Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 9:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેણે તેને કહ્યું, “હવે જોને, આ નગરમાં ઈશ્વરનો એક ભક્ત રહે છે. તે પ્રતિષ્ઠિત માણસ છે. તે જે કહે છે તે સર્વ નિશ્ચે ખરું પડે છે; તો આપણે ત્યાં જઈએ. કદાચ આપણે ક્યે માર્ગે જવું તે આપણને કહી શકશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 નોકરે કહ્યું, “ઊભા રહો; આ શહેરમાં એક પવિત્ર ઈશ્વરભક્ત રહે છે. તેનું ઘણું માન છે. કારણ, તેનું કહેવું સાચું જ પડે છે. આપણે તેની પાસે જઈએ. કદાચ તે આપણને ગધેડાં ક્યાંથી મળશે તે કહી શકશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ ચાકરે તેને કહ્યું, “સાંભળ, આ નગરમાં ઈશ્વરનો એક ઈશ્વરભક્ત રહે છે. તે પ્રતિષ્ઠિત માણસ છે; જે કંઈ તે કહે છે તે નિશ્ચે સાચું પડે છે. તો ચાલો આપણે ત્યાં જઈએ; કદાચ તે આપણને કહી બતાવશે કે કયા માર્ગે આપણે જવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેથી ચાકરે જવાબ આપ્યો, “આ, શહેરમાં એક દેવનો માંણસ રહે છે. તેનું માંન ઘણું છે. તે જે કાંઈં કહે છે તે સાચું પડે છે. તો આપણે તેની પાસે જવું જોઈએ, કદાચ એ આપણને કહે કે આપણે કયા માંગેર્ જવું.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 9:6
16 Iomraidhean Croise  

અને આજે હું ઝરાની પાસે આવ્યો ને બોલ્યો, ‘મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, મારો માર્ગ જેમાં હું ચાલું છું, તે જો તમે સફળ કરનાર હોય;


વળી રાજાએ સાદોક યાજકને કહ્યું, “શું તમે પ્રબોધક નથી? તમારા બે દિકરાને, એટલે તમારા દિકરા અહિમાઆસને તથા અબ્યાથારના દિકરા યોનાથાનને તમારી સાથે લ ઈને શાંતિએ નગરમાં પાછા જાઓ.


અને જુઓ, યહોવાના વચનથી એક ઈશ્વરભક્ત યહૂદિયામાંથી બેથેલ આવ્યો. અને યરોબામ ધૂપ બાળવા માટે વેદી પાસે ઊભેલો હતો.


ઈશ્વરભક્ત એલિશાએ સાંભળ્યું કે ઇઝરાયલના રાજાએ પોતાના વસ્ત્ર ફાડ્યાં છે, ત્યારે એમ થયું કે તેણે રાજા પાસે માણસ મોકલીને કહાવ્યું, “તમે શા મારે તમારાં વસ્ત્ર ફાડ્યાં છે? સેનાપતિને હમણાં મારી પાસે મોકલો, એટલે તે જાણશે કે ઇઝરાયલમાં પ્રબોધક છે.”


ત્યારે ઈશ્વરભક્તે પૂછ્યું, “તે કયાં પડી છે?” અને તેણે તે જગા બતાવી. એટલે એલિશાએ એક લાકડું કાપીને ત્યાં પાણીમાં નાખ્યું, એટલે તે લોઢું તરી આવ્યું.


જે યહોવાથી બીએ છે તે કયું માણસ છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને તે શીખવશે.


તે પોતાના સેનકની વાતને સ્થિર કરનાર છે, ને પોતાના સંદેશીયાના સંદેશાને તે સત્ય ઠરાવે છે; તે યરુશાલેમ વિષે કહે છે કે તેમાં વસતિ થશે; અને યહૂદિયાનાં નગરો વિષે [કહે છે કે,] તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ;


આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.


અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મરણ અગાઉ ઇઝરાયલી લોકોને જે આશીર્વાદ આપ્યો તે આ છે.


તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, નીતિથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા, તે વિષે તમે સાક્ષી છો, અને ઈશ્વર પણ [સાક્ષી] છે.


અને તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિઘણું માન આપો. તમે એકબીજા સાથે શાંતિમાં રહો.


પણ, હે ઈશ્વરભક્ત, તું તેઓથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર.


ઈશ્વરના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, “યહોવા એમ કહે છે કે, જ્યારે તારા પિતૃનું કુળ મિસરમાં ફારુનના કુળની [ગુલામીમાં] હતું, ત્યારે મેં તેઓને દર્શન આપ્યું હતું કે નહિ?


તે ચાકરે શાઉલને પ્રત્યુત્તર આપ્યો, “જો, મારી પાસે પા શેકેલ રૂપું છે; તે હું એ ઈશ્વરભક્તને આપીશ કે, તે આપણને આપણો માર્ગ બતાવે.”


Lean sinn:

Sanasan


Sanasan