૧ શમુએલ 6:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને ગાયોએ સીધો બેથ-શેમેશનો રસ્તો પકડ્યો. રાજમાર્ગે ચાલતી ચાલતી તેઓ બરાડતી હતી, ને જમણી કે ડાબી તરફ વળી જ નહિ; અને પલિસ્તીઓના સરદારો તેઓની પાછળ પાછળ બેથ-શેમેશની સીમ સુધી ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 ગાયોએ બેથ શેમેશનો ધોરી રસ્તો પકડયો અને રસ્તામાં ક્યાંય ફંટાયા વિના સીધી ત્યાં જવા ઊપડી. તેઓ જતાં જતાં બરાડતી હતી. પલિસ્તીઓના બધા રાજવીઓ છેક બેથ શેમેશની સરહદ સુધી તેની પાછળ ગયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ગાયો સીધી બેથ-શેમેશના રસ્તા તરફ ગઈ. તેઓ એક રાજમાર્ગે ચાલતી અને બૂમો પાડતી ગઈ અને તેઓ જમણી કે ડાબી ગમ વળી જ નહિ. અને પલિસ્તીઓના અધિકારીઓ તેઓની પાછળ બેથ-શેમેશની સીમા સુધી ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ12 ગાયો સીધી બેથ-શેમેશને માંગેર્ ચાલવા માંડી. તેઓ ભાંભરડા નાખતી ડાબે કે જમણે હાથે વળ્યા વગર સીધીને સીધી ચાલતી રહી. પલિસ્તી સરદારો બેથ-શેમેશની સરહદ સુધી તેમની પાછળ પાછળ ગયા. Faic an caibideil |