Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 8:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ ‘અમારો ન્યાય કરવા માટે અમને રાજા આપો.’ એમ તેઓએ કહ્યું ત્યારે તે વાતથી શમુએલને માઠું લાગ્યું. પછી શમુએલે યહોવાની પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 રાજા માટેની તેમની માગણીથી શમુએલને ખોટું લાગ્યું, તેથી તેણે પ્રભુને પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ શમુએલ તેઓનાથી નાખુશ થયો, જયારે તેઓએ કહ્યું, “અમારો ન્યાય કરવા સારુ અમને રાજા આપ.” ત્યારે શમુએલે ઈશ્વરને પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પણ, અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજા આપો. એવી તેમણે વિનંતી કરી, એથી શમુએલ નારાજ થયો, અને તેણે યહોવાને પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 8:6
18 Iomraidhean Croise  

મારા પ્રેમમાં બદલામાં તેઓ મારા શત્રુ થયા છે. પણ હું તો પ્રાર્થના જ [કર્યા કરું છું.]


અને મૂસાએ હારુનને કહ્યું, “આ લોકોએ તને શું કર્યું કે તું તેઓના પર આવું મોટું પાપ લાવ્યો છે?”


તોપણ તમે તેઓના પાપની ક્ષમા કરો [તો સારું.] નહિ તો તમારા લખેલા પુસ્તકમાંથી મારું નામ તમે ભૂંસી નાખો.”


હમણાં તારા સર્વ નગરોમાં તારું રક્ષણ કરનાર તારો રાજા ક્યાં છે? તું કહેતો હતો, ‘મને રાજા તથા અમલદારો આપ, ’ તો તારા ન્યાયાધીશો [ક્યાં‌ છે] ?


અને મૂસાને ઘણો ક્રોધ ચઢ્યો, ને તેણે યહોવાને કહ્યું, “તમે તેઓના અર્પણને ન ગણકારો. મેં તેઓની પાસેથી એક ગધેડું પણ લીધું નથી, ને તેઓમાંના કોઈને મેં ઉપદ્રવ કર્યો નથી.”


અને તેઓએ ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, સર્વ દેહના આત્માઓના ઈશ્વર, શું એક માણસ પાપ કરે, તેથી તમે સમગ્ર પ્રજા પર કોપાયમાન થશો?”


અને મૂસાએ હારુનને કહ્યું, “ધૂપપાત્ર લઈને તેમાં વેદી પરથી અગ્નિ લે, ને તેના પર ધૂપ નાખ, ને તે તરત લોકોની પાસે લઈ જઈને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર; કેમ કે યહોવાની આગળથી કોપ નીકળ્યો છે. અને મરકી શરૂ થઈ છે.”


કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.


તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે, એટલે તેને તે આપવામાં આવશે.


પણ તમારા ઈશ્વર જે પોતે તમારી સર્વ વિપત્તિઓમાંથી તથા તમારાં સંકટોમાંથી તમને છોડાવે છે તેમને આજે તમે નકાર્યા છે, ને તમે તેમને કહ્યું છે કે અમારા ઉપર રાજા ઠરાવી આપો, તો હવે તમારાં કુળો પ્રમાણે ને તમારા હજારો પ્રમાણે યહોવાની સમક્ષ હાજર થાઓ.”


અને આમ્મોનપુત્રોનો રાજા નાહાશ તમારા પર ચઢી આવ્યો એ તમે જોયું ત્યારે, યહોવા તમારા ઈશ્વર તમારા રાજા હતા, તે છતાં તમે મને કહ્યું, ‘એમ નહિ, પણ અમારા પર તો એક રાજા અધિકાર ચલાવે.’


આજે ઘઉંની કાપણી નથી શું? હું યહોવાને વિનંતી કરીશ કે તે ગુર્જના તથા વરસાદ મોકલે, જેથી તમે જાણો ને જુઓ કે પોતાને માટે રાજા માગીને તમે યહોવાની દષ્ટિમાં દુષ્ટતા કરી છે તે મોટી છે.”


અને બધા લોકોએ શમુએલને કહ્યું, “ [આ] તમારા સેવકોને માટે તમારા ઈશ્વર યહોવાને વિનંતી કરો કે અમે માર્યા ન જઈએ; કેમ કે અમારાં બધાં પાપમાં અમે [આ] ભૂંડાઈનો ઉમેરો કર્યો છે, કે અમે અમારે માટે રાજા માગ્યો.”


વળી મારા વિષે [પૂછો તો] , તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાઓ; પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ.


“મેં શાઉલને રાજા ઠરાવ્યો છે એથી મને અનુતાપ થાય છે, કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે, ને મારી આજ્ઞાઓ તેણે પાળી નથી.” અને શમુએલને ક્રોધ ચઢ્યો; અને તેણે આખી રાત યહોવાને વિનંતી કરી.


પછી શમુએલે કહ્યું, “સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકત્ર કરો, એટલે હું તમારે માટે યહોવાને વિનંતી કરીશ.”


Lean sinn:

Sanasan


Sanasan