૧ શમુએલ 6:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને જો, તે પોતાની સીમને માર્ગે થઈને બેથ-શેમેશ તરફ જાય, તો તે જ આપણા પર આ મોટી આફત લાવ્યો છે. પણ જો તે તરફ તે ન જાય, તો આપણે જાણીશું કે આપણને મારનાર તે તેનો હાથ નથી; પણ દૈવયોગે એ આપણા પર આવી પડ્યું હતું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 પછી તે ક્યાં જાય છે તેનું ધ્યાન રાખો. જો તે પોતાના દેશની સરહદના બેથ શેમેશ નગર તરફ જાય તો માનવું કે આપણા પર આ ભયંકર આફત મોકલનાર ઇઝરાયલીઓના ઈશ્વર જ છે, પણ જો તેમ ન થાય, તો પછી આપણને ખબર પડશે કે આ પ્લેગનો રોગ તેમણે મોકલ્યો નથી, પણ માત્ર આકસ્મિક ઘટના છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી જુઓ; તે પોતાના માર્ગે બેથ-શેમેશ તરફ જાય, તો તે જ ઈશ્વર આપણા પર આ મોટી આફત લાવ્યા છે. પણ જો તેમ નહિ, તો આપણે જાણીશું કે તેમના હાથે આપણને દુઃખી કર્યા નથી; પણ છતાં, ઈશ્વરે નિર્મિત કર્યા મુજબ એ આપણને થયું હતું.” Faic an caibideilપવિત્ર બાઈબલ9 ગાડા ઉપર નજર રાખો. આ ભયંકર આફત ઇસ્રાએલના દેવ યહોવાથી આપણી પર આવી છે. પણ જો એ બેથ-શેમેશ ન જાય તો આ ભયંકર આફત યહોવાથી નથી આવી, તે આપમેળે અણધાર્યું થયું છે.” Faic an caibideil |