Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 8:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 વળી તેણે કહ્યું, “જે રાજા તમારા ઉપર રાજ કરશે તે આવો થશે:તે તમારા પુત્રોને પકડીને તેઓને પોતાના રથોને માટે ને પોતાના સવારો તરીકે રાખશે; અને તેઓ તેના રથની આગળ દોડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 શમુએલે કહ્યું, “તમારો રાજા તમારા પ્રત્યે આવો વર્તાવ કરશે; તમારા પુત્રોને તે સૈનિકો બનાવશે. કેટલાકને તે રથના સારથિઓ બનાવશે, તો બીજા કેટલાકને તેના ઘોડેસ્વાર બનાવશે અને તેઓ તેના અંગરક્ષકો તરીકે તેના રથ આગળ દોડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેણે કહ્યું, “જે રાજા તમારા પર શાસન કરશે તે આવો થશે. તે તમારા દીકરાઓને પકડીને પોતાના રથોને સારુ તેઓને નીમશે અને તેઓને પોતાના ઘોડેસવારો કરશે, તેના રથો આગળ તેઓ દોડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 શમુએલે કહ્યું, “તમાંરા ઉપર રાજય કરનાર રાજા આવો વ્યવહાર રાખશે; તે તમાંરા પુત્રોને લઈને તેમની પાસે બળજબરીથી પોતાની રથસેનામાં અને અશ્વસેનામાં સેવા લેશે. અને તેમને પોતાના રથની આગળ આગળ રક્ષક તરીકે દોડાવશે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 8:11
14 Iomraidhean Croise  

ત્યાર પછી એમ થયું કે આબ્‍શાલોમે પોતાને માટે રથ, ઘોડા તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો તૈયાર કર્યા.


એવામાં હાગ્ગીથના દીકરા અદોનિયાએ ગર્વિષ્ઠ થઈને કહ્યું, “ હું રાજા થઈશ.” અને તેણે પોતાને માટે રથો, સવારો તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો ઊભા કર્યા.


સુલેમાને રથો તથા સવારોનો [પુષ્કળ] જમાવ કર્યો. તેની પાસે એક હજાર ચારસો રથ તથા બાર હજાર ઘોડેસવારો હતા. તેણે તેઓને રથોનાં નગરોમાં તથા યરુશાલેમમાં રાજાની પાસે રાખ્યા.


જે જુવાનિયા તેની સાથે મોટા થયા હતા તેઓએ તેને કહ્યું, “આ જે લોકે તમને એમ કહ્યું કે, તમારા પિતાએ અમારા પરની ઝુંસરી ભારે કરી હતી, પણ તમે તે અમારા પરની હલકી કરો. તેઓને તમારે એમ કહેવું, ‘મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.


“તમારા પિતાએ અમારા પરની ઝૂંસરી ભારે કરી હતી, તો હવે તમારા પિતાની સખત વેઠ તથા અમારા પર તેમણે મૂકેલી તેમની ભારે ઝૂંસરી તમે હલકી કરો, તો અમે તમારી સેવા કરીશું.”


રહાબામ રાજાએ તેને બદલે પિત્તળની ઢાલો બનાવીને રાજાના મહેલના દ્વારની રક્ષક ટુકડીના નાયકોના હાથમા તે સોંપી.


અને યહોવાનો હાથ એલિયા પર હતો. તે પોતાની કમર બાંધીને આહાબની આગળ આગળ યિઝ્‍એલની ભાગળ સુધી દોડ્યો.


પછી શમુએલે લોકોને રાજનીતિ કહી સંભળાવી. ને તે પુસ્તકમાં લખીને યહોવાની સમક્ષ તે રાખી મૂક્યું. પછી શમુએલે સર્વ લોકોને પોતપોતાને ઘેર વિદાય કર્યા.


શાઉલના સર્વ દિવસોમાં પલિસ્તીઓની સાથે દારુણ યુદ્ધ ચાલતું હતું. અને શાઉલ કોઈ પરાક્રમી માણસને કે કોઈ શૂરા માણસને જોતો, તો તે તેને પોતાની પાસે રાખતો.


ત્યારે શાઉલે પોતાની આસપાસ ઊભેલા પોતાના ચાકરોને કહ્યું, “હે બિન્યામીનીઓ, સાંભળો, શું યિશાઈનો દીકરો તમ દરેકને ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ આપશે, શું તે તમ સર્વને સહસ્‍ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓ બનાવશે કે,


તો હવે તેઓનું કહેવું સાંભળ. તથાપિ ગંભીર રીતે તેમની આગળ વાંધો કાઢજે, અને તેઓ પર કેવા પ્રકારનો રાજા ચલાવશે તે તેમને કહી બતાવજે.”


Lean sinn:

Sanasan


Sanasan