૧ શમુએલ 6:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ત્યારે તેઓએ કહ્યું, “અમે તેમને કેવું દોષાર્થાર્પણ મોકલીએ?” તેઓએ કહ્યું, “પલિસ્તીઓના સરદારોની સંખ્યા [પ્રમાણે] સોનાની પાંચ ગાંઠો ને સોનાના પાંચ ઉંદરો; કેમ કે તમો સર્વને તથા તમારા સરદારોને એક જ [જાતનો] રોગ થયો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તેમણે પૂછયું, “અમે દોષનિવારણ બલિ તરીકે શું મોકલીએ?” તેમણે જવાબ આપ્યો, “પલિસ્તીઓના રાજવીઓની સંખ્યા મુજબ પાંચ સોનાના મોકલો. તમ સર્વ ઉપર અને પલિસ્તીઓના બધા રાજવીઓ પર એક જ પ્રકારનો પ્લેગનો રોગ મોકલવામાં આવ્યો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ત્યારે તેઓએ કહ્યું, “અમે તેમને કેવું દોષાર્થાર્પણ મોકલીએ?” તેઓએ કહ્યું, પલિસ્તીઓના અધિકારીઓની ગણના પ્રમાણે સોનાની પાંચ ગાંઠો, સોનાનાં પાંચ ઉંદરો મોકલો; કેમ કે તમને સર્વને તથા તમારા અધિકારીઓને એક જ જાતનો રોગ લાગ્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 પલિસ્તીઓએ કહ્યું, “આપણને માંફ કરવા માંટે આપણે ઇસ્રાએલના દેવને અર્પણમાં શુ મોકલવું?” તેથી તેઓએ કહ્યું, “આપણી પાસે પાઁચ પલિસ્તી સરદારો છે, તેથી આપણે ઉંદરના પાંચ સોનાના નમૂના અને ગુમડાં જેવા લાગતા પાંચ સોનાના નમૂના મોકલવા જોઇએ કારણ તમને અને તમાંરા સરદારો તે જ મુશ્કેલીથી પીડાતા હતા. Faic an caibideil |