૧ શમુએલ 6:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેઓએ કહ્યું, “જો તમે ઇઝરાયલના ઈશ્વરનો કોશ પાછો મોકલો, તો તે ખાલી મોકલશો નહિ; પણ તેની સાથે ગમે તેમ કરીને કંઈ દોષાર્થાર્પણ મોકલજો; ત્યારે તમે સાજા થશો, ને તમારા પરથી તેમના હાથનું નિવારણ કેમ થતું નથી એનું કારણ તમને સમજાશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તેમણે જવાબ આપ્યો, “જો તમે ઇઝરાયલના ઈશ્વરની કરારપેટી પાછી મોકલતા હો તો એને એમને એમ ન મોકલશો, પણ તમારા ગુનાને માટે તમારે તેની સાથે તેમને અર્પણ મોકલવાં જોઈએ. તમે એવી રીતે સાજા થશો અને તે શા માટે તમને શિક્ષા કરે છે તેની પણ તમને ખબર પડશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેઓએ કહ્યું, “જો તમે ઇઝરાયલના ઈશ્વરનો કોશ પાછો મોકલો, તો તેને કશું અર્પણ કર્યા વિના મોકલશો નહિ; નિશ્ચે તેની સાથે દોષાર્થાર્પણ મોકલજો. તો જ તમે સાજા થશો, અને તમને સમજાશે કે તેમનો હાથ અત્યાર સુધી તમારા ઉપરથી કેમ દૂર થયો નથી.” Faic an caibideilપવિત્ર બાઈબલ3 તેઓએ જવાબ આપ્યો, “જો તમાંરે યહોવાના પવિત્રકોશને તેની જગ્યાએ પાછો મોકલવો હોય, તો તે ખાલી મોકલશો નહિ. તેને દોષાર્થાપણે સાથે મોકલો જેથી ઇસ્રાએલના દેવ તમને માંફ કરે.” Faic an caibideil |