Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓ 5:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ, ભાઈઓ, તમે અંધારામાં નથી કે, તે દિવસ ચોરની માફક તમારા પર આવી પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પણ ભાઈઓ, તમે એ વિષે અજાણ નથી કે તે દિવસ તમારા પર ચોરની જેમ અચાનક આવી પડે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પરંતુ તમે, ભાઈઓ અને બહેનો, તમારે અંધકારમાં (પાપ) જીવન જીવવું ના જોઈએ. અને તે દિવસ ચોરની જેમ તમારા પર આવી પડે તો તમે આશ્ચર્ય પામશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓ 5:4
17 Iomraidhean Croise  

તો જે તરવારથી તમે બીઓ છો તે તરવાર ત્યાં મિસર દેશમાં પણ તમને પકડી પાડશે, ને જે દુકાળનો તમે ડર રાખો છો તે ત્યાં મિસરમાં તમારી પાછળ આવશે, ને ત્યાં તમે મરશો.


હે ઇઝરાયલ, ગિબયામાં ભૂંડા લોકોની સામે તેઓને યુદ્ધ કરવું ન પડે એ મતલબથી તેઓ ત્યાં ટકી રહ્યા છે.


પણ જે મારાં વચનો તથા મારા વિધિઓ મેં મારા સેવક પ્રબોધકોને ફરમાવ્યાં, તેઓએ શું તમારા પૂર્વજોને પકડી પાડયા નહિ? અને તેઓ ફર્યા, ને કહ્યું, યહોવાએ આપણને આપણા માર્ગો પ્રમાણે તથા આપણા કૃત્યો પ્રમાણે જેમ કરવા ધાર્યું, તેમ જ તેમણે આપણને કર્યું છે.’”


હું તમને ખચીત કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરનાં કરતાં સહેલ થશે.


પણ તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ છટકાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.


કે, તું તેઓની આંખો ઉઘાડે, અને તેઓને અંધારામાંથી અજવાળામાં, અને શેતાનની સત્તા નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.


રખેને ખૂનનો બદલો લેનારનો મિજાજ તપી જાય ને મનુષ્યઘાતકની પાછળ લાગીને રસ્‍તો લાંબો હોવાના કારણથી તે તેને પકડી પાડીને તેને મરણતોલ માર મારે. જો કે અગાઉથી તે [મનુષ્યઘાતક] તેના પર દ્વેષ કરતો ન હોવાને લીધે તે મરણયોગ્ય ન હોય તો પણ.


પણ જો યહોવા તારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ હું આજે તને આપું છું, તેઓને તું પાળીને અમલમાં નહિ મૂકે, તો એમ થશે કે, આ સર્વ શાપ તારા પર આવીને તને પકડી પાડશે:


અને તારો નાશ થતાં સુધી આ સર્વ શાપ તારા પર આવશે, ને તારી પાછળ લાગીને તને પકડી પાડશે. કેમ કે તેં યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળી નહિ, ને તેની જે આજ્ઞાઓ તથા વિધિઓ, તેમણે તને ફરમાવ્યાં તે તેં પાળ્યા નહિ.


તેમણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા.


કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે.


પણ જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે. તે સમયે આકાશો મોટી ગર્જનાસહિત જતાં રહેશે, ને તત્ત્વો અગ્નિથી પીગળી જશે, અને પૃથ્વીને તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.


વળી નવી આજ્ઞા જે તેમનામાં તથા તમારામાં સત્ય છે, તે હું તમને લખું છું, કેમ કે અંધકાર જતો રહે છે, અને ખરો પ્રકાશ હમણાં પ્રકાશે છે.


(જુઓ, ચોરની જેમ હું આવું છું. જે જાગૃત રહે છે, અને પોતાનાં વસ્‍ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલવું ન પડે, અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે!)


માટે તને જે મળ્યું, અને તેં જે સાંભળ્યું છે, તેને સંભાર; અને ધ્યાનમાં રાખ, ને પસ્તાવો કર. કેમ કે જો તું જાગૃત નહિ રહેશે તો હું ચોરની જેમ આવીશ, ને કઈ ઘડીએ હું તારા પર આવીશ એ તને માલૂમ પડશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan