્વાસને લીધે મેં અજ્ઞાનતામાં એ કર્યું હોવા છતાં ઈશ્વર મારા પ્રત્યે દયાળુ હતા અને આપણા પ્રભુએ મારા જીવનમાં તેમની કૃપા ભરપૂરીથી રેડી દીધી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર, સતાવનાર તથા હિંસક હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે અવિશ્વાસી હોવાથી મેં અજ્ઞાનતામાં તે કર્યું હતું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ભૂતકાળમાં તો હુ ખ્રિસ્તની વિરૂદ્ધમાં બોલતો હતો, અને બધા પર જુલમ ગુજારતો હતો મે તેને આઘાત આપે તેવા ઘણાં કામો કર્યા. પરંતુ દેવે મને ક્ષમા આપી, કેમ કે હુ શું કરતો હતો તેનું મને ભાન નહોતું. જ્યાં સુધી હુ વિશ્વાસુ ન થયો, ત્યાં સુધી એવું કર્યા કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 1:13
25 Iomraidhean Croise  

હું મારે માટે તેને દેશમાં રોપીશ; જે કૃપા પામેલી નહોતી તેના પર હું કૃપા કરીશ. અને જેઓ મારા લોક નહોતા તેઓને હું કહીશ, ‘તમે મારી પ્રજા છો;’ અને તેઓ કહેશે, ‘ [તમે] અમારા ઈશ્વર [છો.] ”’


અથવા જો દેખાતું માંસ બદલાઈને ફરીથી ધોળું થઈ જાય, તો તે યાજક પાસે આવે,


પણ આ દેશમાંનાઓનો કે પરદેશીઓમાંનો જે માણસ મદોન્મત્તપણાથી કંઈ કરે તે યહોવાની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે. અને તે માણસ પોતાના લોકમાંથી અલગ કરાય.


જે દાસ પોતાના ધણીની ઇચ્છા જાણ્યા છતાં પોતે તૈયાર રહ્યો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.


ઈસુએ કહ્યું, “હે પિતા, તેઓને માફ કરો. કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.” ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમનાં વસ્‍ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં.


વળી હું આ માર્ગના પુરુષોને તેમ જ સ્‍ત્રીઓને બાંધીને તથા બંદીખાનામાં નાખીને મરણ [પામતાં] સુધી સતાવતો હતો.


હવે ભાઈઓ, તમે તેમ જ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું.


પણ શાઉલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો, એટલે ઘેરઘેરથી પુરુષો તથા સ્‍ત્રીઓને ઘસડી લઈ જઈને બંદીખાનામાં નાખ્યાં.


પણ શાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને


પણ અનાન્યાએ ઉત્તર આપ્યો, “પ્રભુ, યરુશાલેમમાંના તારા સંતોને એ માણસે કેટલું બધું દુ:ખ આપ્યું છે એ મેં ઘણા [નાં મોં] થી સાંભળ્યું છે.


ત્યારે તેણે કહ્યું, “પ્રભુ તમે કોણ છો?” તેમણે કહ્યું, “હું ઈસુ છું કે, જેને તું સતાવે છે;


કેમ કે પ્રેરિતોમાં હું સર્વથી નાનો છું, અને પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી, કારણ કે મેં ઈશ્વરની મંડળીની સતાવણી કરી.


હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી. પણ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી કૃપા પામેલા માણસ તરીકે હું મારો પોતાનો અભિપ્રાય આપું છું.


કેમ કે પ્રથમ હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારની મારી વર્તણૂક વિષે તો તમે સાંભળ્યું છે કે, હું ઈશ્વરની મંડળીને બેહદ સતાવતો હતો, અને તેની પાયમાલી કરતો હતો.


[ધર્મના] આવેશ સંબંધી મંડળીને સતાવનાર; નિયમ [શાસ્‍ત્ર] ના ન્યાયીપણા સંબંધી નિર્દોષ.


અનંતજીવનને માટે જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેઓને માટે હું નમૂનારૂપ થાઉં, માટે મારા પર દયા કરવામાં આવી કે, તેથી તે પોતાની પૂરી સહનશીલતા મારા સંબંધમાં પ્રગટ કરે.


એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને માટે કૃપા પ્રાપ્ત કરવાને, આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.


તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હવે તમે ઈશ્વરની પ્રજા છો, તમે દયા પામેલા નહોતા, પણ હવે તમે દયા પામ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan