૧ શમુએલ 5:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ સરદારોને એકઠા કર્યા, ને તેઓએ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરનો કોશ મોકલી દો, ને તેને પોતાને ઠેકાણે પાછો જવા દો કે, તે અમારો તથા અમારા લોકોનો સંહાર કરે નહિ.” કેમ કે આખા નગરમાં ભારે ઘાણ વાળ્યો હતો. ઈશ્વરનો હાથ ત્યાં ઘણો આકરો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 તેથી તેમણે ફરીથી પલિસ્તીઓના રાજવીઓને બોલાવડાવીને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરની કરારપેટી તેના સ્થાને પાછી મોકલી આપો. જેથી તે અમને અને અમારા કુટુંબોને મારી નાખે નહિ.” ઈશ્વર તેમને સખત શિક્ષા કરી રહ્યા હોવાથી આખા શહેર પર આફત ઊતરી હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ અધિકારીઓને એકઠા કર્યા; તેઓએ તેમને કહ્યું, ઇઝરાયલના ઈશ્વરનો કોશ મોકલી દો, તેને પોતાની જગ્યાએ પાછો જવા દો, કે તે અમારો તથા અમારા લોકોનો સંહાર ન કરે.” કેમ કે આખા નગરમાં ભયંકર સંહાર થયો હતો; ઈશ્વરનો હાથ ત્યાં ઘણો ભારે થયો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ11 આથી એક્રોનના લોકોએ બધા પલિસ્તી રાજાઓની સભા બોલાવી અને કહ્યું, કૃપા કરીને “ઇસ્રાએલીઓના દેવનો પવિત્રકોશને તેની જગ્યા પર પાછો મોકલી દો, જેથી એ આપણને તથા આપણી પ્રજાને માંરી ન નાખે.” સમગ્ર શહેરમાં લોકો ભારે ભયભીત થઇ ગયા કારણ દેવે તેમને સખત સજા કરી હતી. Faic an caibideil |