Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓ 1:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને [ઈશ્વર] ના પુત્ર, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મૂએલાંમાંથી ઉઠાડયા, તેમની આકાશથી આવવાની રાહ જોવાને, તમે શી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વરની તરફ ફર્યા, એ [બધી વાતો લોકો] પોતે અમારા વિષે પ્રગટ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 કારણ, અમે તમારી પાસે આવ્યા ત્યારે તમે અમારો કેવો આવકાર કર્યો, કેવી રીતે તમે મૂર્તિઓ પાસેથી જીવતા અને સાચા ઈશ્વર તરફ તેમની સેવા કરવાને ફર્યા અને ઈશ્વરના પુત્ર, જેમને તેમણે મરેલાંમાંથી સજીવન કર્યા તે, એટલે આપણને આવનાર કોપથી બચાવનાર ઈસુના સ્વર્ગમાંથી આગમનની તમે કેવી રાહ જુઓ છો, એ વિષે એ લોકો પોતે જ પ્રચાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તથા ઈશ્વરના પુત્ર, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મૂએલાંમાંથી સજીવન કર્યા, તેમની સ્વર્ગથી આવવાની રાહ જોવાને, કેવી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વર તરફ, તમે ફર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તમે મૂર્તિપૂજા બંધ કરી અને હવે તમે આકાશમાંથી દેવનો દીકરો આવે તેની પ્રતીક્ષા કરો છો. દેવે તે દીકરાને મૂએલામાંથી ઉઠાડયો તે ઈસુ છે, કે જે આપણને દેવના આવનારા ન્યાયમાંથી બચાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓ 1:10
46 Iomraidhean Croise  

ઓ યહોવા, મેં તારા તારણની વાટ જોઈ છે.


અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એ જ છે.”


કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના દૂતો સહિત આવશે, ત્યારે તે પ્રત્યેકને તેનાં કામ પ્રમાણે બદલો ભરી આપશે.


હું તમને ખરેખર કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો જોશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.”


પણ ફરોશીઓમાંનાં તથા સદૂકીઓમાંના ઘણાને તેનાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને તેણે તેઓને કહ્યું, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતાવ્યા?


ત્યારે જુઓ, શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો. તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો. તે ઇઝરાલના દિલાસાની રાહ જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો.


ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા માટે આવ્યા. તેઓને તેણે કહ્યું, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યા?


તેઓએ કહ્યું, “ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ, જેમને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યા છે તે, જેમ તમે તેમને આકાશમાં જતા જોયા તેમ જ [પાછા] આવશે.


કેમ કે તેમણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇનસાફ કરશે, જે વિષે તેમણે તેમને મૂએલાંઓમાંથી પાછા ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.”


તેમને ઈશ્વરે મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યા; કેમ કે મૃત્યુથી તે બંધાઈ રહે એ અશક્ય હતું.


એ ઈસુને ઈશ્વરે ઉઠાડ્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ.


તમે જીવનના અધિકારીને મારી નાખ્યા, તેમને ઈશ્વરે મરેલાંમાંથી ઉઠાડ્યા, અને અમે તેમના સાક્ષી છીએ.


ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખદ્વારા જે વિષે કહ્યું છે તે સર્વની પુન:સ્થાપના થવાના સમયો સુધી આકાશમાં તેમણે [એટલે ઈસુએ] રહેવું જોઈએ.


તો તમો સર્વને તથા સર્વ ઇઝરાયલી લોકોને માલૂમ થાય કે, ઈસુ‍ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, અને જેમને ઈશ્વરે મૂએલાંમાંથી ઉઠાડ્યા, તેમના નામથી આ માણસ સાજો થઈને અહીં તમારી આગળ ઊભો રહ્યો છે.


પણ પવિત્ર આત્માને પ્રતાપે મૂએલાંઓમાંથી પાછા ઊઠ્યાથી પરાક્રમમાં ઈશ્વરના દીકરા ઠર્યા છે.


એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને મહિમા, માન તથા અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન મળશે.


તેમને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યા, અને આપણા ન્યાયીકરણને માટે તેમને પાછા ઉઠાડવામાં આવ્યા.


તો [તેઓને] દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુ પામ્યા, હા જે મૂએલામાંથી પાછા પણ ઊઠયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થતા પણ કરે છે.


જેથી તમે કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ ન રહેતાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની રાહ જુઓ છો.


ખ્રિસ્તે આપણી વતી શાપિત થઈને, નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે એમ લખેલું છે, “જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે.”


પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે તારનારની, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની, રાહ જોઈએ છીએ.


તે શરીરનું એટલે મંડળીનું શિર છે. તે આરંભ, એટલે મૂએલાંમાંથી પ્રથમ ઊઠેલા છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય.


જેથી તમે મકદોનિયા તથા અખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ થયા.


વિદેશીઓને તારણ ન મળે માટે વાત કહેવાને તેઓ અમને મના કરે છે. તેથી તેઓ નિત્ય પોતાનાં પાપનો ઘડો ભરે છે. પણ તેઓ પર અત્યંત કોપ આવી ચૂક્યો છે.


પણ જેમ મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે સાલસપણાથી વર્ત્યા.


કેમ કે ઈશ્વરે આપણને કોપને માટે નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને માટે નિર્માણ કર્યા છે.


માટે ઈશ્વરની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતાં તથા મૂએલાંનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ, ને તેમના પ્રગટ થવાની તથા રાજ્યની [આણ દઈને] હું તને આગ્રહપૂર્વક કહું છું કે,


અને ધન્ય આશાપ્રાપ્તિની [ઘડીની] , અને મહાન ઈશ્વર તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની રાહ જોવી.


પણ ઇનસાફની ભયંકર અપેક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે.


તેમ ખ્રિસ્તે ઘણાઓનાં પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે.


તે દ્વારા તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો, તેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા, અને મહિમા આપ્યો કે જેથી તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર થાય.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાને ધન્યવાદ હો. તેમણે પોતે ઘણી દયા રાખીને મૂએલાંમાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને માટે,


કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે; કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેમને પગલે ચાલો, માટે તેમણે તમોને નમૂનો આપ્યો છે.


કેમ કે ખ્રિસ્તે પણ એક સમયે પાપોને માટે, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુ:ખ સહ્યું કે, જેથી તે આપણને ઈશ્વરની પાસે પહોંચાડે’. તેમને દેહમાં મારી નાખવામાં આવ્યા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.


ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્‍ત્વો બળીને પીગળી જશે, તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી.


એ માટે, વહાલાંઓ, તેઓની રાહ જોઈને, તમે તેમની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો.


અને હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો, અને જુઓ, સદાકાળ જીવતો છું. અને મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.


જુઓ તે વાદળાંસહિત આવે છે, દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. હા, આમીન.


Lean sinn:

Sanasan


Sanasan