Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓ 3:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને અમે અમારા ભાઈ તથા ખ્રિસ્તની સુવાર્તામાં ઈશ્વરના સેવક તિમોથીને તમને દઢ કરવાને તથા તમારા વિશ્વાસમાં તમને ઉત્તેજન આપવાને મોકલ્યો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 જ્યારે અમે ખ્રિસ્તનો શુભસંદેશ પ્રગટ કરવાના ઈશ્વરના કાર્યમાં અમારા સહકાર્યકર, આપણા ભાઈ તિમોથીને તમને દૃઢ કરવા અને તમારા વિશ્વાસમાં મદદ કરવા માટે મોકલ્યો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અને અમારા ભાઈ અને ખ્રિસ્તની સુવાર્તાનાં પ્રચારમાં ઈશ્વરના સેવક તિમોથીને તમને સ્થિર કરવાને અને તમારા વિશ્વાસ સંબંધી તમને ઉત્તેજન આપવાને માટે મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓ 3:2
24 Iomraidhean Croise  

પછી તે દેર્બે તથા લુસ્રા આવ્યો. ત્યાં તિમોથી નામે એક શિષ્ય હતો. તે એક વિશ્વાસી યહૂદી સ્‍ત્રીનો દીકરો હતો, પણ તેનો પિતા ગ્રીક હતો.


એ રીતે મંડળીઓનો વિશ્વાસ દઢ થતો ગયો, અને તેઓની સંખ્યા રોજ રોજ વધતી ગઈ.


પણ જ્યારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા, ત્યારે પાઉલે ઉત્સાહથી [ઈસુની] વાત પ્રગટ કરતાં યહૂદીઓને સિદ્ધ કરી આપ્યું કે, ઈસુ તે જ ખ્રિસ્ત છે.


મારો સાથી કામદાર તિમોથી, અને મારા સગા લુકિયસ, યાસોન તથા સોસીપાતર તમને સલામ કહે છે.


ઈશ્વરની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્‍ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે, અને તેના પર બીજો બાંધે છે. પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે. તે વિષે દરેકે સાવધ રહેવું.


એ કારણથી મેં તમારી પાસે તિમોથીને મોકલ્યો છે. તે પ્રભુમાં મારું પ્રિય તથા વિશ્વાસુ બાળક છે. જેમ હું બધે દરેક મંડળીમાં શીખવું છું તેમ ખ્રિસ્તમાં મારું વર્તન કેવું છે તે તમને તે યાદ દેવડાવશે.


કરિંથમાંની ઈશ્વરની મંડળી તથા તેઓની સાથે આખા અખાયામાંના સર્વ સંતો જોગ લખનાર ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ તથા ભાઈ તિમોથી:


કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારા દ્વારા, મારા તથા સિલ્વાનસ તથા તિમોથી દ્વારા, તમારામાં પ્રગટ કરવામાં આવ્યા, તે હાની હા ને નાની ના નહોતા, પણ તેમનામાં તો હા જ છે.


હવે ખ્રિસ્તની સુવાર્તા [પ્રગટ કરવા] માટે હું ત્રોઆસ આવ્યો ત્યારે પ્રભુથી મારે માટે એક દ્વાર ઉઘાડવામાં આવ્યું.


તેમ છતાં મારા આત્માને [કંઈ પણ] ચેન ન હતું, કેમ કે મારો ભાઈ તિતસ મને મળ્યો નહોતો; માટે તેઓની રજા લઈને હું મકદોનિયા આવ્યો.


વળી તિતસ વિષે [કોઈ પૂછે તો] તે તો મારો સોબતી તથા તમારી સેવામાં મારી સાથે કામ કરનાર છે; અને અમારા ભાઈઓ વિષે [કોઈ પૂછે તો] તેઓ તો મંડળીઓના પ્રેરિતો તથા ખ્રિસ્તનો મહિમા છે.


[મને] એ ભરોસો હોવાથી, હું જાણું છું કે હું રહેવાનો, અને તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને માટે હું તમો સર્વની સાથે રહેવાનો;


કલોસેમાંના ખ્રિસ્તમાં પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓ પ્રતિ લખનાર ઈશ્વરની ઇચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ, અને ભાઈ તિમોથી:


એ જ પ્રમાણે અમારા વહાલા સાથીદાર એપાફ્રાસ પાસેથી તમે શીખ્યા, તે અમારે માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે.


એપાફ્રાસ જે તમારામાંનો એક છે, અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને ક્ષેમકુશળ કહે છે તે હમેશાં તમારે માટે આગ્રહથી પ્રાર્થના કરે છે કે, ઈશ્વરની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દઢ રહો.


તમારામાંના વિશ્વાસુ તથા વહાલા ભાઈ ઓનેસીમસને પણ તેની સાથે મોકલ્યો છે. તેઓ અહીંના સર્વ સમાચાર તમને જણાવશે.


એ માટે કે જ્યારે આપણા પ્રભુ ઈસુ પોતના સર્વ સંતોની સાથે આવશે, ત્યારે ઈશ્વર આપણા પિતાની હજૂરમાં, તે તમારાં હ્રદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દઢ કરે.


એ કારણથી જ્યારે હું વધારે વાર ધીરજ રાખી શક્યો નહિ, ત્યારે મેં તમારા વિશ્વાસ વિષે જાણવા માટે [તિમોથીને] મોકલ્યો, રખેને કદાચ પરીક્ષણ કરનાર [શેતાને] કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું હોય, અને અમારી મહેનત નિષ્ફળ ગઈ હોય.


તે તમારાં હ્રદયોને દિલાસો આપો, ને દરેક સારા કામમાં તથા વચનમાં તમને દઢ કરો.


Lean sinn:

Sanasan


Sanasan