Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓ 3:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 માટે જ્યારે અમારાથી વધારે સહન થઈ શક્યું નહિ ત્યારે આથેન્સમાં એકલા રહેવાનું અમને યોગ્ય લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 છેવટે, અમે વધારે સતાવણી સહન ન કરી શક્યા તેથી અમે એથેન્સમાં એકલા રહેવાનું નક્કી કર્યું;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 માટે જયારે અમારી સહનશક્તિની હદ આવી ત્યારે આથેન્સમાં એકલા રહેવાનું અમે નક્કી કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1-2 અમે તમારા સુધી આવી શક્યા નહિ, પરંતુ થોડી વધારે પ્રતીક્ષા કરવી અમારાં માટે ખૂબ કઠિન હતું. તેથી અમે તિમોથીને તમારી પાસે મોકલવાનો નિર્ણય કર્યો. અને અમે આથે સમાં એકલા રહેવાનું નક્કી કર્યુ, તિમોથી આપણો ભાઈ છે. તે દેવ સાથે ખ્રિસ્ત વિષેની સુવાર્તા લોકોને કહેવાનું કાર્ય કરે છે. અમે તિમોથીને તમારી પાસે તમારા વિશ્વાસમાં તમને દૃઢ કરવાને અને તમને ઉત્તેજન આપવાને મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓ 3:1
8 Iomraidhean Croise  

વળી જો હું એવું કહું કે, તેને વિષે હું વાત કરીશ નહિ, ને તેને નામે ફરી બોલીશ નહિ, તો જાણે મારાં હાડકાંમાં બળતો અગ્નિ સમાયેલો હોય, એવી મારા હ્રદયમાં પીડા થાય છે, અને મૂંગા રહેતાં મને કંટાળો આવે છે; હું [બોલ્યા વગર] રહી શકતો નથી.


તમારાં દુષ્કર્મોને તથા તમારાં કરેલાં ધિક્કારપાત્ર કૃત્યોને યહોવા સહન કરી શક્યા નહિ; એથી જેમ આજે છે, તેમ તમારો દેશ ઉજ્જડ, વિસ્મયજનક, શાપરૂપ તથા વસતિહીન થયો છે.


પણ પાઉલના વળાવનારાઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો, પછી સિલાસ તથા તિમોથીને માટે તેની પાસે બનતી ઉતાવળે આવવાની આજ્ઞા લઈને તેઓ વિદાય થયા.


પાઉલ આથેન્સમાં એમની વાટ જોતો હતો તે દરમિયાન તે શહેરમાં ઠેરઠેર મૂર્તિઓને જોઈને તેનો આત્મા ઊકળી આવ્યો.


તેમ છતાં મારા આત્માને [કંઈ પણ] ચેન ન હતું, કેમ કે મારો ભાઈ તિતસ મને મળ્યો નહોતો; માટે તેઓની રજા લઈને હું મકદોનિયા આવ્યો.


પણ, ભાઈઓ, અમે મનથી નહિ, પણ દેહથી જ થોડી મુદત સુધી તમારાથી વિયોગી થયાને લીધે, ઘણી આતુરતાથી તમારા મુખનાં દર્શન કરવાને ઘણા પ્રયત્નો કર્યા;


એ કારણથી જ્યારે હું વધારે વાર ધીરજ રાખી શક્યો નહિ, ત્યારે મેં તમારા વિશ્વાસ વિષે જાણવા માટે [તિમોથીને] મોકલ્યો, રખેને કદાચ પરીક્ષણ કરનાર [શેતાને] કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું હોય, અને અમારી મહેનત નિષ્ફળ ગઈ હોય.


Lean sinn:

Sanasan


Sanasan