Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓ 2:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે અમારા બોધમાં છળ કે અશુદ્ધતા કે કપટ નહોતું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તમારી પાસે અમે જે શુભસંદેશ લાવ્યા તેમાં કોઈ ભૂલ, બદઈરાદો કે કોઈ છેતરપિંડી નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે અમારા બોધમાં ભૂલચૂક, અશુદ્ધતા કે કપટ હતાં નહિ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 અમે લોકોને બોધ આપીએ છીએ. કોઈએ પણ અમને મૂર્ખ બનાવ્યા નથી. અમે દુષ્ટ નથી. અમે લોકોને છેતરવાનો પ્રયત્ન કરતાં નથી. અમે જે કરીએ છીએ તે માટે અમારા કારણો નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓ 2:3
18 Iomraidhean Croise  

અને મૂસાને ઘણો ક્રોધ ચઢ્યો, ને તેણે યહોવાને કહ્યું, “તમે તેઓના અર્પણને ન ગણકારો. મેં તેઓની પાસેથી એક ગધેડું પણ લીધું નથી, ને તેઓમાંના કોઈને મેં ઉપદ્રવ કર્યો નથી.”


નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધકો [નાં વચનો] નું વાચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહાવી મોકલ્યું, “ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.”


યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, એની અટક પ્રેરિતોએ ‘બાર્નાબાસ’ (એટલે સુબોધનો દીકરો) પાડી હતી.


કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે.


કેમ કે ઘણાની જેમ અમે ઈશ્વરની વાતમાં ભેળ કરતા નથી, પણ શુદ્ધ અંત:કરણથી તથા ઈશ્વરના [અધિકારથી] તથા ઈશ્વરની સમક્ષ [બોલતા હોઈએ] તેમ અમે ખ્રિસ્તમાં બોલીએ છીએ.


પણ શરમભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાત [પ્રગટ કરવા] માં ઠગાઈ કરતા નથી. પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિષે સર્વ માણસોનાં અંત:કરણમાં ખાતરી કરી આપીએ છીએ.


કેમ કે અમે [ઉપદેશ કરતાં] પોતાને પ્રગટ કરતા નથી, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ, એવું [અમે પ્રગટ કરીએ છીએ.]


માન તથા અપમાન વડે, અપકીર્તિ તથા સુકીર્તિ વડે; ઠગ [ગણાતા] છતાં ખરા [રહીને] ;


અમારો અંગીકાર કરો, અમે કોઈનો અન્યાય કર્યો નથી, કોઈનું બગાડયું નથી, કોઈને છેતર્યો નથી.


તેમ જ તમે જાણો છો કે જેમ પિતા પોતાનાં છોકરાંને, તેમ અમે તમારામાંના દરેકને બોધ, ઉત્તેજન તથા ચેતવણી આપતા હતા,


કેમ કે ઈશ્વરે આપણને અશુદ્ધતાને માટે નહિ, પણ પવિત્રતામાં તેડયા છે.


જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ, પણ અધર્મમાં આનંદ માન્યો, તે સર્વને દોષિત ઠરાવવાને માટે


કેમ કે જ્યારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેમના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહોતા, પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતાં.


હું આ રહ્યો:શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? અથવા મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? અથવા મેં કોઈને ઠગ્યો છે? મેં કોઈના પર જુલમ કર્યો છે? અથવા મારી આંખે પાટો બાંધવાને મેં કોઈની પાસેથી લાંચ લીધી છે? એમ હોય તો યહોવાની સમક્ષ તથા તેના અભિષિક્તની આગળ મારી વિરુદ્ધ સાક્ષી પૂરો, અને તે હું તમને પાછું આપીશ.”


Lean sinn:

Sanasan


Sanasan