Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓ 4:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ, ભાઈઓ, ઊંઘી ગયેલાં વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઇચ્છા નથી. જેથી બીજાં માણસો જેઓને આશા નથી એવાંની જેમ તમે ખેદ ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 ભાઈઓ, મૃત્યુ પામેલાંઓ વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી. જેમને કંઈ આશા નથી તેમની માફક તમે દુ:ખી થાઓ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ, ભાઈઓ, ઊંઘી ગયેલા વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી, કે જેથી બીજા જેઓને આશા નથી તેઓની માફક તમે દુ:ખી ન થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ભાઈઓ અને બહેનો, જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ વિષે તમે જાણો તેમ અમે ઈચ્છીએ છીએ. જેથી બીજા માણસો જેઓને આશા નથી અને ખેદ કરે છે તેમ તમે તેઓની જેમ ખેદ કરો એવું અમે ઈચ્છતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓ 4:13
35 Iomraidhean Croise  

અને તેના સર્વ દિકરા તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો આપવાને ઊઠયાં, પણ તેણે દિલાસો પામવાને ના પાડી. અને તેણે કહ્યું, “હું શોક કરતો કરતો શેઓલમાં મારા દિકરાની પાસે જઈશ.” અને તેનો પિતા તેને માટે રડયો.


રાજા ઘણો વ્યાકુળ થયો, ને દરવાજા પરથી મેડીમાં ચઢીને રડ્યો. જતાં જતાં તે બોલ્યો, “ઓ મારા દિકરા આબ્શાલોમ, મારા દિકરા, મારા દિકરા આબ્શાલોમ! તારે બદલે હું મરી ગયો હોત, તો કેવું સારું થાત! ઓ આબ્શાલોમ, મારા દિકરા, મારા દિકરા!”


નહિ તો મારા મુરબ્બી રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યારે એમ થશે કે હું તથા મારો દીકરો સુલેમાન અપરાધી ગણાઈશું.”


દાઉદ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેને દાઉદનગરમાં દાટવામાં આવ્યો


કહ્યું, “મારી માના ઉદરમાંથી હું નગ્ન આવ્યો હતો, અને નગ્ન પાછો જઈશ. યહોવાએ આપ્યું, અને યહોવાએ લઈ લીધું છે; યહોવાના નામને ધન્ય હો.”


દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી પાડવામાં આવે છે; પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે.


ત્યારે પ્રભુના આત્માએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ હાડકાં તે ઈઝરાયલનું આખું કુળ છે, અમારી આશા નાશ પામી છે.અમે તદ્‍ન નાબુદ થઈ ગયા છીએ.’


અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઊઠશે, કેટલાક અનંતજીવનમાં [દાખલ થશે] અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કારપાત્ર થશે.


મૂએલાંને લીધે તમારા શરીરમાં ઘા ન પાડો, ને તમારે અંગે કોઈ પણ જાતની છાપો ન મરાવો; હું યહોવા છું.


પણ પોતાના નજીકના સગાને લીધે, એટલે પોતાની માને લીધે તથા પોતાના પિતાને લીધે, તથા પોતાના દીકરાને લીધે, તથા પોતાની દીકરીને લીધે, તથા પોતાના ભાઈને લીધે તે [અભડાય] ;


ને કબરો ઊઘડી ગઈ, ને ઊંઘેલા સંતોનાં ઘણાં શરીર ઊઠ્યાં,


માર્થા તેમને કહે છે, “છેલ્લે દિવસે પુનરુત્થાનમાં તે પાછો ઊઠશે, એ હું જાણું છે.”


કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની પડખે મૂકવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.


તેણે ઘૂંટણે પડીને મોટા અવાજે કહ્યું, “ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ન મૂકો.” એમ કહીને તે ઊંઘી ગયો.


ધાર્મિક પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને માટે ઘણો વિલાપ કર્યો.


જેમ બીજા વિદેશીઓમાં, તેમ તમારામાં પણ હું કંઈ ફળ મેળવું, એ માટે મેં ઘણી વાર તમારી પાસે આવવાનો ઠરાવ કર્યો, એ વિષે, હે ભાઈઓ, તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી. પરંતુ હજી સુધી મને અડચણ નડી છે.


કેમ કે, મારા ભાઈઓ, મારી ઇચ્છા નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળા [ની છાયા] નીચે સમુદ્રમાં થઈને પાર ગયા.


હવે, ભાઈઓ, આત્મિક [દાનો] વિષે તમે અજાણ્યા રહો એ મારી ઇચ્છા નથી.


ત્યાર પછી એક જ સમયે પાંચસો કરતાં વધારે ભાઈઓને તેમનું દર્શન થયું, જેઓમાંના ઘણા હજુ સુધી હયાત‌ છે, પણ કેટલાક ઊંઘી ગયા છે;


કેમ કે, ભાઈઓ, જે વિપત્તિ આસિયામાં અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઇચ્છા નથી. એ [વિપત્તિ] અમારી શક્તિ ઉપરાંત હતી, તે અમે અતિશય ભારે લાગી, એટલે સુધી કે અમે જીવવાની પણ આશા છોડી.


તે સમયે તમે ખ્રિસ્તરહિત, ઇઝરાયલના પ્રજાપણાના હક વગરના, તથા [આપેલા] વચનના કરારથી પારકા, જગતમાં આશારહિત તથા ઇશ્વર વગરના, એવાં હતાં.


તેઓમાં આપણ સર્વ આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલાં ચાલતાં હતા, અને દેહની તથા મનની વૃતિઓ પ્રમાણે કાર્ય કરતા હતાં, તથા પ્રથમની‍‍ સ્થિતિમાં બીજાઓના જેવાં કોપનાં છોકરાં હતાં.


કેમ કે ઈસુ મરણ પામ્યા ને પાછા ઊઠયા એવો જો આપણે વિશ્ચાસ કરીએ છીએ, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલાં છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે.


કેમ કે અમે પ્રભુનાં વચનથી તમને કહીએ છીએ કે, પ્રભુના આવતાં સુધી આપણામાંનાં જેઓ જીવતાં રહેનારાં છે, તેઓ ઊંઘેલાઓની પહેલાં જનારાં નથી.


આપણે જાગીએ કે ઊંઘીએ તો તેમની સાથે જીવીએ, એ માટે તે આપણે માટે મરણ પામ્યા.


એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગીએ અને સાવધ રહીએ.


અને કહેશે કે, પ્રભુના આગમનના વચનનું શું થયું છે? કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં બધું જેવું હતું તેવું જ રહે છે.


પણ, વહાલાઓ, આ એક વાત તમે ભૂલી ન જાઓ કે, પ્રભુની નજરમાં એક દિવસ હજાર વરસોના જેવો, અને હજાર વરસો એક દિવસના જેવાં છે.


Lean sinn:

Sanasan


Sanasan