Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓ 2:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 [યહૂદીઓએ] પ્રભુ ઈસુને તથા [પોતાના] પ્રબોધકોને પણ મારી નાખ્યા, અને અમને કાઢી મૂક્યા! તેઓ ઈશ્વરને પ્રસન્‍ન કરતા નથી, અને બધા માણસોના વિરોધી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા સંદેશવાહકોને મારી નાખ્યા હતા અને અમારી પણ સતાવણી કરી હતી. તેઓ ઈશ્વરને કેટલા તિરસ્કારપાત્ર છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા પ્રબોધકોને પણ મારી નાખ્યા અને અમારી સતાવણી કરી; તેઓ ઈશ્વરને પ્રસન્ન કરતા નથી અને સઘળા લોકોના વિરોધી છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તે યહૂદિઓએ પ્રભુ ઈસુને મારી નાખ્યો. અને તેઓએ પ્રબોધકોને પણ મારી નાખ્યા. અને તે યહૂદિઓએ આપણને તે પ્રદેશ યહૂદિયાં છોડી જવા દબાણ કર્યુ, દેવ તેઓનાથી પ્રસન્ન નથી. તેઓ તો બધાજ લોકોની વિરૂદ્ધ છે.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓ 2:15
21 Iomraidhean Croise  

ત્યારે હામાને અહાશ્વેરોશ રાજાને કહ્યું, “તમારા રાજ્યના સર્વ પ્રાંતોના લોકોમાં પ્રસરેલી તથા વિખરાયેલી એક પ્રજા છે. તેઓના નિયમો સર્વ લોકોનાથી જુદા છે. તેઓ રાજાના કાયદા પણ પાળતા નથી; તેથી તેઓને જીવતા રહેવા દેવા એ રાજાને હિતકારક નથી.


જેઓ મારા શત્રુ છે, અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવા તરફથી આવો બદલો મળો.


“તમારા પુત્રોને મેં માર્યા તે વ્યર્થ છે; તેઓએ શિક્ષા ગણકારી નથી; તમારી તરવારે વિનાશક સિંહની જેમ તમારા પ્રબોધકોને ખાઈ નાખ્યા છે.


વળી અમાસ્યાએ આમોસને કહ્યું, “હે દષ્ટા, જા, યહૂદિયાના દેશમાં નાસી જા, ત્યાં રોટલી ખાજે, ને ત્યાં પ્રબોધ કરજે.


ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ તારાં છોકરાંને એકત્ર કરવાનું મેં કેટલી વાર ‍ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!


ત્યારે સર્વ લોકોએ ઉત્તર આપ્યો, “એનું લોહી અમારે માથે તથા અમારા સંતાનને માથે.”


તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા.


વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેમને મરણદંડ ભોગવવા માટે પરસ્વાધીન કર્યા, અને તેમને વધસ્તંભે જડાવ્યા તે સંબંધી [સર્વ] બિનાઓ.


યહૂદીઓને એ વાત ગમે છે એમ જોઈને તેણે પિતરને પણ પકડ્યો. તે બેખમીર રોટલીના [પર્વના] દિવસ હતા.


ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરવામાં આવ્યા. તેમને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યા.


તમે જીવનના અધિકારીને મારી નાખ્યા, તેમને ઈશ્વરે મરેલાંમાંથી ઉઠાડ્યા, અને અમે તેમના સાક્ષી છીએ.


તો તમો સર્વને તથા સર્વ ઇઝરાયલી લોકોને માલૂમ થાય કે, ઈસુ‍ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, અને જેમને ઈશ્વરે મૂએલાંમાંથી ઉઠાડ્યા, તેમના નામથી આ માણસ સાજો થઈને અહીં તમારી આગળ ઊભો રહ્યો છે.


જે ઈસુને તમે વધસ્તંભ પર જડીને મારી નાખ્યા, તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે ઉઠાડ્યા છે.


પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યો નહોતો? જેઓએ તે ન્યાયીના આવવા વિષે આગળથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા. અને હવે તમે, જેઓને દૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ,


પણ તેઓમાંના ઘણાખરા પર ઈશ્વર પ્રસન્‍ન ન હતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા.


ઘણી મુસાફરીઓ કરી, નદીઓનાં વિધ્નોમાં, લૂંટારાઓ તરફના સ્વદેશીઓ તરફનાં, પરદેશીઓ તરફનાં, શહેરમાંનાં, જંગલમાંના, સમુદ્રનાં, તથા ડોળઘાલુ ભાઈઓ તરફનાં જોખમો વેઠયાં;


Lean sinn:

Sanasan


Sanasan