Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓ 2:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 એ માટે કે ઈશ્વર જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે, તેમને યોગ્ય તમે ચાલો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તમને પોતાનાં રાજ્ય અને મહિમાના ભાગીદાર થવા આમંત્રણ આપનાર ઈશ્વરને પસંદ પડે એવું જીવન તમે જીવો તે માટે અમે તમને બોધ કર્યો હતો, પ્રોત્સાહન આપ્યું હતું અને અનુરોધ કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કે જેથી, ઈશ્વર જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે, તેને યોગ્ય થઈને તમે ચાલો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 અમે તમને પ્રોત્સાહિત કર્યા, અમે તમને રાહત પહોંચાડી, અને અમે તમને દેવ માટે સારું જીવન જીવવા માટે કહ્યું. દેવ તેના રાજ્ય અને મહિમા માટે તમને તેડે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓ 2:12
29 Iomraidhean Croise  

અને મથૂશેલાહનો જન્મ થયા પછી હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.


પણ પોતાના પિતૃઓના ઈશ્વરની સેવા કરી, ને તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યો, ને તેણે ઇઝરાયલનું અનુસરણ કર્યું નહિ.


વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.


વળી જેઓને તેમણે અગાઉથી નકકી કર્યા, તેઓને તેમણે તેડયા પણ; અને જેઓને તેમણે તેડયા, તેઓને તેમણે ન્યાયી પણ ઠરાવ્યા. અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યા, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા.


જે ઈશ્વરે તમને તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે, તે વિશ્વાસુ છે.


કેમ કે જે ઈશ્વરે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેમણે આપણાં હ્રદયમાં પ્રકાશ પાડ્યો છે કે, જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.


પણ હું કહું છું કે, આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ.


એ માટે હું, પ્રભુને માટે બંદીવાન, તમને વિનંતી કરું છું કે, તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો.


અને પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખ્યો, અને ઈશ્વરની આગળ સુવાસને અર્થે, આપણે માટે સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું તેમ.


કેમ કે તમે પહેલાં અંધકારરૂપ હતા, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશનાં સંતોનોને ઘટે તેમ ચાલો.


માત્ર ખ્રિસ્તની સુવાર્તાનું યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર હોઉં તોપણ તમારા વિષે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો.


તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્‍ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો, અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો, અને ઈશ્વર વિષેના જ્ઞાનમાં વધતા જાઓ.


તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે તેમ તમે તેમનામાં ચાલો,


તો ભાઈઓ, છેવટે, અમે પ્રભુ ઈસુને નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે, તમારે કેવી રીતે વર્તવું ને ઈશ્વરને પ્રસન્‍ન કરવા, એ વિષે અમારા તરફથી તમે જે સાંભળ્યું તે પ્રમાણે તમે વર્તો છો, તેમ વધારે ને વધારે વર્તતા જાઓ.


જેથી બહારનાઓની સાથે તમે સભ્યતાથી વર્તો, અને એમ તમને કશાની અગત્ય રહેશે નહિ.


જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વસનીય છે, તે એમ કરશે.


જ્યારે પોતાના સંતોમાં મહિમા મેળવવાને, અને જેઓએ વિશ્વાસ કર્યો તેઓમાં આશ્ચર્ય ઉત્પન્‍ન કરવાને તે આવશે તે દિવસે [એમ થશે] (કેમ કે તમે અમારી સાક્ષી પર વિશ્વાસ રાખ્યો).


તેમણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડયા, આપણી કરણીઓ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે; એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી,


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


ભૂંડાઈને બદલે ભૂંડાઈ ને નિંદાને બદલે નિંદા ન કરો. પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તમે આશીર્વાદના વારસ થાઓ, એ માટે તમને તેડવામાં આવ્યા છે.


સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને માટે બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.


એમણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા, એમને ઓળખવાથી તેમના ઈશ્વરી સામર્થ્યે આપણને જીવન તથા ભક્તિભાવને લગતાં સર્વ વાનાં આપ્યાં છે.


“હું તેમનામાં રહું છું, ” એમ જે કહે છે, તેણે જેમ તે ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.


તે [ભાઈ] ઓએ તારા પ્રેમ વિષે મંડળીની આગળ સાક્ષી પૂરી છે. ઈશ્વર પ્રસન્‍ન થાય એવી રીતે તું તેઓને આગળ વળાવશે તો તું સારું કરશે.


Lean sinn:

Sanasan


Sanasan