Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓ 4:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તમારામાંનો દરેક, ઈશ્વરને ન જાણનારા વિદેશીઓની જેમ, વિષયવાસનામાં નહિ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તમારામાંના દરેકે પોતાની પત્ની સાથેનો પવિત્ર અને સન્માનનીય સંબંધ જાળવી રાખવો જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તમારામાંનો દરેક, ઈશ્વરને ન જાણનારાં વિદેશીઓની જેમ વિષયવાસનામાં નહિ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમારામાંની દરેક વ્યક્તિ શરીર પર નિયંત્રણ રાખવાનું શીખે તેમ દેવ ઈચ્છે છે. તમારા શરીરનો પવિત્રતામાં ઉપયોગ કરો કે જે દેવને સમ્માનિત કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓ 4:4
15 Iomraidhean Croise  

પણ પ્રભુએ તેને કહ્યું, “તું‍ ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપ્રજાની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે.


માટે ઈશ્વરે તેઓને તેઓનાં અંત:કરણોની દુર્વાસનાઓને લીધે અપવિત્રતાને સોંપી દીધા કે તેઓ અંદરોઅંદર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે.


તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.


તમારા દેહની દુર્બળતાને લીધે હું માણસની રીતે વાત કરું છું, કેમ કે જેમ તમે તમારા અવયવોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો.


તમારાં શરીર ખ્રિસ્તના અવયવો છે, એ શું તમે નથી જાણતા? વારું ત્યારે, શું હું ખ્રિસ્તના અવયવોને લઈને તેમને વેશ્યાના અવયવો બનાવું? એમ ન થાઓ.


પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે તથા દરેક સ્‍ત્રીએ લગ્ન કરવું.


પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે, તો ભલે તેઓ પરણે. કેમ કે [વાસનાથી] બળવા કરતાં પરણવું સારું છે.


પણ અમારી પાસે આ ખજાનો માટીનાં પાત્રોમાં રહેલો છે કે, જેથી પરાક્રમની અધિકતા ઈશ્વરથી છે અને અમારામાંથી નથી [એ જાણવામાં આવે].


છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.


સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે. કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.


એ જ પ્રમાણે પતિઓ, સ્‍ત્રી નબળું પાત્ર છે એમ જાણીને, તેની સાથે સમજણપૂર્વક રહો, અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને, તેને માન આપો; જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે.


દાઉદે યાજકને ઉત્તર આપીને તેને કહ્યું, “આસરે આ ત્રણ દિવસથી તો સ્‍ત્રીઓ ખરેખર અમારાથી દૂર રખાઈ છે. જ્યારે હું ચાલી નીકળ્યો ત્યારે, જો કે મુસાફરી ફક્ત સાધારણ હતી, તોપણ જુવાનોનાં પાત્રો પવિત્ર હતાં. તો આજે તેમનાં પાત્રો કેટલાં વિશેષ પવિત્ર હશે?”


Lean sinn:

Sanasan


Sanasan