Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 7:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને ઇઝરાયલી લોકોએ શમુએલને કહ્યું, “આપણા ઈશ્વર યહોવાની આગળ અમારે માટે વિનંતી કરવાનું પડતું ન મૂકો કે, તે અમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેમણે શમુએલને કહ્યું, “આપણા ઈશ્વર પ્રભુ આપણને પલિસ્તીઓથી બચાવે તે માટે તેમને પ્રાર્થના કરતા રહો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ત્યારે ઇઝરાયલના લોકોએ શમુએલને કહ્યું, “આપણા ઈશ્વર આગળ અમારે સારુ વિનંતી કરવાનું પડતું ન મૂક, કે જેથી ઈશ્વર અમને પલિસ્તીઓના હાથમાંથી બચાવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અને ઇસ્રાએલીઓએ શમુએલને કહ્યું, “પ્રાર્થના કરતા રહો અને યહોવાને કહો કે પલિસ્તીઓથી અમાંરું રક્ષણ કરજો.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 7:8
7 Iomraidhean Croise  

આશૂરના રાજાએ પોતાના સેવક રાબશાકેને જીવતા ઈશ્વરની નિંદા કરવા માટે મોકલ્યો છે. કદાચ તેના સર્વ શબ્દો તમારા ઈશ્વર યહોવા સાંભળશે, ને તે સાંભળીને [તેને માટે] તે તેઓને ધમકાવે; માટે બચી ગયેલાઓને માટે તમે પ્રાર્થના કરો.”


જ્યાં સુધી સિયોનનું ન્યાયીપણું [પ્રભાતના] તેજ સમું પ્રદીપ્ત નહિ થાય, અને યરુશાલેમનું તારણ સળગતી મશાલની જેમ પ્રદીપ્ત નહિ થાય, ત્યાં સુધી હું છાનો રહીશ નહિ, અને હું વિશ્રામ લઈશ નહિ.


પણ જો તેઓ [સાચા] પ્રબોધકો હોય, ને જો યહોવાનું વચન તેઓની પાસે [આવ્યું] હોય, તો યહોવાના મંદિરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં તથા યરુશાલેમમાં જે પાત્રો બાકી રહેલાં છે, તેઓ બાબિલમાં ન લઈ જવાય માટે, તેઓએ સૈન્યોના [ઈશ્વર] યહોવાને વિનંતી કરવી.


યર્મિયા પ્રબોધકની પાસે આવીને કહ્યું, “અમારી વિનંતી સ્વીકારીને અમારે માટે, એટલે આ સર્વ બાકી રહેલાને માટે, તારા ઈશ્વર યહોવાની પ્રાર્થના કર; (કેમ કે તું તારી નજરે અમને જુએ છે કે, ઘણાં માણસોમાંથી અમે આટલાં થોડાં માણસો બાકી રહ્યાં છીએ;)


તમે નીરોગી થાઓ માટે તમારાં પાપ એકબીજાની આગળ કબૂલ કરો, અને એકબીજાને માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan