Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 7:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે તે ઊભો કર્યો, ને તેનું નામ એબેન-એઝેર પાડીને કહ્યું, “અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 પછી શમુએલે એક પથ્થર લઈને મિસ્પા અને રોનની વચ્ચે ઊભો કર્યો અને કહ્યું, “પ્રભુએ આપણને આખે માર્ગે મદદ કરી છે.” અને તેથી તેણે તેનું નામ ‘એબેન-એઝેર’ એટલે, “મદદનો પથ્થર” પાડયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે ઊભો કર્યો. તેનું નામ એબેન-એઝેર પાડીને, કહ્યું, “અત્યાર સુધી ઈશ્વરે આપણી સહાય કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ત્યારે શમુએલે ત્યાં એક પથ્થર લઈને મિસ્પાહ અને શેન વચ્ચે ઊભો કર્યો. અને તેનું નામ “એબેન-એઝેર” પાડીને કહ્યું કે, “અત્યાર સુધી યહોવાએ આપણને મદદ કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 7:12
18 Iomraidhean Croise  

અને તે જગાનું નામ ઇબ્રાહિમે યહોવા યિરેહ પાડયું; જેમ આજ સુધી કહેવાય છે તેમ કે, યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે.


અને જ્યાં તે તેની સાથે બોલ્યા, તે સ્થળે યાકૂબે એક સ્તંભ, એટલે પથ્થરનો એક સ્તંભ, ઊભો કર્યો; અને તેના પર પેયાર્પણ તથા તેલ રેડયું.


હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે; તેમ હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું.


હું ગર્ભસ્થાનમાં હતો, તે સમયથી તમે મારા આધાર છો; મારી માના ઉદરમાંથી મને કાઢનાર તમે જ છો; હું નિત્ય તમારી સ્તુતિ કરીશ.


અને મૂસાએ એક વેદી બંધાવી, ને તેનું નામ યહોવા-નિસ્સી પાડયું.


તે દિનસે મિસર દેશમાં યહોવાને માટે વેદી થશે, ને તેની સીમ ઉપર યહોવાના સ્મરણને માટે સ્તંભ થશે.


પરંતુ ઈશ્વરની સહાય મળવાથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાનામોટાને સાક્ષી આપતો આવ્યો છું. અને પ્રબોધકો તથા મૂસા જે જે બનાવો બનવા વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી.


તેમણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો, અને તે કરશે. વળી નિત્ય તે અમારો બચાવ કરશે, તેમના પર અમે આશા રાખી છે.


અને યર્દન મધ્યે, એટલે જ્યાં કરારકોશ ઊંચકનારા યાજકો ઊભા રહ્યા હતા તે સ્થળે, યહોશુઆએ બાર પથ્થર ઊભા કર્યા. અને તેઓ આજ સુધી ત્યાં છે.


પછી શાઉલે યહોવાને માટે વેદી બાંધી. યહોવાને માટે તેણે જે પહેલી વેદી બાંધી હતી તે એ જ હતી.”


અને શમુએલનું વચન સર્વ ઇઝરાયલ પાસે આવતું હતું. હવે ઇઝરાયલ પલિસ્તીઓની સાથે યુદ્ધ કરવાને ગયા, ને એબેન-એઝેર પાસે તેઓએ છાવણી નાખી; અને પલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી.


હવે ઈશ્વરનો કોશ પલિસ્તીઓના હાથમાં આવ્યો હતો, ને તેઓ તેને એબેન-એઝેરમાંથી આશ્દોદમાં લાવ્યા.


અને ઇઝરાયલના માણસો મિસ્પામાંથી નીકળીને પલિસ્તીઓની પાછળ પડીને બેથ-કારની તળેટીએ પહોંચતા સુધી તેઓને મારતા ગયા.


Lean sinn:

Sanasan


Sanasan